Premni Paribhasha - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 2

રાત ના અઢી વાગ્યે સુધી વાત કર્યા પછી કાવ્યા ને એક સાથે ઘણા બધા વિચાર આવવાં લાગ્યાં , કે એ શું કરી રહી છે? ને એને કરવાનું શું છે ...!!
આપણે લાગે કે કોઈ જોડે વાત કરવાથી શું થવાનું છે કશું જ નહી ,પરંતુ બધી જ વાર્તા આગળ વધી ને એક નવલકથા બની જાય છે માત્ર વાત કરવાથી.
સવાર પડતાં કાવ્યા ઘરે તો આવી જાય છે પરંતુ એનું મન તો જાણે ક્યાંક બીજે જ રહી ગયું હોય એવું લાગી રહ્યું હતું. આદર્શ જોડે વાત કરવાથી કદાચ આદર્શ ને કાંઈ જ ફર્ક નહી પડ્યો હોય , પરંતુ કાવ્યા માટે એની જોડે વાત કરતા કરતા જ જાણે એક અલગ પ્રકારની આત્મીયતા બંધાઈ ગઈ હોય એવું લાગતું હતું . તે દિવસે કાવ્યા ને હતું કે આદર્શ મેસેજ કરશે પરંતુ આદર્શ ને તો કાંઈ જ થયું જ ના હોય એમ એ મેસેજ જ નથી કરતો. કાવ્યા ને ઘણાં બધા વિચારો આવવા લાગ્યા . બે થી ત્રણ દિવસ પછી કાવ્યા નું બારમાં ધોરણ નું પરિણામ લેવા સ્કૂલે જવાનું હતું એટલે એ વેલી તૈયાર થઈ ને સ્કૂલ જવા માટે નીકળી પડે છે, રસ્તા મા અચાનક વિચાર આવે છે કે આદર્શ મેસેજ ના કરે તો શું ....
હું તો તેને મેસેજ કરી શકું છું ને.. કાવ્યા આ બધું વિચાર્યા પછી આદર્શ ને મેસેજ કરે છે. થોડા સમય પછી આદર્શ નો જવાબ આવે છે પછી એ બંને ઘણી બધી વાતો કરે છે. કોઈ પણ વિષય પર બંને વાતો કરે છે , આ બધું થતાં કાવ્યા ને એવું લાગ્યા કરે છે ક બસ આદર્શ જોડે વાત કર્યા રાખે બીજું કાંઈ જ નહીં... કહેવાય છે ને સમય સાથે જ સમજણ આવે , પરંતુ સમજણ આવે એ પેલા જે ભૂલો થાય એ જીવન ભર ભોગવવી પડે છે. બસ એવું જ થઈ રહ્યું છે કાવ્યા જોડે.

કાવ્યા ને આદર્શ પ્રત્યે આકર્ષવા લાગીતી. પરંતુ એને આ બધું ના તો કોઈ સમજાવા વાળુ હતું ન તો કોઈ કેવા વાળુ. ને જ્યારે આપણે કોઈ નાના ગામ માંથી આવતા હોઈએ ત્યારે , જોઈએ છીએ કે કોઈ પણ છોકરો ને છોકરી વાતો કરે તો એ ને ખોટી નજર થી જ જોવામાં આવે છે. કાવ્યા ને આદર્શ મનો મન ગમવા લાગ્યો હતો. ઘણી વાર આદર્શ પણ ઘણું એવું બધું બોલી જતો પરંતુ કાવ્યા સ્વીકારવા જ નથી માંગતી , કારણ કે કાવ્યા ને એવું લાગે છે જે કરે છે એ સમાજ ની દ્રષ્ટિએ ખોટું છે. પરંતુ હવે શું કરી શકે એની આદર્શ પ્રત્યે ની લાગણીઓ વધતી જાય છે. પરંતુ જ્યારે પણ આદર્શ આ મુદા પર વાત ચાલુ કરે કે કાવ્યા ચૂપ જ થઈ જાય છે. આમ ને આમ ઘણો સમય જતો રહે છે ક્યારે ક બને ની વાતો થાય તો ક્યારેક નહીં. કાવ્યા ને આદર્શ ગમતો હતો એ એક હકીકત હતી , પણ મમ્મી અને પપ્પા નો વિશ્વવાસ એક જગાએ હતો. થોડા સમય જયા પછી , કાવ્યા આદર્શ ને કઈ દે છે આપણે વાત ના કરવી જોઈએ. અને આદર્શ ને તો જ્યારે ખબર પડે છે કે એ કાવ્યા ના ભાઈ ને ઓડખે છે ત્યારે તે પણ એમ જ વિચારે છે કે એ બંને એ વાત ના કરવી જોઈએ


આમ સમય જવા લાગ્યો છે અને બંને એક બીજા ને કિધેલી વાતો પર મક્કમ રહે છે, પરંતુ કયારેક ક્યારેક આદર્શ તો પણ કાવ્યા જોડે વાત કરવા મેસેજ કરે છે. પરંતુ કાવ્યા ખાસ એને ધ્યાન મા લેતી નથી. આ સમય દરમિયાન કાવ્યા એક નામી કોલેજ મા પ્રવેશ લઈ લે છે, જે અમદાબાદ હોય છે.

હવે આગળ શું થશે કાવ્યા અને આદર્શ એક બીજા જોડે કઈ વાતો કરશે કે, પછી કાવ્યા કોલેજ મા જવાથી આદર્શ પ્રત્યે ની લાગણીઓ ભૂલી જશે....?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED