Premni Paribhasha - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 4

કાવ્યા જ્યારે બસ મા બેસે છે ત્યારે જ એના મગજ મા એક સાથે ઘણા બધા વિચારો આવવા લાગે છે. કે શું એને આદર્શ ને જવાબ આપવો જોઈએ કે...
ત્યાં જ આદર્શ નો મેસેજ આવી જાય છે, અને કાવ્યા બધા વિચારો ને સાઈડ મા રાખી ને આદર્શ જોડે વાત કરવા લાગી જાઈ છે. ઘણી વાર આદર્શ ફ્લર્ટ કરે છે, પણ કાવ્યા એને ધ્યાન મા લેતી નથી. એ દિવસે બંને ઘણી વાતો કરે છે અને આદર્શ હર વાત મા "I love you " જ જવાબ આપે છે. કાવ્યા પણ એના પ્રત્યે એવું જ અનુભવતી હતી, પરંતુ તેની મર્યાદાઓ એને આગળ વધતા રોકતી હતી. આદર્શ કેટલી વાર કે છે પણ કાવ્યા એક ની બે નથી થતી. છેવટે આદર્શ એને કોલ કરવાનું કહે છે. જોકે બંને ક્યારેય કોલ માટે વાત નથી કરી હોતી હમેશા મેસેજ મા જ વાતો કરે છે. હા તે દિવસે કાવ્યા આદર્શ જોડે કોલ મા વાત કરે છે ને એ પણ રાત ના બાર વાગ્યે.
વાત ની શરૂઆત નોર્મલ જ વાતો થી થાય છે. પછી થોડી વાર મા આદર્શ કહે છે યાર મારા ફોન મા ચાર્જિંગ ખત્મ થવા આવી ત્યારે, કાવ્યા કે છે વાંધો નહીં કોલ રાખી દે મને કઈ પ્રોબ્લેમ નહી. ત્યાં આદર્શ પાછો એટલું પ્યાર થી "I love you"બોલે છે કે બે મિનટ તો કાવ્યા પણ વિચાર મા પડી જાય છે . તો પણ એની મર્યાદા ના લીધે એ આદર્શ જોડે ખાસ કઈ બોલતી નથી. અને ત્યાં તો થોડી વાર મા કોલ કટ થઈ જાય છે.
કેટલી વાર સુધી કાવ્યા આદર્શ વિશે જ વિચારે છે. પછી યાદ આવે છે કે કાલ અમદાબાદ ગયા પછી 13-11-2019 થી પ્રેક્ટિકલ પરીક્ષા ચાલુ થાય છે. થોડી વાર મા બધા વિચારો ગાયબ થઈ જાય છે ને માત્ર એ એણે પરીક્ષા ના જ વિચારો આવે છે. પ્રથમ વર્ષ હોય એટલે પરીક્ષા નો ડર લાગવો સંભવ છે, એમાં પણ જ્યારે આપણે બધું જ આપણી માતૃભાષા મા ભણ્યા હોઈ અને હવે કોલેજ મા ઇંગ્લિશ મા પરીક્ષા આપવાની હોય. કાવ્યા પણ આજ પરિસ્થિતિ મા હોય છે કે કેમ થશે પરીક્ષા મા .
બીજા દિવસે સવાર મા એ અમદાબાદ હોસ્ટેલ મા આવી જાય છે. આખી રાત મુસાફરી કરી હોવાના લીધે એને ઊંઘ પણ આવે છે અને થાકી પણ ગઈ હોય છે. એ આવી ને ડાઇરેક્ટ સૂઈ જાય છે. ઊંઘ ઉડતા જોવે છે તો બપોર ના બાર વાગ્યા હોય છે. ફોન જોવે છે તો એમાં સવાર ના 8 વાગ્યે ના આદર્શ ના મેસેજ આવેલા હોય છે. જવાબ આપે છે કે તરત જ આદર્શ એને જવાબ આપી દે છે.

કાવ્યા પછી ફ્રેશ થઈ ને વાંચવા બેસી જાય છે. પછી થોડી વાર આદર્શ જોડે વાત કરે છે. ત્યાર પછી સાંજે કાવ્યા નીચે જાય છે ત્યાર આદર્શ કોલ કરે છે. બંને અહીં ત્યાં ની ઘણી બધી વાતો કરે છે. રાતે પણ કાવ્યા થોડું વાંચી ને સૂઈ જાય છે. અને સવારે વેલી ઉઠવાનું વિચારે છે, કારણ કે બીજા દિવસે કોલેજ મા થોડું કામ હોવાના લીધે એને કોલેજ જવું પડે એમ હોય છે..

સવારે ઉઠી ને યોગા વગેરે કરીને કાવ્યા ફ્રેશ થઈ કોલેજ જાય છે. કોલેજ જતાં ફોન જોવે છે તો એને થયું ચાલ આજે એ આદર્શ ને મેસેજ કરે છે. કોલેજ જઇ ને એ એના કામ પતાવે છે, એને એમ હોય છે જેટલી જલ્દી કામ ખત્મ થાય એટલે જઇ ને વાંચે. ત્યાં વચમાં આદર્શ ના મેસેજ આવતા હોય છે અને એ જવાબ આપે છે. થોડી વાર મા કાવ્યા નું કામ ખત્મ થતાં આદર્શ કોલ કરે છે. કાવ્યા વાત કરતા કરતા હોસ્ટેલ જાય છે, વચમાં ઘણી વાર આદર્શ "I love you " કહે છે, પણ કાવ્યા ખાસ ધ્યાન નથી આપતી પણ એને એમ તો થાય છે કે કાશ આ મર્યાદા ના હોત.

કાવ્યા હોસ્ટેલ જઇ ને પણ આદર્શ જોડે વાત કરતી હોય છે. એકાદ કલાક વાત કરતા કરતા કાવ્યા પણ પીગળવા લાગી હોય છે આદર્શ ની વાતો પર .

હવે શું કાવ્યા આદર્શ ના પ્રપોઝલ ને સ્વીકારશે કે પછી હમેશા માટે આદર્શ થી દૂર થઈ જશે??? શું થશે આગળ... તમે પણ વિચારો..😄

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED