Premni Paribhasha - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 1

ઘણી વાર આપણે વિચારીએ કે પ્રેમ અથવા તો લાગણી
ની કોઈ ચોક્કસ ભાષા હોય છે ખરી..?
આ વિષય પર દરેક વ્યકિત ના મંત્વ્ય અલગ અલગ હોય છે , પરંતુ દરેક ના મૂળ મા તો પ્રેમ રહેલો હોય જ છે. ઘણા વ્યકિત માટે પ્રેમ ની ભાષા સારીરિક સુખ હોય છે , તો બીજા માટે એ જ પ્રેમ માનસિક મનોબળ અથવા તો ભરપૂર લાગણીઓ , જે એ વ્યકિત ને જીવન દરમિયાન દરેક મુસીબત સમયે અનુભવાય છે. તમને આ વાર્તા મા પણ અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા વ્યકિતઓ ની પ્રેમ ની ભાષા પ્રદર્શીત કરી છે.


કાવ્યા એ કચ્છના નાના એવા ગામ મા રહેતી , પોતાના સ્વાભિમાન ને સાથે લઈ ને જીવતી, અને ભણવામાં ખૂબ જ હોંશિયાર અને ઘર ના કામમાં પણ ખૂબ જ પાવરધી . એને ધોરણ બાર સુધી ખુબ જ મહેનત કરી ને સારા એવા ટકા લઈ આવી. ધોરણ બાર મા એનું સાયન્સ હોવાથી એને થયું કે કચ્છ મા કોલેજ કરવી એના કરતાં તો બાર જવું સારું. આ બધું ચાલતું હતું ત્યારે ફ્રી મા નીટ ના ક્લાસ ની ખબર પડતાં તેમાં એણે ક્લાસ કરવાનું વિચારી લીધું, એને પેલા થી જ ડૉક્ટર બનવા મા કોઈ રસ ના હતો પરંતુ બસ અનુભવ મળે એ માટે થી જ નીટ આપવાનું વિચાર્યું હતું. જીવનમાં મા ઘણી વાર આપણે વિચારીએ એવું થતું નથી , એવું જ બન્યું કાવ્યા ની જીંદગી મા.
એને વિચાર્યું તું કે ભણવા સિવાય કોઈ પણ બીજી પ્રવૃત્તિ મા એ ક્યારેય સામેલ નહીં થાય પરંતુ ભગવાન ને કાંઈ બીજું જ મંજૂર હતું. કાવ્યા જોડે ફોન તો ન હતો પરંતું ક્લાસ કરવા સિટી મા જવાનું થતું હોવાથી અને સાંજે મોળુ થાય તો કામ લાગે એ બાબત ને ધ્યાને રાખી ને એની બેન નો ફોન લઇ જવા લાગી. ઘણી વાર લોકો ને મળવામાં મા સોશિયલ મીડિયા નો ઘણો મોટો રોલ હોય છે. એવું જ બન્યું એક દિવસ ફેસબુક મા એક યુવક ની જોડે માત્ર સ્ટોરી પર જવાબ દેવાથી વાત ચાલુ થઈ. એ યુવાન ખાસ દેખાવ મા પણ ના હતો ન તો ભણવામાં આગળ, ધીમે ધીમે કાવ્યા એના જોડે વાતો કરવા લાગી એનું નામ આદર્શ હતું, પરંતુ એ માં એક પણ ગુણ આદર્શ જેવો ન હતો. આમ એક દિવસ વાત કરતા કરતા આદર્શ એ જણાવ્યું કે એની સગાઈ થઈ ચૂકી છે, પરંતુ એને એની પત્ની નથી ગમતી. કાવ્યા તો માત્ર એક મિત્ર ની દ્રષ્ટિએ જ વાત કરતી હતી. એણે ના તો આદર્શ ની જીંદગી થી લેવા દેવા હતા ન તો કોઈ બીજા થી. આમ બસ દિવસો જતા હતા ક્યારેક કાવ્યા અને આદર્શ ની વાત થતી અને ઘણી વાર ન થતી. થોડા દિવસ પછી કાવ્યા નીટ ની પરીક્ષા દેવા અમદાવાદ ગઈ એના ભાઈ જોડે. પરીક્ષા તો પૂરી થતાં સાંજે પાછા આવવા માટે બસ ની રાહ જોવા લાગ્યા, રાહ જોતા જોતાં રાત ના અગિયાર વાગવા આવ્યા ત્યારે આદર્શ નો મેસેજ આવતા કાવ્યા એની જોડે વાત કરવા લાગી જાાય છે. બસ આવતા બસ મા તો બેસી જઇ છે પરંતુ આદર્શ જોડે વાત કરવાનું નથી છોડતી.
ઘણી બધી વાતો કરે છે બંને અને ગપ્પા પણ મારે છે. ઘણી બધી વાતો મા આદર્શ ફ્લર્ટ પણ કરે છે, પરંતુ કાવ્યા ને એ બધા મા બિલકુલ રૂચિ ના હોવાના કારણે ખાસ જવાબ આપતી નથી. તે દિવસ રાત ના અઢી વાગ્યે સુધી બંને વાતો કરે છે.


શું થશે આગળ શું કાવ્યા ને આદર્શ ની વાતો મા રસ પડશે કે પછી નહી?



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED