Premni Paribhasha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 3

ઘણા સમયએ આપણે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ આદત થી દૂર રહેવું હોય પરંતુ, એના પ્રત્યે હદ થી પણ વધારે લગાવ થઈ ગયો હોય અથવા તો આપણે એને છોડવા ના માગતા હોઈએ. તો કોઇ પણ રીતે આપણે તે વ્યક્તિ અથવા આદત સારી છે એવો ન્યાય આપી દઈએ છીએ. ઘણી વાર તો એવું પણ થાય કે કોઈ વ્યક્તિ ખબર છે કે આપણા માટે યોગ્ય નથી તેમ છતાં આપણે એજ જોઈતું હોય, ને એના વગર જાણે જીવનમાં નહીં રહી શકીએ એવું લાગ્યા કરે. ઘણી વાર તો આ ઇચ્છા હદ થી વધારે વધી જાાય છે.

કાવ્યા અમદાવાદ આવી ગઈ હતી તેનું ભણવામાં પણ બહુ ધ્યાન આપવા લાગી હતી, કારણ કે તે એક નાના એવા ગામ થી માત્ર ભણવા આવી હતી. ધીમે ધીમે બધું આગળ વધવા લાગ્યું હતું ,પરંતુ કોઈ પ્રત્યે લાગણીઓ આવ્યા પછી ક્યા એના વગર રહી શકાય. બસ કાવ્યા પણ આદર્શ વગર ના રહી શકી ને ફેસબુક માંથી મેસેજ કરે છે. ધીમે ધીમે બંને ની વાતો મા વધારો થતો જાઈ છે, ને એમજ કાવ્યા ના મન મા આદર્શ પ્રત્યે ની લાગણીઓ પણ વધતી જાય છે. ઘણી વાર એવું થાય કે આદર્શ જવાબ ના આપે અથવા તો ટૂંકા મા જવાબ આપી દે તો પણ કાવ્યા એના જોડે વાત કરવાનું ના છોડતી ને ઘણી વાર કાવ્યા આદર્શ સાથે પણ એવું જ કરતી.
ઘણી વાર તો કાવ્યા આદર્શ ને ત્યાં સુધી કઈ દેતી કે તારા લીધે મને ભણવામાં મન નઈ લાગતું, અથવા તો તું મને ડિસ્ટર્બ કરે છે. આટલું બધું થવા પછી પણ બંને વાત કરવાનું ના છોડતા. ઘણી વાર તો એક અઠવાડિયા સુધી વાત ના કરે તો ક્યારેક પખવાડિયા સુધી. આમાં ઘણી વાર કાવ્યા ની જ ભૂલ હોય છે કારણ કે કાવ્યા ને લાગતું કે આદર્શ તેને ભણવામાં ડિસ્ટર્બ કરશે જે એને કોઈ પણ કીમત થી નહીં પોષાય. ત્રણ થી ચાર મહિના રેગ્યુલર ક્લાસ અને પ્રેક્ટિકલ મા જવું અને અવિરત વાચવાનું ચાલુ રાખવું એ બધું કાવ્યા નું રૂટીન હતું. હવે દિવાળી નજીક આવી રહી હતી એટલે બધી જ કોલેજો મા દિવાળી નું વેકેશન પડવાનું હતું, કાવ્યા ની કોલેજ મા પણ વિસ દિવસ નું વેકેશન પડયું. અને કાવ્યા પણ ઘરે જાય છે , પણ કાવ્યા અને આદર્શ ની વાતો પર હમણાં તો અલ્પવિરામ લાગી ગયું હતું. થોડા દિવસ જાય છે. કાવ્યા એના ઘરે વધારે સમય વિતાવે છે, પરંતુ એક ઝંખના હોય ને કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે ની . અને કાવ્યા આદર્શ ને મેસેજ કર્યા વગર નથી રહી શકતી .

કાવ્યા ને આદર્શ પ્રત્યે એટલી હદે આકર્ષણ થઈ ગયું હતું કે બીમાર હતી છતાં પણ એને વાત કરવા જોઈતી. એ ઘણું બધું વિચારતી હતી આદર્શ વિશે પણ ક્યારેક કઈ ના શકતી કારણ કે એની મર્યાદા હતી. લોકો વાત વાત મા ઝઘડો કરે પણ આ બંને તો ઝઘડા ઝઘડા મા વાતો કરે. આમ ને આમ વેકેશન પૂરું થવા આવ્યું. વેકેશન પૂરું થતાં જ કાવ્યા ની ફાઇનલ પરીક્ષા હતી એટલે કાવ્યા વિચારે છે કે એ દિવાળી વેકેશન પૂરું થાય એના પેલા જ અમદાબાદ જઈ ,જેથી એ સારું એવું વાંચી શકે. હોસ્ટેલ મા રહેતી હોવાથી ઘરે વાંચવાનું થતું જ નહીં. એ નવેમ્બર મહિના ની પેલા જ અઠવાડિયા મા જાય છે.

રાતે બસ મા બેસે છે ત્યારે જ જોવે છે કે આદર્શ નો મેસેજ આવેલો હોય છે. આમ ઘણી વાર વિચાર પછી પણ કાવ્યા આદર્શ ને જવાબ આપવો કે દૂર રહેવું એવું વિચાર્યા રાખે છે.

આગળ શું થશે કાવ્યા આદર્શ જોડે વાત કરશે કે પછી બંને ની વાતો પર આજે પૂર્ણવિરામ લાગી જશે???

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED