જીવન દરમિયાન દોડધામ અકકલ હોશીયારી આવડત થી સારા ન સારા કાર્ય કરી ધન દોલત મિલકત ભેગા કરોછો,અંતે કંઈ સાથ નહીં આવે, વારે વારે કહું, સારૂ લાગે? ન લાગે, પણ વાસ્તવિકતા સમજજો, જરા વિચારીને જાતે નક્કી કરજો... નિર્ણય જાતે લેજો.
સાધન સંપત્તિ ધન દોલત આ બધું ભેગું કરો છો તે શા માટે ? એકજ અકજ અર્થમાં કહું એકજ શબ્દમાં કહું તો " ભોગવવા" માટે ,ખરૂને?? પણ તમને ખબર છે આ બધું મેળવવા જે કર્મ કરો છો તે પણ ભોગવવાજ પડશે,જે ભેગું કરવા તમે કર્મ કરો છો એ ભેગું કરેલ બધું કંઈ સાથે આવશે? ભેગું કરેલ બધું નાશવંત છે , નાશવંત ને ભેગું કરવામાં આખું જીવન ખર્ચી નાખો છો તમે, પણ અંતે કંઈ પાસે રહેશે કાયમ? નહીં રહે, કા તમે તે એક ઝાટકે ગુમાવશો કાતો તમે મુકી વયા જશો, ખાલી હાથ હતા, આવ્યા ત્યારે, ખાલી હશે, જશો ત્યારે, ત્યા અહીંનું કંઈ સાથે નથી આવતું,
કોઈ એક એવો દાખલો છે? કે ભલાણા ભાઈ બંગલો સાથે લઈ ગયા, ??
ફલાણો ભાઈ ખુબ બધા પૈસા દાગીના વીગેરે સાથે લઈને ગયા, ??
તો એક બીજો સવાલ , આપણે એક કલાક પછી જીવતા હોઈશું તેની ગેરંટી છે??
અને આ ભેગું કરતાં કરતાં ચાલ્યાં ગયા તો? જીવ રહી ગયો એ ભેગું કરેલ આ ધરતી પરનું નાશવંત મીલકત મુડી ધર બાર માં તો ? અધોગતિ નહીં રહો, અરે મારૂ મકાન, મારા પૈસા ધન દૈલત, અરે મારી ગાડી બંગલો,
ભુત પ્રેત બની નરક ભોગવવા તૈયાર રેજો, શરીર વીના કોઈ ભોગવી શકવાનું નથી,
શરીર છોડો એટલે તમે એક પડછાઈ બનીજશો જો અધોગતીએ રહ્યા તો, આભાસી શરીર નો ભાર ઉપાડી, હાય ભુખે મરી ગયો ગઈ, ગરમી ઠંડી, બળતરા, કાપી વાઢી નાખ્યો નાખી, વીગેરે વીગેરે યાતનાઓ ભોગવવા તૈયાર રેજો વાલા, એ કરેલા કર્મજ છોડતા નથી, કોઈને લુટયા ,કોઈના રંજાળ્યા, કોઈના છીનવ્યા, કોઈને પજવ્યા, બસ દુઃખ પીડાઓજ આપી કે પછી ભેગું કર્યું,
શરીર છોડ્યા બાદ આભાસી શરીરને ધારણ કરી જીવ ભુત પ્રેત યોનિમાં જીવે છે,ઘર પરીવાર મુડી લીલકત માં જીવ રહી ગયો તો
મર્યા બાદ ઘર પર નજર રાખી બેસે , આમ કેમ કરે ત્યા કેમ જાય, આ કેમ આવ્યું, મા બાપ પતી પત્ની ભાઈ ભાભી સંતાન પોતરા પોતરી સીખને આડોસ પાડોસ બધાને નડે જીવવા ન દે ભુત પ્રેત બની પજવે..જીવ ગતીએ ન જાય ઘરમાં રહી જાય..પછી કહે મને બેસાડો..મને તારવો , મને સદ ગતી અપાવો.
હે રામ .. આટલું બધું જાણવા સમજવા છતા...લોભી મન મુર્ખ સમજે નહીં
કોઈએ જીવ લીધો હોય તો એ બદલો લેવા તડપે, સામા વાળાને હેરાન પરેશાન કરી એજ યોનીમાં લઈ જાય, કોઈને વળગે કે પહચાન થાય તો કહે જીવ લઈ ને જઈશ, ક્રોધા અગ્ની થી બળે, કોઈ લાલચી, કોઈ અભીમાની, કોઈ વ્યસી દરીંદગી, કોઈ ઈર્ષ્યા ળું, વધુ પડતી મમતા પણ ભટકાવે, ન સમજે જીવ ,માથે બેઢો કાળ આ રૂપો લઈ સતને સમજવાજ ન દે...કહે તેથી વીપરીતજ કરે..
આ છે માયા જાળ..યમની ફાસ..નરક તરફ લઈ જાય..ભુત યોનીમાં,એટલે કે ભૂતકાળમાં ગરકાવ કરે, મર્યા પહેલાના જીવનને પકડી બેઠો રહે આત્મા વર્તમાન ખતમ ભવિષ્ય ખતમ...
હરી ઓમ
એમ કહી પણ દુઃખી થાય અને ભટકે..
એકલાજ આવ્યા મનવા એકલા જવાના..સાથી વીના સંગી વીના...એકલા જવાના, જેને ભટકવું જ લખ્યું છે તે માયાના કોઈ પણ ફંદમાં ફસાઈ જાય, જીવને તરવા ન દે અધોગતીએ રાખે, કામ ક્રોધ ઈર્ષ્યા લાલચ લોભ મોહ મમતા પછી દુખ પીડા ડર ક્રોધ ભય કામ કરી જાય..
ન જાગે ઉધતોજ રહે આત્મા જીવન ભર...કર્મ કરે જાય ભારા બાંધતો જાય કર્મના.
કોઈ પુન્ય કર્યું મેવા મળશે કહી હરખાય, કોઈ લુંટફાટ કરી ધન મેળવી હરખાય..પણ લાલસા એની એજ..ભારા તો બંધાય..કર્મની ફાસ ને ન ભાગી શકે...કર્મ ફળ ,
નીયતી ન હોય તો કશું સંભવ બને ખરું?? નીયતી એક જન્મ નું ફળ નથી કે સદકર્મ કરી છુટી જશો, કે હવે ગભરાઓ છો પાપો કરી નહીં છુટી શકો, વાલીયો, વાલ્મીકી, ભરથરી, ગોપીચંદ સારા ન સારા બધા છુટી ગયા માત્ર નીયતી થી
સંસારી માયા માંથી નીકળી ન શકે , કયારેક હરખાય કયારેક દુઃખી કયારેક ક્રોધીત કયારેક પ્રેમાળ, કયારેક દંભી કયારેક ડરે ,કયારેક ડરાવે, કયારેક આશ્ચર્ય ચકીત ,કયારે ઈર્ષ્યા કરે , કોઈક ને કોઈક પ્રવાહમાં માયા ના ફંદમાં ધેરાયેલો રહે, કોઈથી શુખી કોઈથી દુઃખી, રાગ દ્રેષ બંને સાથે જીવે, એક થી ખુશ બીજાથી ના ખુશ, ન સંતુલન સાધી શકે, કોઈ વાર મહેરબાન કોઈ વાર જીવનો ભુખ્યો જીવ શું બાકી રાખશે?? વીચાર આવે, આટલું બધું ખડકે છે માથે કયારે બહાર નીકળી શકશે...રામ??
બહુજ ચિંતા થાય તરસ આવે દયા આવે એ મુર્ખ લોકો પર જે માયાના ફંદમાં ફસાઈ કર્તા ભાવ રાખી મે કર્યું, કેવું કર્યું, હું કેવો ,કેવી કહી કા ફુલો ન સમાય કા અભીમાન માં ગરકાવ, કોઈથી હેત સ્નેહ( રાગ) થી રહે ,કોઈથી ક્રોધ ઈર્ષ્યા દુશ્મની નારાજગી (દ્રેષ) ભાવથી,
કર્તા ભાવ ન છોડી શકે ...અને નીયતી કામ કર્યા કરે એનું...
દીમાગ નત નવા કર્મ કરાવે..
પોતે જે કરે તેજ યોગ્ય દેખાય, કાળ માથે બેઠો સમજણ હણી લે, મન બુદ્ધિ કામ કરેજ નહીં,સ્વાર્થ ક્રોધ લાલચ લોભ મોહ અહંકાર માં ડુબ્યોજ રહે..
હે રામ
શું કહે છે ઈશ્વર ??
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું...
ન સમયથી કોઈ મોટું ન બળવાન, સમય માણસને રાજા થી રંક, રંક થી રાજા બનાવે , પણ જેણે લીધી ફકીરી મનથી સમય તેની આગળ પાણી ભરે..
હરી ઓમ કોઈ કહે છે કે ..૧૪ ભુવન ૭ લોક છે, બીન રોક ટોક બ્રમણ કરે નીરભય થઈ ને સધળે ફરે..સત્વને ધારણ કરનાર સત થી મોટું ન કોઈ 🙏સત ગુરૂદેવ 🕉️🚩💐
બાકી આજે બ્રહ્માંડો વીકસીત થઈ રહ્યાં છે કેટલાય સુરજ ને કાળ ભરખી રહ્યો છે તો કેટલાય નવ નિર્માણ પામી રહ્યા છે ,
ગોતી લેજો કોઈ સત્પુરુષ, શરણ પકડી લેજો, નૈયા ડુબવા નહીં દે, હું ના ભાવને મારી શરણાતમ સ્વીકાયી આદેશ માંગી લેજો, મારે તો તું,તારે તો તું આદેશ ગુરૂદેવ..🙏🚩🚩🚩💐👍
પછી દેખ મનવા ભીંતર નજરૂ નાખ , ચેહરા પર નહીં અંતરમા જાક આંખ બંધ કર અંતર પટલ ખોલ
કલ્યાણ વસ્તુ
જબ તું આયો ઈસ દુનિયા મે જગ હસે તું રોય, એસી કરણી કર ચલો તુમ તુ હસે જગ રોય...ગાયી ને ખુશ થયા મનમાં હરખાયા મોહ જાળમાં એપણ ફસાયા..રામ🙏
મોહ જાળમાં બાધી જાઓ કે તરી ન સકે,
કહીગયો બાર બીજનો ધણી ભાટી હરજીને મારા શરીરને ન જો ભાટી એતો નાશવંત છે સતને પારખો, ખુદને ઓળખો મને નહીં ખુદને ઓળખો આત્મા ઉજાગર કરો, મારી ભક્તિ થી કદાચ તરી શકશે જીવ પણ નિર્વાણ નહીં પામી શકે...
મારો મલક સત , સત થી આગળ કશુંજ નથી, તેજ તેજમાં ભળી જાય બધું સત બની જાય. કોઈ પુરુષ કોણ સ્ત્રી, ત્યાતો આ બે ભાતો મટી ત્રીજી ભાત ઉભરી આવે છે..સત ની
ને જગાવનાર ના દાખલા જુઓ આજ ગુર્જર ભુમી અને ભારત ભુમી છે, પરબ ધણી દેવીદાસ બાપુ, અમરબા, ગંગા સતી, પાન બાઈ, તોરલદે, જેસલ પીર, રામધણી રણુજા વાળો, ડાલી બાઈ, ભાટી હરજી, કેટ કેટલા દાખલા છે સિધ્ધાર્થ મહાવીર સ્વામી નારાયણ એ સતમા ભળ્યા ..
બાકી તો તર્યા હશે ...કે મર્યો હશે..
રામ🙏🙏💐🚩🕉️
અલખ ની રંજન અલખ નિરંજન, અલખ નિરંજન ગીરનારી...
જય ગુરુદેવ
આવે ભાઈ સમય બધી રીતે સારો કે ખરાબ તમને લાગે એતો આવે સમય બની કાળ તમારૂ પારખું કરવા બધી રીતે, કોઈ કહે સમય બળવાન છે, કોઈ કહે સમય ખરાબ છે , હરી જાણે સમય ન ખરાબ ન સારો છે, બસ સતના પારખા થાય, કોણ રાજા કોણ રંક..કોણ સ્ત્રી કોણ પુરુષ, કોણ સાધુ સંત કે સંસારી, બધાની પરીક્ષાયું થાય..
ચુકવવાનું ત્યા ચુકી જજો,
ન ચુકવાનું ત્યા ન ચુકતા, એક ખાઈ માં ધકેલશે, એક સતમાં ભેળવશે,ન વારો આવ્યો હોય તે રાહ જોઓ..
નીયતી શું કરાવે...
પિક્ચર અભી બાકી હૈ...
યાદ કરતા રેજો જીવનના પડાવ જે ગયા , જે ચાલી રહ્યો, શું કર્યું, શું થયું, શું બાકી...
પણ
આત્મા ને ઓળખ્યા વીના લખ ચોરાસી નહીં રે મટે ...
ભ્રમણા ને ભાગ્યા વીના રે લખ ચોરાસી નહીં રે ટળે રે..
જતી પુરુષ અને સતી નારી જ અમર બને છે
બાકી ઈશ્વર તો એકજ છે અવીનાશી અજન્મો નિર્ગુણ નીરાકાર સૌથી ન્યારો કાળનોય બાપ
હરી ઓમ 🙏
એ શબ્દ સતમા ભેળવવા વાળો છે.. ફક્ત તેની અનુભુતી માત્ર કાફી....
નથી શબ્દ સ્વર વ્યંજન થી બનેલો એતો નીરાકાર છે.. ઓળખાવે છે ખુદને અને ઈશ્વર ને બતાવે છે..🙏🕉️🚩
જેમ પારસ મણી થી કથીર સવર્ણ બને છે તેમ સવર્ણ બનાવવા પારસમણી જતી સતી અહીયા અવતરે છે..
સવર્ણ બનાવી સત માં ભેળવે ભળે તે ઉપર જઈ પારસમણી બને,
સત થી તેજ થી પ્રકાસથી આગળ કશું જ નથી... સત જ સત છે...જે ભેદ ......... અનુભવવાનો છે... આમ નહીં લખાય.આદેશ🙏🕉️🚩💐
પંચ તત્વ કા મહેલ બનાયા...
ના ઘર તેરા ના મેરા મનવા...
શીખર ચડી જોતું..દસમે દ્રાર તને સત દેખાશે
પિંગલા મે નર નારી વસે સુસુમણા મે મીલન હૈ, થાય ચમકારો વીજળીનો તો મોતી આતમ પરોવ લઈ જાય તને હરી ધામ રે..
આદેશ અલખ ધણી
ધક ધક.. અવાજ આવે
જુવો તો ખરી..
આ જંતરીનો વગાડનારો કોણ છે???