પ્રકરણ 29 શોધ...!!
અવનીશ ત્યાં જ બેસી રહે છે....થોડી ક્ષણમાં હર્ષાનો અવાજ આવે છે....
" અવનીશ.... અવનીશ...."
" હર્ષા....હા .....હર્ષા.... તું જાગી ગઇ....?"
હર્ષા પોતાનું માથું પકડીને બેડ પર બેઠી થાય છે....
" હર્ષા.. કેવું છે હવે .... ?? "
" અવનીશ .... મને માથું કેમ દુખે છે... ? "
" હર્ષા .... એ તો...!! "
" અવનીશ... અવનીશ... પ્લીઝ મને બચાવી લો .... એ આત્મા મને મારી નાખશે.... અવનીશ ...પ્લીઝ.... "
" હર્ષુ.... પ્લીઝ , રિલેક્સ... હું છું ને તારી સાથે..."
"સારું...એક કામ કર ...તું આરામ કર ...આજે હું રસોઈ બનાવું આપણાં માટે... "
" ના... હું બનાવું છું....અવનીશ તમે થાકી ગયા હશો..."
" હર્ષા ... તું આરામ કર.. પ્લીઝ..."
" ok "
અવનીશ રસોઈના બહાને કિચનમાં જાય છે ... જેથી તે પેલી કાળી વસ્તુ શોધી શકે.... હર્ષા પોતાના ડાબા હાથ તરફ નજર નાખે છે અને ઉદાસ થઈ જાય છે ... અને અચાનક તેની નજર જમણાં હાથ પર બાંધેલાં રક્ષા સૂત્ર પર જાય છે....
" અવનીશ.... ?? "
" હા.... હર્ષુ.... "
" અવનીશ .... મારા જમણાં હાથ માં શું બાંધ્યું છે આ....? "
આ સાંભળી તરત જ અવનીશ કિચનમાંથી હર્ષા પાસે આવી જાય છે અને એના જમણાં હાથનાં રક્ષાસૂત્ર પર હાથ મૂકી હર્ષાને અટકાવી લે છે...
"હર્ષુ...ના પ્લીઝ.. આને ના છોડતી પ્લીઝ .... "
" કેમ.... ? અવનીશ.."
" અરે... એ તો તું બીમાર રહે છે ને એટલે..? "
" હું ક્યાં બીમાર છું અવનીશ..? હું ઠીક તો છું.."
" તને મારા કસમ છે .... હર્ષા... !! "
હર્ષા અવનીશનાં મોં પર હાથ મૂકી દે છે.....
" ના ... અવનીશ ... ના .... પ્લીઝ કસમ ના આપો ... પ્લીઝ ....પ્લીઝ .... "
હર્ષાની ડાબી આંખમાંથી એક આંસુ ખરી પડે છે ...
" હા... હું કસમ નહિ આપું ... બસ ... પણ તું પ્રોમિસ આપ કે તું આ રક્ષાસૂત્ર એની ખોલે.... "
" હા ... અવનીશ .... પ્રોમિસ નહિ ખોલું આ રક્ષાસૂત્ર... !! "
" સારું તું આરામ કર... હું રસોઈનું કંઇક કરું... "
" પેટ ....ભરાઈ એવું બનાવજો .... "
"હા... હવે..."
હર્ષા બેડ પર જ સુતી રહે છે અને અવનીશ કિચનમાં આવી ખીચડી બનાવવા માટે મૂકે છે અને પછી રસોડાનો એક એક સામાન સામે નજર ફેરવે છે .... પણ ક્યાંય પણ શંકા ન લાગતા પોતે એક એક વસ્તુ સ્પર્શ કરવા લાગે છે કે કદાચ એ રક્ષાસુત્ર જ એ વસ્તુ સુધી પહોંચાડે....
" અવનીશ.... શું શોધો છો..? મને કહો હું કહું... "
હર્ષાને અચાનક કિચનમાં જોઈ અવનીશ ગભરાય જાય છે..
" શું થયું....?? કેમ ડરી ગયા... કઈ છુપાવતાં તો નથી ને અવનીશ...?? "
" ના રે...ગાંડી ... તું અચાનક આવી ને એટલે ... આ તો જસ્ટ હું કિચન જોતો હતો... તું કેટલું સરસ રાખે છે કિચનને ... માની ગયો યાર.. "
" પાગલ... ખીચડી બળી જશે ..... ?? "
" હા... યાર...."
અવનીશ તરત જ સ્ટવ બંધ કરી દે છે અને ખીચડી નીચે ઉતારે છે અને હર્ષા અવનીશને જોઈને હસવા લાગે છે અને ઘણાં સમય પછી હર્ષાને આ રીતે હસતાં જોઈ અવનીશની આંખો ભીની થઇ જાય છે..... અને અવનીશ હર્ષાની સામે જોઇને મંદ મંદ હસી રહ્યો છે..... અવનીશ ને જોઈને હર્ષા અવનીશને ભેટી પડે છે...
" અવનીશ.... તમે ચિંતા ન કરો.... મને કંઈ જ નહીં થાય... "
" હમ્મ "
" કારણ કે તમે છો મારી પાસે.."
" ગાંડી ... હાથ દુખશે... આરામ કર જા.. હું ખીચડી વધારીને લાવું છું..."
" હા.. "
અવનીશ ખીચડી વધારીને જમવાનું લાવે છે અને હર્ષા અને અવનીશ સાથે જમવા બેસે છે... ઘણા દિવસ પછી આજે બંને એક સાથે જમવા બેઠા છે અને સાથે એમનું મુવી.... અને અવનીશ મનોમન હર્ષાને જોઈને ખુશ છે ... સાથે સાથે સતત વિચારો અને ચિંતા પણ છે ....