પ્રકરણ 27 મૌન...!!
" ડોક્ટર... આ લો , દવા....."
" હા , મિસ્ટર દવે .....લાવો ...."
ડોક્ટર અવનીશને દવા સમજાવે છે અને ત્યાર પછી હર્ષાના હાથમાંથી સોય કાઢી દે છે અને હર્ષા ચૂપચાપ આ બધું જોઈ રહી છે.
" ઓકે , મિસ્ટર દવે .... તમે જઈ શકો છો... અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ હોસ્પિટલનો નંબર છે તો આ નંબર પર ફોન કરી દેજો..."
" થેન્ક્યુ , ડોક્ટર..."
" હર્ષા, જઈએ આપણે ....? "
" હા... અવનીશ..."
" તું ચાલી શકીશ.... હર્ષા....??"
" હા.... પાગલ ...."
"વાહ ... ઘણા દિવસ પછી આ શબ્દ સાંભળવા મળ્યો છે હર્ષા... "
" ચાલો... જઈએ અવનીશ..."
અવનીશ હર્ષાને ઉભા થવામાં મદદ કરે છે અને બંને હોસ્પિટલની બહાર નીકળે છે... અને અવનીશ અને હર્ષા બંને ઘરે આવવા માટે નીકળે છે.... થોડી ક્ષણમાં બંને ઘરે પહોંચી જાય છે.... અવનીશ જેવો ઘરનો દરવાજો ખોલે છે તરત જ હર્ષા એ ઘરની હાલત જોઈને ગભરાઈ જાય છે કારણ કે જ્યારે પોતે આ ઘરમાંથી હોસ્પિટલ સુધી ગઈ હતી ત્યારે ઘરની હાલત જ અસ્તવ્યસ્ત હતી અને એ જ હાલત જોઈ આજે પોતે ગભરાઈ જાય છે અને હર્ષા પોતે આ બધું જોઈને ચીડાઈ જાય છે ....
" આ શું કર્યું છે તમે? કેવું ઘર કર્યું છે ..? "
અવનીશ કંઈ પણ બોલ્યા વગર સાંભળી લે છે અને હર્ષાનું આ ઘરમાં આવતા જ ફરીથી બૂમો પાડવાનો , ચીડાવવાનો અને ગુસ્સો કરવાનો સ્વભાવ વધવા લાગે છે.... અવનિશ શાંતિથી બેડ પર બેસી જાય છે અને હર્ષા ઘરનો સામાન સરખો કરવા લાગે છે પણ એના મોઢામાંથી નીકળતા અપ-શબ્દો અવનીશના હૃદયને ચીરી જાય છે.... અને અવનીશ પોતાનો ફોન લઈ સુરેશને મેસેજ કરે છે
" hii , સુરેશ.... અમે લોકો ઘરે આવી ગયા છીએ તું ક્યારે આવીશ...? "
સામે છેડેથી રીપ્લાય આવે છે
" આજે સાંજે 07:00 વાગે હું અને તુલસી બંને આવીશુ..."
" ઓકે હું વેઇટ કરીશ..."
હર્ષા અવનીશના હાથમાંથી મોબાઇલ લઈને ફેંકી દે છે....
" શું મોબાઈલ લઈને બેસી ગયા છો ...? શું પ્રોબ્લેમ છે તમને મારાથી ..?"
અવનીશ હજુ પણ કંઈ જ બોલતો નથી અને ચૂપચાપ ઊભા થઈ સમાન સરખો કરવા લાગે છે... ઘરના ફેંકેલા પુસ્તકો, રસોડાનો સામાન, કપડા બધું જ સરખું મુકવા લાગે છે પણ હર્ષાના મોં માંથી નીકળતા એ શબ્દો હજુ પણ એવા જ ધારદાર છે.....
પણ આખરે અવનીશ કરે તો કરે શું ...? અવનીષનું મૌન આખરે એ શબ્દોને અટકાવી દે છે.... હર્ષા બેડ પર સૂઈ જાય છે અને રૂમને વ્યવસ્થિત કરીને એની બાજુમાં બેસી જાય છે.... પણ હર્ષા નિંદ્રામા મગ્ન થઈ જાય છે અને અવનીશ એને જોયા કરે છે.... વિચાર્યા કરે છે કે મારા સુખી સંસારને કોની નજર લાગી છે...?? જે માણસથી ભૂખ્યા ના રહેવાતું એ આજે ભૂખ્યો જ સુઈ જાય છે.... પોતાના પ્રેમને આ રીતે ક્યારેય નથી જોયો..... અને એની ચિંતાથી અવનીશ પણ દુઃખી થઈ જાય છે....
અચાનક દરવાજા પર ટકોરા સંભળાય છે....અવનીશ અવાજ સાંભળીને ઉભો થાય છે અને દરવાજો ખોલે છે....
"અરે... બા...આવો ને...."
" હા... બેટા.. કેવું છે હવે હર્ષાને....? શું કરે છે ? "
" કંઈ નહીં બા..... સૂતી છે.... પણ બા અંદર આવો ને..."
"હા.... બેટા...."
બા ઘરમાં પ્રવેશે છે અને હર્ષાને જોઈ બેડ પર હર્ષાની બાજુમાં બેસી જાય છે.... અને એના માથા પર પોતાનો હાથ મૂકે છે...
" ભગવાનની દયા કે કઈ જ ન થયું.... હર્ષાને... "
" હા.. બા... પાણી આપું...? "
" ના... બેટા.... રહેવા દે... "
" હર્ષા.... હર્ષા.... "
" બેટા.... સુવા દે બેટા.... વાંધો નહિ રેવા દે.... પછી આવીશ હું પાછી બેટા...."
" બેસો ને બા...."
" ના બેટા....પછી આવીશ...."
" ભલે.... બા..."
બા ઘરની બહાર નીકળી જાય છે ..... અને અવનીશ એની પાછળ જાય છે અને દરવાજો બંધ કરે છે... અને આવીને ફરીથી હર્ષાની બાજુમાં બેસી જાય છે અને એ સમયની ક્ષણો આમ જ ઉદાસીનતા સાથે વીતી જાય છે..... અને અવનીશ સુરેશનાં આવવાંની રાહ જુએ છે....
શું અવનીશ હર્ષાને બચાવી શકશે... ? શું સુરેશ અવનીશ ને મદદ કરશે... ? શું તેઓ એ વસ્તુ શોધી શકશે... ? જુઓ આવતાં અંકે...