પ્રકરણ 25 ઘરમાં તપાસ...!!
" અવનીશ મારી વાત ધ્યાનથી સાંભળ તું ઉતાવળ ના કરીશ....અવનીશ તારી ઉતાવળમાં હર્ષા ભાભીને વધારે તકલીફ થશે..... અને તું પણ હેરાન થઈશ...."
" તો હું શું કરું .... સુરેશ..."
" તું જ કહે ... હવે કહે ...."
" સૌથી પહેલા તો આપણે બંને તારા ઘરે જઈએ..."
" ઘરે ..? "
"હા હું ઘર જોવા માંગુ છું..."
" ઠીક છે ચાલ.."
સુરેશ અને અવનીશ બંને હોસ્પિટલની બહાર નીકળે છે...
"હું મારી બાઇક લઈ લઉં છું.."
" હા... અવનીશ.. તું પાર્કિંગની બહાર આવ... હું બહાર ઉભો છું ...."
" હા..."
અવનીશ બાઈક લઈને બહાર આવે છે અને સુરેશ અને અવનીશ બંને અવનીશના ઘરે જવા માટે નીકળી જાય છે....
અવનીશ અને સુરેશ બંને અવનીશના ઘરે પહોંચે છે...અવનીશ ઘરનો લોક ખોલે છે અને ઘરમાં દાખલ થાય છે પણ સુરેશ દરવાજે ઉભા ઉભા જ ઘરનું અવલોકન કરે છે...
" સુરેશ .... આવ ને બહાર કેમ ઉભો છે ...? "
"હા , અવનીશ...."
સુરેશ ઘરમાં દાખલ થાય છે અને સુરેશ જેવો ઘરમાં પગ મૂકે છે તરત જ એની આસપાસ આસપાસ કોઈ ત્રીજું હોવાનો અનુભવ કરે છે ... પણ સુરેશ શાંતિથી એ ઘરના બંને રૂમનું અવલોકન કરે છે અને બંને રૂમમાં ફરી વળે છે
" સુરેશ .... શું લાગે છે ? આ ઘરમાં કંઈ છે ? "
" અવનીશ .. આપણે જઈએ ...? "
"હા સુરા... આમ બી આપણે જવું જોઈએ હર્ષા ને લોકો રાહ જોતા હશે... "
અવનીશ અને સુરેશ બંને ઘરની બહાર નીકળે છે અને અવનિશ ફરીથી ઘરને લોક મારે છે... બહાર જતા જતા સુરેશ બોલે છે..
"બાઈક હું ચલાવું ..? "
" હા ... કેમ નહીં..? "
સુરેશ બાઈક સ્ટાર્ટ કરે છે અને અવનીશ પાછળ બેસી જાય છે અને બંને નીકળી જાય છે
" અરે ... સુરા ...અહીંયા આ ચા ની દુકાને કેમ લઈને આવ્યો છે..."
" અરે કંઈ નહીં.....મારે વાત કરવી છે તારી સાથે... પણ તારા ઘરે કે પછી હોસ્પિટલમાં હર્ષાની સામે વાત થઈ શકે તેમ નથી...."
" પણ બાઈક પર વાત કરી લેત ...."
"અરે નહીં.... અવનીશ થોડી સિરિયસ વાત છે સમજ તું..."
" ઓકે સુરા.... બોલ પણ હર્ષા ને કંઈ નહીં થાય ને...? "
" તુ પહેલા મારી વાત ધ્યાનથી સાંભળીશ....? "
" ઓકે બોલ... "
" અવનીશ સૌથી પહેલા તો તારા ઘરમાં જે કંઈ પણ છે અથવા તો હર્ષા ની અંદર જે કંઈ પણ છે એ પહેલા નહોતું અથવા તો મૂળ તારા ઘરમાં નથી.... પણ કોઈ એવું વ્યક્તિ કે જેણે આ આકૃતિ છે ને તારી પાછળ મોકલી છે ...તને લેવા માટે મોકલી છે ..."
" પણ એવું કેવી રીતે શક્ય છે...? "
" શક્ય છે ....અવનીશ..... યાદ કર કે તારા ઘરમાં આ બધું સ્ટાર્ટ થયું એ પહેલા એવી કોઈ અજીબ વસ્તુ આવી છે કે જેના પર તને શક હોય...? "
" ના.... સુરેશ મને એવું કોઈ ખ્યાલ નથી .....આવા ખ્યાલ હર્ષા ને હોઈ શકે ..."
" પણ હર્ષા એવી કન્ડિશનમાં નથી કે આપણને વસ્તુ સુધી લઈ જઈ શકે..."
" તો હું શું કરું...? "
" એક કામ કર... અવનીશ... હું અને તુલસી મળીને એક રક્ષા સૂત્ર તમને બંનેને બાંધી આપીશું... બટ એ વધારે સમય એ આકૃતિને રોકી નહીં શકે ....તમારે બને એટલું જલ્દી તમારા ઘરની એ વસ્તુ શોધવાની છે કે જેની અંદર આકૃતિ વાસ કરે છે...."
" સુરેશ મને ખરેખર કંઈ ખ્યાલ નથી આવતો કે તું કહેવા શું માંગે છે..? "
" મતલબ કે અવનીશ તારે હર્ષાની મદદથી પણ એને ખબર ન પડવી જોઈએ એ રીતે ઘરની એક એક વસ્તુ છે એ તારે જોવાની છે અને એમાં તને કોઈ બી એવું લાગે છે કે અજીબ છે તો તારે મને કહેવાની છે તારે મારો કોન્ટેક્ટ કરવાનો છે...."
" પણ સુરેશ મને ખબર કેવી રીતે પડે કે આ જ વસ્તુમાં એ આકૃતિ વાસ કરે છે ..."
" અવનીશ ...હું તને જે રક્ષાસૂત્ર આપીશ એ તે વસ્તુનો સ્પર્શ કરવાથી કાળું પડી જશે..."
"હમ્મ "
શું અવનીશ એ વસ્તુ શોધી શકશે ? શું અવનીશ હર્ષાને બચાવી શકશે..? જુઓ આવતા અંકે.....