હકીકતનું સ્વપ્ન..!! - 19 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 19

પ્રકરણ 19 પ્રેમનો ઉભરો...!!

સાંજે અવનીશ હર્ષાને ઓફિસ પરથી લઈને આવે છે બંને સાથે રોજની જેમ હસી મજાક અને મુવીની મજા માણતા માણતા જ જમી લે છે અને અવનીશ ઓફિસ માટે નીકળી જાય છે.... અને આ બાજુ હર્ષા કામમાં વળગી રહે છે ...કામ પતાવી પોતે બેડ પર પોતાની ડાયરી લખવા માટે બેસી જાય છે....થોડી ક્ષણોમાં ડાયરી ટેબલ પર મૂકી હર્ષા નાઈટ લેમ્પ ઓન કરી અને લાઈટ ઓફ કરીને સુવાની તૈયારી દર્શાવે છે....અને આજે શું થશે એવા અનેક વિચારો વશ ઊંઘી જાય છે.....


******


સવારમાં 5:30 વાગ્યે હર્ષા ગરમ પાણી મૂકે છે અને બેડ સરખો કરવા લાગે છે.... ચહેરા પર કંઈક અલગ જ ખુશી છે અને વારંવાર ઘડિયાળમાં જોઈને અવનીશના આવવાની રાહ જુએ છે...થોડી ક્ષણોમાં ગરમ પાણી થતા પોતે નાહવા જાય છે...નાહી ધોઈને આવીને રસોડામાં ટિફિન બનાવવા લાગે છે ...જમવાનું તૈયાર થયા પછી ઘડિયાળમાં જુએ છે...તો 6:20 થયા છે એટલે થોડી ક્ષણ માટે બેડ પર બેસી જાય છે અને અવનિશની રાહ જુએ છે... એટલામાં જ પગનો અવાજ સાંભળીને હર્ષા દરવાજો ખોલે છે....

" હ...હર.. "

" આવી ગયા...? "

" અરે ગાંડી...તને કેવી રીતે ખબર પડી ગઈ ...? "

"પ્રેમ કર્યો છે ...! "

"હશે હવે...! આટલી વહેલા જાગી ગઈ અને તૈયાર પણ થઈ ગઈ... શું વાત છે ....કંઈ થયું તો નથી ને? "

" ના , હવે... મને શું થવાનું ...?

" અંદર આવવા દઈશ... ? "

" હા... હા... પાગલ..."

અને અવનીશ ઘરમાં દાખલ થાય છે... રસોઈ બનેલી જોઈને નવાઈ લાગે છે...

" શું વાત છે ...? ટિફિન પણ તૈયાર છે.... "

" હા , તો હોઈ જ ને ... "

" હું થોડીવાર સૂઈ જાઉં છું .... "

" તો હું શું કરું? "

" મેં થોડી કહ્યું હતું ...વહેલા તૈયાર થઈ જવાનું.... "

" હું થોડીવાર સૂઈ જઈશ.. પછી જઈશું ઓફિસે.... "

" હા સારું સુઈ જાવ... હું કચરું પોતું કરી નાખું... પણ ચેન્જ કરીને સુઈ જાવ... કપડાં ધોઈ નાખું... "

" પછી હવે ... "

" વાયડી.."

અવનીશ શર્ટના બટન ખોલીને બેડ પર સૂઈ જાય છે અને હર્ષા ઘરનું કામ કરવા લાગે છે....અવનીશ સૂતાં સૂતાં જ બૂમ પાડે છે...

"હર્ષા.... હર્ષા... "

" હા , બોલને... અવનીશ... "

" અહીંયા આવ..."

" હવે શું થયું..? "

" કંઈ નહીં તું આવ તો ખરી...!!"

હર્ષા કિચનમાંથી અવનીશ પાસે આવે છે...

" બોલ.. ! "

" નજીક આવ... "

" હવે શું થયું? "

" આવ ને યાર .... "

હર્ષા બેડ પર અવનીશ પાસે બેસીને ફરીથી પૂછે છે ....

" બોલ... "

" હવે , પહેલી વાત તો મને તારું એ લોજીક નથી સમજાતું કે તું મને ક્યારેક તું કહીને બોલાવે છે તો ક્યારેક તમે ... !! "

" અરે ... વાયડી... !! જે સમજવું હોય તે... "

" જો પાછું આવ્યું... ! "

" હવે કહેશો કે શા માટે બોલાવી... ? "

" તારો ગુસ્સો તો નાક ઉપર જ હોય ... નહિ... ? "

" ના , હવે... ગુસ્સો નથી... "

"તો શું છે ..? "

"બોલને યાર કામ અધૂરું છે હું કામ પતાવી લઉં..? "

અવનીશ હર્ષાનાં બંને ખભાં પકડી તેને પોતાની ઉપરથી બેડ પર સુવરાવી એનાં ઉપર ઊંધો સુઇ જાય છે... અચાનક પોતાની પર અવનીશને પોતાની ઉપર જોઈ હર્ષાનાં શ્વાસ તીવ્ર ગતિએ દોડવા લાગે છે અને અવનીશ આ ક્ષણ અનુભવી રહ્યો છે...

" મારો થાક દૂર નહીં કરે... ? "

" હા.. પણ દૂર કરવો છે કે વધારવો છે...? "

હર્ષા મંદ મંદ હસવા લાગે છે...

"હા...મહેનત તો મારે જ કરવાની..."

હર્ષા અવનીશને ચીડવવાં માટે હસવા લાગે છે... અને એ જ ક્ષણે અવનીશ પોતાનાં હોંઠોથી એ હાસ્યને પકડી લે છે..અને હર્ષા બુમ પાડવા માટે કોશિશ કરે છે...અને આખરે એ પણ અવનીશનાં પ્રેમમાં ડુભી જાય છે...અવનીશનો એક હાથ હર્ષાનાં કોમળ ચહેરા પર તો બીજો હાથ તેની લચીલી કમર પર ફરવા લાગે છે ... હર્ષા પણ ભાન ભુલી પોતાનાં બંને હાથોથી અવનીશનાં ચહેરા અને વાળને પંપાળવા લાગે છે અને એ યુગલ પ્રેમ ઘૂંટ માણી રહ્યા છે...


******


To be continue....

#hemali gohil "Ruh"

@ Rashu


શું એ રાત્રે કશું જ નહીં થયું હોય... ? શું અવનીશ અને હર્ષાનું દાંપત્યજીવન આમ જ સુખી રહેશે...? જુઓ આવતા અંકે....