પ્રકરણ 17 રહસ્યમય આકૃતિ..!!
અવનીશ અને હર્ષા બંને ગાર્ડનમાંથી બહાર નીકળી ઘર તરફ પોતાની બાઈક લઈને નીકળે છે ... થોડી ક્ષણમાં બંને ઘરે આવે છે... અવનીશ ફ્રેશ થઈને ચેન્જ કરે છે જ્યારે હર્ષા હાથ પગ ધોઈને જમવાનું તૈયાર કરવા લાગે છે પણ બંનેના મનમાં અઢળક પ્રશ્નો ચાલી રહ્યા છે કે શું આ ઘરમાં કોઈ અભિશાપ છે કે પછી તેમના દાંપત્ય જીવન પર કોઈ અભિશાપ છે કે પછી આ બધું માત્ર મનના વહેમ પૂરતું મર્યાદિત છે..... બંને પોતપોતાના કામમાં મશગુલ તો છે પણ સાથે સાથે બંનેના વિચારો અપાર ગતિથી દોડી રહ્યા છે....
" અવનીશ...અવનીશ.."
"હમ્મ.."
"સુઈ ગયા કે શું..?"
"હા યાર થાકી ગયો છું સૂતો જ નથી સરખું.."
" કંઈ નહિ..જમી લઈએ પહેલાં..પછી સુઈ જાવ.."
"હા..તું લાવ ને હું આવું..."
" હમ્મ.."
અવનીશ અને હર્ષા બંને સાથે જમવા બેસે છે... હા , આ વખતે બંનેના ચહેરા પર કંઈક અલગ જ ગંભીરતા છે ...જેમાં સાફ સાફ પ્રશ્નો દેખાઈ આવે છે પણ બંને ઇગ્નોર કરી મુવીમાં મશગુલ થઈ જાય છે...
જમ્યા પછી અવનીશ તરત જ સુવાની તૈયારી કરે છે.. અને હર્ષા કામ પર લાગી જાય છે.. હર્ષા પોતાનું કામ પતાવી ફ્રેશ થઈને સુવા માટે બેડ તરફ આવે છે... પણ , ત્યાં તો અવનીશ નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે કારણ કે અવનીશ ગઈકાલ સવારથી સૂતો જ નથી... હર્ષા પણ અવનીશ ને સુતેલો જોઈ કપાળ પર હાથ ફેરવી વહાલ ભર્યું ચુંબન આપે છે અને તેને બ્લેન્કેટ ઓઢાડી પોતે પણ નાઈટ લેમ્પ ઓન કરી અને લાઈટ ઓફ કરી અવનીશની બાજુમાં જઈ સુઈ જાય છે...
અચાનક રાત્રિના સમયે અવનીશ જાગી જાય છે તેનું ગળું એકાએક સુકાઈ રહ્યું છે એટલે અવનીશ હર્ષા ને જગાડે છે...
"હર્ષુ... હર્ષુ... "
" અવનીશ શું થયું? શું થયું ? "
" હર્ષુ... મારું ગળું સુકાય છે.... ખબર નહિ શું થાય છે મને? પ્લીઝ પાણી આપીશ .....મને જગમાં પણ પાણી નથી.... એટલે...??! "
"હા... વેઈટ ....આપું છું..... "
હર્ષા ઊભી થઈને પાણીનો ગ્લાસ ભરીને લાવે છે અને અવનીશ ને પાણી આપે છે અચાનક કોઈ અવાજ સંભળાય છે એ જ તીણો અવાજ..
" હર્ષા ....ક્યાં સુધી બચાવીશ તારા અવનીશ ને ... "
એ અવાજ સાંભળી હર્ષા ચોકી જાય છે અને રૂમમાં ચારેય તરફ જુએ છે અવનીશ પૂછે છે...
" શું થયું..? હર્ષા ... ?"
" કઈ નહી.... અવનિશ... મને એ અવાજ ફરીથી સંભળાયો... ! "
" શું ..? મને તો નથી સંભળાયું કશું જ... "
અવનીશ બેડ પર બેઠો છે હર્ષા તેની સામેની તરફ ઊભી છે અને અચાનક કાળા ધુમાડાથી રચાતી એક રહસ્યમય આકૃતિ અવનીશની નજરોમાં ચડે છે એટલે અવનીશ હર્ષા ને ખેંચી પોતાની બાજુમાં બેસાડી દે છે અને હવે એ આકૃતિ બંને જોઈ શકે છે આ વખતે અવનીશ પૂછી ઊઠે છે ....
" કોણ છે તું....? શા માટે આવી છે અહીંયા...? "
" તને લેવા માટે....!! "
" મને ... ? "
" હા , તને ... ? "
"શા માટે.. ? "
" એ જણાવવાનો સમય નથી મારી પાસે બસ અત્યારે તો એ જ સલાહ આપું છું કે મેં મુકેલો સોદો સ્વીકારી લે... હર્ષા ... "
હર્ષા બેડની બાજુમાં રહેલી સ્વીચ ઓન કરે છે અને એ રૂમમાં અંજવાળું થઈ આવે છે અને એકાએક એ આકૃતિ અદ્રશ્ય થઈ જાય છે.... અવનીશ ચિંતાતુર અવાજમાં બોલી ઊઠે છે
"શું થઈ રહ્યું છે આપણી જોડે ? કંઈ સમજમાં જ નથી આવતું કે શું ચાલે છે ? "
હર્ષા મક્કમ બનીને જવાબ આપે છે..
"અવનીશ... તમે ચિંતા ના કરો હું છું ને તમારી જોડે ..!! હું કંઈ જ નહીં થવા દઉં તમને...! "
" અને તું ..? તને કંઈ થશે તો હું શું કરીશ..? "
" મને પણ કંઈ નહીં થાય ચિંતા ના કરો... સુઈ જઈએ..? "
હર્ષા સ્વીચ ઓફ કરે છે બંને ફરીથી પોત પોતાની જગ્યાએ સૂઈ જાય છે પણ આ વખતે અવનીશનું મન શાંત નથી ઘણા બધા વિચારો દોડી રહ્યા છે અને હર્ષા પોતાના વિચારોને મક્કમ બનાવી મુશ્કેલીનો સામનો કરવા માટે થઈ મનોમન તૈયાર થઈ રહી છે....
To be continue...
#Hemali Gohil "Ruh"
@Rashu
શું અવનીશ અને હર્ષા મુશ્કેલીનો સામનો કરી શકશે...? કે પછી એ આકૃતિ અવનીશને મેળવી જશે..? જુઓ આવતા અંકે...