હકીકતનું સ્વપ્ન..!! - 16 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 16

પ્રકરણ 16 વાતોનું વંટોળ...!!

" અવનીશ શું વિચારી રહ્યો છે? હું કંઈક બોલું છું.... "

" હર્ષુ... એ જ કે જે હું તને રવિવારે પૂછવા માંગતો હતો પણ તે મને કહ્યું જ નહીં ...અને આજે તું મને સામેથી કે છે.... તો સારું ફિલ થાય છે કે તું મને શેર કરે છે.... અને પ્લીઝ તું મને શેર કરતી રેજે..... મારો એટલો હક છે કે હું તારા બધા જ સુખ અને દુઃખમાં ભાગીદાર બની શકું... "

" અવનીશ.... હક તો મેં તમને બધા જ આપ્યા છે... પણ હું નો'તી ઇચ્છતી કે તમે મારી સમસ્યાના લીધે દુઃખી રહો અને પ્લસ હું એ જ નથી જાણતી કે મારી જે મુશ્કેલી છે , મારી જે સમસ્યા છે એ ખરેખર હકીકત છે ..? શું એ વાસ્તવમાં છે કે પછી મિથ્યા છે..? હું નથી જાણતી..... બટ હવે મને લાગે છે કે મારે તમને આ વાત કરવી જોઈએ... "

" હા ,હર્ષા હું સાંભળીશ તારી દરેક વાતો સાંભળીશ..... બોલ આજે જે કંઈ મનમાં છે બધું જ બોલી જા ..... "

" અવ... અવનીશ... મેં તમને મારા સ્વપ્નની વાત કરેલી છે કે મને આવા સ્વપ્નો આવેલા છે.... મને આપણા ઘરના કિચનમાં કંઈ દેખાય છે ....કોઈ કાળો પડછાયો દેખાય છે ....કોઈ આકૃતિ દેખાય છે... "

" હા , હર્ષા તે મને વાત કરી હતી..."

" મને ખરેખર અવનીશ એવું લાગે છે કે આપણા ઘરમાં આપણા બે સિવાય ત્રીજું કોઈ છે એનો અનુભવ થાય છે મને .. "

" હા ... હર્ષા એવું તો મને પણ થોડું ઘણું લાગે છે પણ હું સાચું શું છે એ નથી જાણી શકતો? "

" મને બી એ જ પ્રોબ્લેમ છે કે ખરેખર શું સાચું છે... ? "

" હમ્મ "

" પણ ગઈકાલે તમે રાત્રે નહોતા ત્યારે મારી સાથે બનાવ બન્યો છે ... "

" શું થયું ...હર્ષા...? તુ ઠીક તો છે ને...? કંઈ થયું તો નથી ને..? શું થયું'તું તે મને તે મને અત્યાર સુધી કેમ નહીં કીધું? "

" અવનીશ... રિલેક્સ કહું છું .... અવનીશ.... "

હર્ષા અવનીશ ને ગઈકાલ રાત્રિની દરેક વાત માંડીને કરે છે અને અવનીશ ચિંતાતુર બની હર્ષાને સાંભળી રહે છે અવનીશ પણ એ મૂંઝવણમાં છે કે શું આ ખરેખર સાચું છે ? મિથ્યા છે ? વહેમ છે કે પછી ખરેખર હકીકત જ છે.... વર્ષાની વાત પૂરી થયા પછી બંને એકબીજાની સામે જોઈ રહે છે અને ક્ષણિક મૌન ધારણ કરે છે...

થોડી ક્ષણ પછી અવનીશ બોલી ઊઠે છે ...

" હર્ષા , તને શું લાગે છે..? આ સાચું હશે ..? "

" આઈ ડોન્ટ નો યાર ....બટ મને એવું લાગે છે કે આપણે સાવચેત રહેવું જોઈએ ....સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે.... કદાચ મારો વહેમ પણ હોઈ શકે છે.... પણ જ્યાં સુધી એ તમને નહીં દેખાય ત્યાં સુધી હું સત્ય નહીં માની શકું..... "

" સાચી વાત છે.... એ પણ છે જો ખરેખર એ સાચું છે તો મને કેમ નથી દેખાતું.... પણ હર્ષા...હવે હું તને એકલી નહિ રહેવા દઉં. .....હું નાઈટ શિફ્ટ નહીં કરું ....હું ના પાડી દઈશ ... "

" અવનીશ ...નહીં યાર.. પછી તમારી મેનેજરની પોસ્ટ જતી રહેશે..."

" હર્ષા. તારા માટે તો હું કંઈ પણ કરી ચૂકીશ... પણ તને નહીં છોડું કે પછી તને મુસીબતમાં એકલી નહીં મુકું....ના... નહીં થાય ... "

"અવનીશ.... તુ મારી ચિંતા નહીં કર.... મને તારી ચિંતા થાય છે કે એ તને નુકસાન ના પહોંચાડે .... "

" પણ હર્ષા એ મને નુકસાન પહોંચાડવા માટે પણ તને નુકસાન પહોંચાડશે.. "

" એ પણ છે યાર ... પણ મારા ખ્યાલથી આપણે પહેલા એ તપાસ કરવી જોઈએ કે આ સાચું છે કે ખોટું..? "

" રાઇટ "

" અને એના માટે મારે એટલું જ રહેવું પડશે... "

" જોઈએ યાર ... પણ મને તારી ચિંતા થાય છે.."

" કંઈ નહીં અવનીશ .... અત્યારે છોડો ઘરે જઈએ જમવાનું બનાવીએ...અને જમી લઈએ.."

"હા...યાર"


*********


To be continue...

#hemali gohil " Ruh "

@Rashu


શું અવનીશ અને હર્ષા તેની સમસ્યાનું સમાધાન કરી શકશે ? શું તેઓ સત્ય અને મિથ્યા વચ્ચેનો ભેદ ઉકેલી શકશે? જુઓ આવતા અંકે...