ઋણાનુબંધ Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ

અનામિકાને ઘણા સંઘર્ષો પછી ગવર્મેન્ટ જોબ તો મળી જાય છે પોતાના શહેરથી ખૂબ દૂર એક નાનકડા ગામડામાં અને નાનકડા આદિલની ચિંતા સાથે તે પોતાના શહેરને છોડીને ત્યાં રહેવા જાય છે.આરવ ને તો ખૂબ જ આનંદ થાય છે અને એ સ્વીકારી લે છે અને પોતાનું શહેર છોડીને પોતાનું બિઝનેસ છોડીને અનામિકા સાથે ગામમાં જ્યાં જોબ મળતી હોય છે ત્યાં અનામિકા અને તે ગામથી થોડે દૂર નાનકડા શહેરમાં લઈ જઈ ઘર વસાવે છે અને એકબીજાની જવાબદારી બખૂબીની નિભાવે છે ઈશ્વર દત્ત કૃપા સમજી સહર્ષ સ્વીકારી લે છે પોતાના વતનથી દૂર જઈ વસે છે અનામિકા ને ત્યાં ગમતું નથી તેનું શહેર તેનું ઘર તેના ઘરની બાજુમાં આવેલા કૃષ્ણ મંદિર આદિલને લઈ જતી બગીચો એ હીચકા એ રોડ બધુ ખૂબ જ યાદ આવે છે ક્યારેક તો રડી પડે છે અને ક્યારેક તો પોતાના મનને મનાવવાનો પ્રયત્ન કરે છે પણ આરવ તેને સમજાવેલી છે કે જો અનામિકા જ્યાં રોટલો ત્યાં ઓટલો અને તેને સાંત્વના આપે છે પણ આદિલની જવાબદારી નોકરી બધા મા આરવ તેને ખૂબ જ મદદરૂપ થાય છે કારણ કે આ દિલની ઉંમરે જ માત્ર બે વર્ષની જ હોય છે જ્યારે અનામતાને જોબ મળી હોય છે આટલા નાના આદિલને આરવ બખૂબી સંભાળી લે છે તો વળી અનામિકા ને પણ સંભાળી લે છે ક્યારેક રડતી છાની રાખે છે તો ક્યારેક નોકરીની જગ્યાએ થતા સંઘર્ષ અને જતું કરવાનું તેને સમજાવે છે આમ અનામીકા પોતાના જીવનમાં જાણે સેટ થઈ ગય હોઈ છે અને તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે હું કેટલી નસીબદાર છું કે મારા પુત્રના જન્મ બાદ મને ગવર્મેન્ટ જોબ મળી અને આરવનો આટલો સપોર્ટ મળ્યો હવે તો તે પોતાને દુનિયાની સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માનવા લાગી હોય છે અને તે પોતાની જાતને જાણે ધન્ય સમજવા લાગી હોય છે....


પણ કાળની ગતિ કેવી હોય છે તે કોણ જાણી શક્યું છે? એક સમય એવો આવે છે કે આરવ આદિલ અને અનામિકાને છોડીને અનંત યાત્રા પર જતો રહે છે જ્યારે આદિલની ઉંમર માત્ર પાંચ વર્ષ જ હોય છે અને અનામિકા તો તૂટી જાય છે જાણે તેના માથે તો આભ ફાટે છે આ દિલનો પાંચમો જન્મ દિવસ ધામધૂમથી ઉજવ્યો હોય છે ખૂબ જ સારી રીતે બંને એકબીજા સાથે સમય વ્યતીત કર્યો હોય છે અને આરવની ટૂંકી બીમારી બાદ અચાનક તેનું મૃત્યુ થઈ જાય છે અને એ ફાની દુનિયા છોડીને જતો રહે છે કે ત્યાંથી જનાર ક્યારેય ફરી પાછી મળી જ નથી શકવાના પણ અનામિકા ક્યારેક ક્યારેક આરવ માટે થઈને આ દુનિયાથી જવામાં તે પણ વિચારી લે છે પણ નાનકડા આદિલનું શું ?


અને અનામિકા પોતાની જાતને સંભાળે છે કે મારો આદિલ મારા માટે ભગવાને રચ્યો હશે કે આદિલનું મારા સિવાય આ દુનિયામાં છે કોણ? ક્યારેક તો વહેલી સવારે આવતા એક ઊંઘના જોકામાં પણ જાણે આરવ તેને બોલાવતો હોય તેઓ તેને ભાસ થાય છે અને તે ખૂબ જ રડે છે આ શું આ એક સપનું હતું અને હકીકત તો કંઈક અલગ જ હોય છે અનામિકા આરવના ગયા ના બે વર્ષ બાદ એ સ્વીકારી લે છે કે જન્મ મૃત્યુ તો નિશ્ચિત છે અને જીવન છે તે જીવવું જ પડશે પણ ઘણા બધા અનુભવોથી હવે અનામિકા ઘડાઈ જાય છે જીવનમાં આવતા કડવા ઘૂંટડા ઓ તે પી જાય છે અને તે એક મજબૂત વ્યક્તિ બનવા માટે થઈને પ્રયત્નશીલ રહે છે


અનામિકાના શહેરમાં હાલ વાવાઝોડું અને ભારે વરસાદની કહેર હોય છે ત્યારે તેના માતાનો ફોન આવે છે અને કહે છે કે બેટા તું જ્યાં જોબ કરે છે તે જ ગામમાં આપણા જુના પાડોશી ત્યાં જ રહેવા આવ્યા છે તો એમની સાથે વાત કરી લે આ એમના નંબર છે પણ અનામિકા તો એને ભૂતકાળમાં ખોવાઈ જાય છે કે જ્યારે અનામિકા બારમા ધોરણમાં હતી ત્યારે તેના પપ્પા એક નાનકડા શહેરમાં રહેવા જાય છે અને પોતાનો એક મકાન ખરીદે છે અને અનામિકા તથા તેનો પરિવાર જ્યાં તેના ઘરે રહેવા જાય છે ત્યાં બાજુઓના મકાનમાં જ એક ગામડેથી એક પરિવાર રહેવા આવ્યો હોય છે જેનું હાલમાં જ નોકરીનું સ્થળ ત્યાં મળ્યું હોય છે અનામિકાને એ લોકો સાથે બહુ જ ઘનિષ્ઠ સંબંધ બંધાઈ જાય છે અનામિકા તેઓને ભાઈ અને ભાભી થી બોલાવે છે અને તેનો નાનકડો આનંદ તેને યાદ આવી જાય છે કે 17 વર્ષની અનામિકા અને પોણા ત્રણ વર્ષનો આનંદ વચ્ચે એટલી ગાઢ આત્મીયતા બંધાઈ જાય છે કે બંને એક જ ડિશમાં જમે છે સાથે જ બહાર ફરવા જાય છે મેચિંગ કપડા પહેરે છે આનંદ ના પપ્પા આનંદ માટે કંઈ નાસ્તો લઈ આવે તો તે કહે છે કે મારી દીદી માટે કેમ ન લઈ આવ્યા અને સાથે જ બંને નાસ્તો કરે છે આનંદ પણ પોતાની દીદી ને મૂકીને ક્યારેય ખાતો નથી દીદી દીદી કરીને અનામિકાની આગળ પાછળ ઘુમિયા કરે છે એટલો તોફાની હોય છે કે તેની મમ્મી તો તેને અનામિકા પાસે મૂકી જાય છે કે લે બેન રાખતો તારા નાના ભાઈને આજે આ તોડ્યું આજે આ ફોડ્યું અરે આજે તો આ તોફાન કર્યું આજે તો આ પણ નાનો આનંદ અનામિકા પાસે જાય એટલે ડાહ્યો ડમરો થઈ જાય અને અનામિકા ની દરેક વાતનો તે સ્વીકાર કરે છે જો આનંદ હવે મમ્મીને હેરાન નહીં કરને ઓકે દીદી પણ કોલેજના ત્રીજા વર્ષમાં આવ્યા અને આનંદના પિતાની બીજા શહેરમાં બદલી થઈ જાય છે અને તેને દૂર જવાનું થાય છે આનંદ અને અનામીકાને છૂટું પડવું પડે છે સંજોગવશાત કોલેજ દરમિયાન અનામિકાના લગ્ન આરવ સાથે થાય છે અને એનો સંઘર્ષ શરૂ થાય છે


આજે કેટલાય વર્ષો પછી અનામિકા આનંદના મમ્મીને ફોન કરે છે કે જય કૃષ્ણ ભાભી હું અનામિકા ત્યારે અનામિકા નો અવાજ સાંભળીને આનંદના મમ્મી સહર્ષ પૂછે છે કે તું ક્યાં છે ?શું કરે છે? તારા હસબન્ડ શું કરે છે ?તારો બાબો કેવડો થયો? તારી જોબમાં કેવું ચાલે છે અને જ્યારે અનામિકા વાત સાંભળીને પોતાનું હૃદયની વાત કરે છે એનાથી ડૂસકું ભરાઈ જાય છે તે કહે છે કે ભાભી આરવને ગયા ને આજે બે વર્ષ થઈ ગયા ત્યારે સામેથી પણ અવાજ જાણે ભીનો થઈ ગયો હોય તેવું અનામિકા અનુભવે છે અને ત્યારે બંને વાત કરતા એકબીજાનો પરિચયમાં સાંભળે છે કે અનામિકા ની આ કન્ડિશનની તેઓને ખબર જ નથી તેઓ ખૂબ જ દુઃખી થયા છે પણ તે અનામિકાને કહે છે કે અનામિકા તું ચિંતા ન કરતી તે જેમ મારા આનંદને મોટો કર્યો તો ને એમ હું પણ તારા આદિલને મદદ કરીશ એને મારા દીકરાની જેમ રાખીશ તું કઈ પણ એની ચિંતા નહીં કરીશ ગમે ત્યારે કામ હોય ત્યારે તું મને બસ કહી શકે કહી દેજે તારી ભાભી છું. અને જેમ તારા માટે આનંદ હતો એમ અમારા માટે પણ આદિલ રહેશે.... અનામિકા ની આખો ભરાઈ જાય છે આ સાંભળીને... જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻