bnp news channel books and stories free download online pdf in Gujarati

Bnp ન્યુઝ ચેનલ

રીટા :હેલો હું છું કેમેરામેન ગીતા અને આજે આપણે....
વીરેન :મેડમ તમે કેમેરામેન નહીં રિપોર્ટર છો
રીટા :હા તો હું રિપોર્ટ રીટા આપ સૌનું સ્વાગત કરું છું બીજેપી ન્યુઝ ચેનલ પર
વિરેન: મેડમ આપણી ન્યુઝ ચેનલ નું નામ bnp ન્યુઝ ચેનલ છે
રીટા :હા તો હું આપ સૌનું સ્વાગત કરું છું b એન બી ન્યુઝ ચેનલ પર આમ તો વરસાદ જવાન ના જીવનમાં ખુશીઓ લાવી દે છે
વિરેન :મેડમ જવાન નહીં કિસાન ના જીવન માં
રીટા :હા તો આમ તો વરસાદ કિસાનના જીવનમાં ખુશીઓ લાવી દે છે પણ અતિશય વરસાદ તેનો પાક નષ્ટ કરી નાખે છે તો આજે આપણે વાત કરીશું શિયાળાના ઝેર વિશે
વિરેન મેડમ શિયાળાના શેર વિશે નહી વરસાદના કહેર વિશે
રીટા :હા તો આજે આપણે વાત કરીશું વરસાદના કહેર વિશે હમણાં જ અમને ખબર મળી છે કે મીઠાપુર ગામ ના કાનજીભાઈ નદીમાં કૂદી રહ્યા છે
વિરેન: મેડમ કાનજીભાઈ કુડી રહ્યા નથી ભીમજીભાઇ ડૂબી રહ્યા છે
રીટા :હા હમણાં જ અમને ખબર મળી છે કેમ મીઠાપુર ગામ ના ભીમજીભાઇ નદીમાં ડુબી રહ્યા છે તો તમને ડૂબતા કેવું લાગે છે તે આપણે જાણીશું ન્યુઝ રાઈટર સંધ્યા સાથે
વિરેન: મેડમ ન્યુઝ રાઇટર સંધ્યા નહીં ન્યુઝ રિપોર્ટર સંધ્યા
રીટા :હા તો ચાલો આપણે તેમની સાથે સંપર્ક તોડીએ
વીરેન :મેડમ સંપર્ક તોડીએ નહીં સંપર્ક જોડીએ
રીટા: હા તો ચાલો આપણે તેમની સાથે સંપર્ક જોડીએ હેલો હેલો સંધ્યા તમે મારો અવાજ સાંભળી શકો છો
સંધ્યા: (બોલવા પ્રયત્ન કરે છે પણ અવાજ નથી નીકળતો) હું....
એડવટાઈ vicks ki goli લો ખીચખીચ દૂર કરો
રીટા: હેલો સંધ્યા લાગે છે સંપર્ક લુંટી રહ્યો છે
વિરેન :મેડમ સંપર્ક લૂંટી નહીં તૂટી રહ્યો છે
સંધ્યા :નમસ્કાર મિત્રો હું ન્યુઝ રિપોર્ટર સંધ્યા કેમેરામેન મોહન સાથે
રોહન :મોહન નહી મેમ રોહન
સંધ્યા :હા તો હું ન્યુઝ રિપોર્ટર સંધ્યા કેમેરામેન રોહન સાથે અત્યારે મીઠાપુર ગામની નદી પાસે ઊભી છું અને અહીં ભીમજીભાઇ ડૂબી રહ્યા છે તો ચાલો આપણે તેમને પૂછીએ કે તેમને દુખતા કેવું લાગે છે
ભીમજીભાઈ: એ ન્યુઝ ચેનલ વાળા બેન હું સારો તો લાગું છું ને મારો ફોટો સારો તો આવે છે ને
રોહન :હા હા સારા જ લાગો છો પેલા અને ઈન્ટરવ્યુ આપી દ્યો બાકી અમારી ન્યૂઝ રિપોર્ટ અધૂરી રહી જાશે
ભીમજીભાઈ :અરે મારો કેટલાય વર્ષો નો સપનો હતો કે હું ટી.વી માં આવું આજે સપનું પૂરું થાય છે તો તમને પૂછ્યું પણ નહીં
સંધ્યા :હા હા તમે સારા જ લાગો છો પણ હવે કહો કે તમને ડૂબતા કેવું લાગે છે
ભીમજીભાઇ :મને એવું લાગે છે કે શ્વાસ સરખાયે ન લેવાતો હોય હાથ પગ દુખતા હોય અને આજુબાજુ પાણી જેવું હોય
ટ્રીંગ ટ્રીંગ ફોન નો અવાજ સંભળાય છે
રોહન: કોનો વાગે છે
ભીમજીભાઇ :એ ભાઈ મારો ફોન વાગે છે
રોહન :પણ પલ પાણીમાં પલળી જવાથી ફોન ખરાબ નથી થઈ જતો
ભીમજીભાઇ :એ આઓ નવો ફોન લીધો ને વોટર પ્રુફ એટલે
રોહન :અચ્છા કઈ કંપનીનો ફોન છે
સંધ્યા: મોહનભાઈ અત્યારે આ બધી વાતો કરવાનો સમય છે
રોહન :મોહન નહીં રોહન અને ફોન લેવામાં બહુ વટ છે ને સારો ફોન પણ નથી આવતો એટલે પૂછી ખીમજીભાઈ કઈ કંપનીનો ફોન છે
ભીમજીભાઇ :આ પેલો ગોપો નો ફોન છે
રોહન :ગોપો
સંધ્યા :ભીમજીભાઇ બોપો નહીં oppo
ભીમજીભાઇ: હા ઈજ oppo એક મિનિટ હવે મને વાત કરી લેવા દેવ મારી પત્ની નો ફોન છે હવે મને ડિસ્ટર્બ ન કરતા
ભીમજીભાઇ ની પત્ની રેખા: હેલો ટીવીમાં દેખાડે છે કે તમે નદીમાં ડુબી રહ્યા છો તો ફોનમાં તો કરતો કે નદીમાં તમે ડૂબો છો મને ફોન ન કરાય કેવા તું નથી કે હું ડૂબી જાઉં છું અને પાછા તો નવી સફેદ જોઈન્ટ કરી ગયા તો જૂની પેઢી જાવી તી ને હવે એમાં કેવા ડાઘા થશે હું કહી દઉં
એડવર્ટાઇઝ ઘડી પહેલે ઇસ્તમાલ કરે વિશ્વાસ કર
રેખા:એ ઘરેથી નીકળો ત્યારે ખબર કે નદીમાં ડુબવા નો છું તો જાત જ નહીં ને અને ડૂબતાં ટાણે યાદ આવે કે તને ફોન કરીને કહું કે હું ડૂબું છું
રેખા ટીવી ઉપર આવો છો તો ત્યારે તો જરાક મારી હારે સરખા એ વાત કરો જ્યારે હોય ત્યારે મને ખીજાતા જ હોય
ભીમજીભાઇ:તું ગુસ્સામાં આવે તેવી વાત કરાવે છે હાલ હવે ફોન મુક
રેખા :તો સામેથી ફોન કરજો તમે તમારા મોબાઈલમાં બેલેન્સ પણ નથી પુરાવી દેતા
ભીમજીભાઇ: એ હા મૂકું
રીટા :સંધ્યા રોહન ને કહો કે પિક્ચર સારું રહે પિક્ચર ક્લિયર નથી આવતું જરાક કેમેરા concentration વધારે મારા માટે
સંધ્યા :મોહનભાઈ જરાક એમનો ફોટો સારો લાગ્યો પિક્ચર ફિયર નથી આવતું
રોહન :મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારું નામ રોહન છે મોહન નહીં અને મેં ન્યુઝ ચેનલ વાળાઓને કેટલી વાર કીધું છે કેમ અને સારો એવો કેમેરા લઈદે પણ કોઈ મારી વાત સાંભળે જ ક્યાં છે
એડોટાઇ nikon કેમેરા ઇન્સાન દૂર હો યા નિયર આયેગા
સંધ્યા :ભીમજીભાઇ તો તમે અહીં જરા પાસે આવોને છે તમારો પિક્ચર આવે
ભીમજીભાઇ :બેન હું તરી શકતો હોત અને કિનારે આવી શકતો હોત તો આયા ડૂબત શું કામે
સંધ્યા :હા તમારી આ વાત પણ સાચી છે તો મોહનભાઈ તમે જ નદીમાં જઈને શૂટિંગ કરી લો ને
રોહન :મારું નામ રોહન છે કેટલી વાર કહું અને હું નદીમાં જાવ તો હું પણ ડૂબી ના જવું
સંધ્યા :તો હું શું કરું
સંધ્યા અને રોહન બંને ઝગડવા લાગે છે
રીટા :હેલો સંધ્યા લાગે છે સંપર્ક ખૂટી રહ્યો છે
વીરેન :મેડમ સંપર્ક ખોટી નહીં તૂટી રહ્યો છે તમને ન્યુઝ રિપોર્ટર બનાવ્યા જ કોને વારેવારે ભૂલી જાવ છો મારે તમને કેટલી વાર સુધારવા પડે છે એવું છે
રીટા :નરેનભાઈ તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકે
વિરેન :મારું નામ હિરેન છે?
રીટા: તો હિરેનભાઈ
વિરેન:એક મિનિટ તમારી સાથે રહીને હું પણ ભૂલી જવા માંગુ છું આઈ કાર્ડ જોતા મારું નામ વિરેન છે
રીટા: તમને તો તમારું નામ યાદ નથી રહેતું હું તમારી સાથે પછી વાત કરું છું હેલો સંધ્યા સંપર્ક છૂટી રહ્યો છે
વીરેન :મેડમ સંપર્ક છુટ્ટી નહીં ફૂટી રહ્યો છે
હા હેલો સંધ્યા સંપર્ક તૂટી રહ્યો છે હેલો હેલો
સંધ્યા :સંપર્ક કર્યો એના ઘરે પેલા મને અાની હારે ઝઘડો કરી લેવા દો
ભીમજીભાઇ: એ બેન હું મારા અંતિમ શ્વાસ લઉં છું મારી વાત સાંભળો
રોહન: તો ગણી લ્યો ને પછી કહી દેજો પણ પેલા મારે આ બેન સાથે હિસાબ ચૂકતો કરવો છે પછી વાત કરજો
ભીમજીભાઇ એ એ હું ડૂબી જાઉં છું
ભીમજીભાઇ નદીમાં ડૂબી જાય છે


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED