આધારસ્તંભ Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આધારસ્તંભ

બારીની બહાર વરસાદ નીહાળતી આરવી કંઈક વિચારી રહી હતી અને બહાર ગેલેરીમાં તેની માતા ગીતા કપડા ભેગા કરી રહી હતી અને બારીમાંથી વરસાદની નિહાળતી આરવીને જોઈ ને ઉદાસીમાં ખોવાઈ જાય છે અને વિચારે છે કે શું આ મારી જ આરવી છે જે હંમેશા હસતી મજાક મસ્તી કરતી ગીતો ગાતી ઊછળતી કૂદતી શું આ એ જ આરવી છે હે ભગવાન મારા થી કેવી મોટી ભૂલ થઈ ગઈ કે મેં આરવીને અત્યાચારો સહન કરવા કહી રાખ્યું અને આજે તે હયાત હોવા છતાં જાણે મારાથી દુર થઈ ગઈ છે હું શું કરું કે મને મારી પહેલા જેવી જ આરવી ફરીથી મળી જાય...
જ્યારે આ બાજુ આરવી ના મનમાં અવિરત વિચારો ચાલી રહ્યા હતા મારી શું ભૂલ હતી મેં એવું તે શું કોઈકને ખરાબ કર્યું હશે કે મારે આટલું બધું સહન કરવું પડ્યું અને એ પણ વગર કારણે સજા મળી શા માટે હું તેમનો વિરોધ ન કરી શકે શા માટે હું તેમની સાથે બદલો ન લઈ શકી શા માટે હું પ્રતિશોધની આગમાં.... અને અચાનક જ વિચારતા વિચારતા તેનો હાથ તેના ગાલ પર સ્પર્શ થાય છે અને તેને ભાન થાય છે કે હવે પહેલાં જેવા સુવાળા ગાલ હતા તે અત્યારે ખરબચડા બની ગયા છે અને હા હવે તો અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા પણ તે ડરે છે તેનાથી સૌથી વધારે જો કોઈ ડરતો હોય તો તે પોતે છે અને અચાનક જ આવી જોર જોરથી રડવા માંડે છે અને ગીતાબેન પોતાના કામમાં વ્યસ્તતાના કારણે પણ આરવી ના અવાજ ને સાંભળીને દોડી ને તેની પાસે આવીને તેને વળગી જાય છે અને તેને સાંત્વના આપે છે કે બસ દીકરા હવે બસ બધું જ દુઃખ તું ભૂલી જા ત્યારે માંડ માંડ આંસુઓ રોકી ડૂસકે ડૂસકે બસ એટલું જ બોલી શકે છે કે જોને મમ્મી મારું મોઢું તને ખબર છે હવે હું મારાથી જ ડરું છું બોલ હું શું કરું આના કરતા તો હું મરી... અને ગીતાબેન આરવી ના હોઠ પર પોતાના હાથ રાખી દે છે અને કહે છે કે બસ કર હવે આરવી ચૂપ થઈ જા ખબરદાર જો એવા શબ્દો ફરીથી ઉચાર્યા છે તો તુજ તો છે મારું સઘળું બસ એક તું જ તો છે શા માટે મને રડાવે છે દીકરા હું તને કઈ રીતે કહું કે તું મને કેટલી વહાલી છો અરે મોઢાની તો પ્લાસ્ટિક સર્જરી થઈ જશે અને કાલે જ આ અંગે મેં ડોક્ટર આશિકા સાથે પણ વાત કરી છે બધું જ બરાબર થઈ જશે બસ તુ થોડી હિંમત રાખ દીકરા તારા વગર મારા જીવનની કલ્પના ના વિચાર થી પણ હું તો કંપી ઉઠ્યું તું મારી સામે તો જો આ બધી ઘટના પછી કેટલી મજબૂત બની છુ દીકરા તારા માટે તો મને માફ કરી દે હું જ તારા જીવનમાં ખુશીઓ લાવવાના બહાને દુઃખના કૂવામાં ધકેલી રહી મારી આ ભૂલના કારણે તને આવડી મોટી સજા મળી એના માટે હું જ તારો અપરાધી છું તારા પિતાના અવસાન બાદ જ્યારે તું નાની હતી ત્યાર પછી પણ ઘણી વખત ડગી ગઇ છું પણ હું તારા માટે તો આ બધું કરું છું ને મેં વિચાર્યું હતું કે જીવનમાં તને ખૂબ સારો પરિવાર મળે પ્રતિષ્ઠા હોય માન-સન્માન હોય પણ મને શું ખબર હતી કે એ લોકો તો માત્ર પૈસાના લાલચે તારી સાથે લગ્ન કરી રહ્યા છે હું તને ખુશ જોવા ઈચ્છતી હતી અને મારા મૃત્યુ બાદ આ બધું જ તારું તો હતું ને પણ તેમના આવા ઉતાવળા નિર્ણયના કારણે તને એ દોજખમાં નાખવા ઇચ્છતા હતા એની મને કલ્પના પણ નહોતી બેટા તું જ છો મારા જીવનનો આધારસ્તંભ....
અને ગીતાબેન પણ જોર જોરથી રડવા માંડે છે.
(ઘણા સમય પહેલાની લખેલી આ વાર્તા છે દહેજના દૂષણ ની સામે આપણે આપણી માનવતા ભૂલી જઈએ છીએ અને કેટલી દીકરીઓ ને કૂવામાં ધકેલી દે છે પણ જો માતા-પિતા ઈચ્છે તો પોતાની દીકરીને બચાવી શકે છે શા માટે સમાજ માટે થઈને દીકરીઓને સહન કરવું હજી પણ સમાજમાં એવા ઘણા દુષણો છે જેનો આપણે વિરોધ કરવો જોઈએ.... જય શ્રી કૃષ્ણ 🙏