Ankita's confidence books and stories free download online pdf in Gujarati

અંકિતા નો આત્મવિશ્વાસ

આ વર્ષે એટલે કે 2021માં ધોરણ 11નું સત્ર શરૂઆતથી જ ખૂબ જ મોડું શરૂ થયું. વળી માસ પ્રમોશન અને એલ.સી. અને આ બધી કાગળની કાર્યવાહીમાં તો ઓફ લાઇન શિક્ષણ શરૂ થવામાં પણ ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો...
પણ અંકિતા તો પ્રથમ દિવસથી જ શાળાએ આવવા લાગી એટલે કે ઓફલાઈન શિક્ષણમાં . એ શાળાએ રોજ આવતી પણ ઓનલાઇન શિક્ષણમાં એ ક્યારેક જ જોડાઈ હશે.ઓફલાઈન શિક્ષણ દરમિયાન એક દિવસ પણ એવો નહીં હોય કે તે ન આવી હોય ખુબજ ડાહી સંસ્કારી અને દેખાવમાં કાઠારી અને મુખે સોહામણી અંકિતા હંમેશા હસતો તેનો ચહેરો જાણે સાક્ષાત માં દુર્ગા જ... વળી ભણવામાં શિસ્તમાં લેસનમાં અને તેના વર્ગ શિક્ષક ના કહેવામાં દરેક વાતમાં તે નિપુણ...
એક દિવસ શાળામાં જાહેરાત થઈ કે રમતગમતની સ્પર્ધા માં જે લોકોએ ભાગ લેવો હોય તે શાળાના વ્યાયામ ટીચરને પોતાનું નામ લખાવી દે. ધોરણ 11ના વર્ગખંડના શિક્ષકે બધી જ બાળાને પોતાની મનગમતી રમતમાં નામ લખાવા માટે પ્રોત્સાહિત કરી. તો ઘણી ખરી બાળાઓએ તેમાં ભાગ પણ લીધો. પણ જે તે સમયે અંકિતાએ નામ લખાવ્યું ન હતું.
બે દિવસ પછી ધોરણ 11 ના વર્ગ શિક્ષકે એક રમત ગમત નો કાર્યક્રમ પોતાના વર્ગખંડ પૂરતો સીમિત રાખેલો. જેમાં તે પોતે પણ દીકરીઓ સાથે સ્પર્ધામાં જોડાયા class 11 ની દીકરીઓ તો બસ આનંદિત થઈ ગઈ કે પહેલીવાર કોઈ શિક્ષક આવી રીતે બધા બાળકો સાથે ઓતપ્રોત થઈ અને રમત રમતા હશે. વર્ગ શિક્ષકે જોયું કે અંકિતા અને પ્રિયા બંને દોડમાં ખુબ જ સરસ દેખાવ કર્યો અને નંબર પણ લાવી તેથી વર્ગખંડમાં જય તેમણે તે બંને દીકરીઓને કહ્યું કે તમે લોકોએ શાળામાં જે રમત સ્પર્ધા માં નામ છે તેમાં કેમ નથી લખાવ્યું. તો જાહેરાત પ્રમાણે તમે બંને પણ ભાગ લઇ નામ લખાવી દો તો સારૂં પણ અંકિતા ન માની ત્યારે વર્ગ શિક્ષકે આગ્રહ કર્યો કે મારા માટે બસ એટલું જ કરવાનું છે ખાલી નામ લખાવી દો કારણકે વર્ગ શિક્ષકની કોઇપણ વાતને અંકિતા ક્યારેય ના પાડતી નહીં. હંમેશા તેમને માન આપતી અને હંમેશા તેમનો પડ્યો બોલ ઝીલી લેતી અને અંકિતા પોતાના વર્ગ શિક્ષક ના કહેવાથી રમત ની સ્પર્ધામાં પ્રિયા જોડે જઈને પોતાનું નામ લખાવે છે...
અને અંકિતા સ્પર્ધાઓમાં ભાગ લે છે એક નહીં પણ ચારથી પાંચ કોમ્પિટિશનમાં તે પોતાનું નામ લખાવે છે ગોડાફેક, ઊંચી કૂક ,દોડ આવી ઘણી બધી સ્પર્ધા માટે પોતાનું નામ લખાવે છે. અને ખૂબ જ મહેનત કરીને અંતે તાલુકા કક્ષાએ રમવા જવા માટે આમાંથી ત્રણ સ્પર્ધામાં સિલેક્ટ પણ થઈ જાય છે હવે તેના પર મોઢા પર તો એક અલગ જ ખુશી જોવા મળે છે. વર્ગખંડમાં તેના વર્ગ શિક્ષકની ખબર પડે છે અને તે પણ ખુશ થઈ જાય છે અંકિતાને ખુશીમાં. તાલુકા કક્ષાએ જવા માટે બેથી ત્રણ દિવસની જરૂર હોય છે અને અચાનક જ અંકિતા શાળાએ બે દિવસ આવતી નથી વર્ગ શિક્ષકને એમ કે બીમારીના વાયરા હશે તો આવી નહીં હોય. પણ બીજી દીકરીઓ શિક્ષકને કહે છે કે અંકિતા સ્પર્ધામાંથી પોતાનું નામ ખેંચી લીધું છે હવે તે તાલુકા કક્ષાએ રમવા જશે નહીં આ સાંભળીને વર્ગ શિક્ષકને ખૂબ જ આંચકો લાગે છે ત્રીજા દિવસે જ્યારે અંકિતા શાળાએ આવે છે ત્યારે વર્ગ શિક્ષક તેની બે દિવસ શા માટે ન આવે તેનું કારણ પૂછે છે અને સ્પર્ધામાં શા માટે નથી રહેવું એ પૂછે છે ત્યારે અંકિતા કરતા તેની આંખો ઘણું બધું કહી જાય છે તેના વર્ગ શિક્ષક તેને સમજાવે છે કે આવું મોક્કો ફરી ક્યારેય નહીં મળે પણ અંકિતા ટસમી મસ થતી નથી અને એક જ વાત કર અડગ રહે છે કે મારે કોઈ પણ સ્પર્ધામાં રહેવું જ નથી.
રિસેસ દરમિયાન વર્ગ શિક્ષકની અંકિતા ને એકાંતમાં પૂછે છે ત્યારે તે બસ માંડ એટલું બોલી શકે છે કે બેન મારા પપ્પાએ ના પાડી છે એટલે હવે હું ન રહી શકું શિક્ષક કહે છે કે કશો વાંધો નહીં તું નાસ્તો કરીલે.
પણ વર્ગ શિક્ષક પોતે જ નાસ્તો કરતા નથી અને સીધો જ મોબાઈલ હાથમાં લઈને અંકિતા ના નંબર પર કોલ કરે છે અને અંકિતા ના પપ્પા જ કોલ રીસીવ કરે છે વર્ગ શિક્ષક કહે છે કે અંકિતા રમત સ્પર્ધા માં ખુબ સારું દેખાવ કરે છે તો શા માટે તમે તેને સ્પર્ધામાં રહેવાની ના પાડો છો ત્યારે તેના પપ્પા દરમિયાન કહે છે કે બેન સમાજમાં વાતો થાય એટલા માટે મારી મારી દીકરીને એ સ્પર્ધામાં મોકલવી નથી ત્યારે વર્ગ શિક્ષક ખુબ સરસ એક વાત કરે છે કે
ભાઈ તમે કયા સમાજની વાત કરો છો કે જે ક્યારેય દુઃખ માં સાથ નથી આપતો અને સુખમાં વગર પૂછ્યે જોડાઈ જાય છે અને હંમેશા આપણા જીવનમાં દખલ કરે છે અને આપણે ક્યાં સમાજ માટે જીવવું છે આપણે તો આપણા બાળકો માટે જીવવાનું છે ને તમે દીકરીની ઈચ્છા પૂરી કરીદો એની ખુશી શેમાં છે એનું વિચારો આવનારા ભવિષ્યમાં બીજા ઘરે જ્યારે દીકરી જશે તો કોઈ જ ઇચ્છાઓ આપણે તેની પૂરી નહીં કરી શકીએ બસ એની જિંદગી જીવવા દો આ નવરાત્રી ઉપર એક બેન તમારી પાસે બસ એટલું જ માંગે છે કે અંકિતા ની ઈચ્છાને પૂરી કરવા દો ખૂબ મનાવવાથી અંતે અંકિતા ના પિતા હામી ભરે છે અને વાત પૂરી થતા જ વર્ગ શિક્ષક અંકિતાને સ્ટાફરૂમમાં બોલાવે છે અંકિતા જ્યારે શિક્ષક પાસે આવે છે ત્યારે વર્ગ શિક્ષક તેને કહે છે કે સ્પર્ધામાં પાછું તારું નામ લખાવી દેજે ત્યારે તે પૂછે છે ના બેન શું કામ એવું કરો છો મારે પપ્પા નહીં માને મારે સ્પર્ધામાં નથી રહેવું ત્યારે વર્ગ શિક્ષક કહે છે કે તારા પપ્પા એ જ હા પાડી છે એટલા માટે જ કહું છું અને અંકિતા અચંબિત થઈ જાય છે વર્ગ શિક્ષક બધી જ વાત કરે છે ત્યારે અંકિતા શિક્ષક નો હાથ પકડી ને તેમનો આભાર વ્યક્ત કરવા માટે શબ્દો જ શોધી નથી શકતી અને આંખોમાં ખુશીના આંસુ છલકાઈ જાય છે ત્યારે વર્ગ શિક્ષક કહે છે કે બસ હવે સ્પર્ધા માટે મહેનત શરૂ કરી દે.
તાલુકા કક્ષાએ અંકિતાને સ્પર્ધામાં જવાનું હોય છે ત્યારે તે પ્રિયા જોડે વર્ગ શિક્ષક પાસે આવે છે અને કહે છે કે બેન મને આશીર્વાદ આપો ત્યારે વર્ગ શિક્ષક કહે છે કે મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે અને તાલુકા કક્ષાએ અંકિતા ઊંચી કૂદ માં પ્રથમ આવે છે જ્યારે ગોળા ફેંકમાં અને દોડમાં દ્વિતીય અને તૃતીય આવે છે તરત જ તે પોતાના વર્ગ શિક્ષકને પોતાની ખુશી ની વાત ફોન દ્વારા જ વ્યક્ત કરે છે તેના વર્ગ શિક્ષક તેના માટે ખૂબ જ ખુશ હોય છે.. અંકિતા જ્યારે ઘરે જઈને પોતાના પરિવારમાં આ વાત કરે છે ત્યારે તેના મમ્મી ખૂબ જ ખુશ થઇ જાય છે.
અને જિલ્લાકક્ષાની રમતમાં ભાગ લેવા માટે અંકિતા ની સાથે તેના પપ્પા જાય છે અને અંકિતા તેમાં પણ પ્રથમ આવે છે અને પોતાની આ ખુશી તે પોતાના વર્ગ શિક્ષક સાથે સૌથી પહેલા શેર કરે છે તે ફોનમાં જણાવે છે કે બેન હું જિલ્લા કક્ષાએ પણ જીતી ગઈ છું.... આ છે અંકિતા નો આત્મવિશ્વાસ.
જય શ્રી કૃષ્ણ 🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED