વાસ્તવિક બનો ખોટો દંભ ન કરો Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાસ્તવિક બનો ખોટો દંભ ન કરો

આવતા મહિને નવરાત્રિની શરૂઆત થશે એટલે કે નોરતા શરૂ થશે દરેક ઘરે આની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે જેમકે માનો ગરબો કે માની ચુંદડી કે આરતી માટેના રોજના પ્રસાદની તૈયારીઓ અને ઘણા ખરા લોકો તેવો દંભ પણ કરશે કે હું આ નવ દિવસ માત્ર માની પૂજા કરું છું તેની ઉપાસના કરું છું... મારા માટે માં જગદંબા સર્વસ્વ છે ..પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓ સાથેનું વર્તન જોઇને ક્યારેકતો ગુસ્સો આવે છે અને મોટાભાગે હસવામાં કાઢી નાખું છું કારણ કે જે અનુભવું છું અને જે જોવું છું તેના આધારે તારણો તારવીને આ વાત કરું છું.... Bindu 🌺
મોટા સધ્ધર ખાનદાની કે રાજકારણી માણસો ના ઘરે હું અહીં દરેકને લાગુ પડે તેવું નથી કહેતી કે જે લોકોને લાગુ પડે છે તેમના માટે જ છે મારા આ વાક્યો ત્યાં એક વાર જોઈ લેવું કે તેના ઘરની સ્ત્રીઓ ની હાલત શું છે હું કોઈ નો વિરોધ નથી કરવા માંગતી પણ તેઓ ખરેખર તેમના ઘરની સ્ત્રીઓને માન-સન્માન જાળવવા માટેની તકેદારી રાખે છે જો એવું ન કરી શકતા હોય તો તેમને કોઈ પણ એવો હક નથી કે માં જગદંબાની પૂજા અર્ચના કરીને ખોટો દંભ કરવો મારું માનવું છે કે ભલે તમે નાસ્તિક હોય પણ જો તમે ઘરમાં રહેલી સ્ત્રીઓનો આદર માન સન્માન ન જાળવતાં હોય તો આવા દંભ પાછળ ખોટો તમારો સમય ન બગાડવો કે તમે કોઈ ઊંચા સ્થાન પર છો એવું મહેસુસ ન કરવું
ઘણી વખત તો આવા દંભી લોકો માટે પેલી કહેવત છે ને મુખમેં રામ બગલમેં છૂરી એ એકદમ સાચી ઠેરવે છે અરે બહાર કોઈને દેખાડવા માટે માં નું લોકેટ પહેરવાની કોઈ જ જરૂર નથી કે કોઈ જ આવશ્યકતા નથી પણ તમારા ઘરમાં જે સ્ત્રી છે તેને યોગ્ય રીતે માન સન્માન આપો તો પણ ઘણું છે શા માટે લોકો ખોટા દંભ પાછળ પોતાની જિંદગી કે જે અદ્વિતીય છે તેને વેડફે છે અને જિંદગીના અંત સમયમાં ખાટલામાં સળે છે શા માટે એક સ્ત્રી કે જે દિવસ રાત તમારી પડછાયાની જેમ રહે છે અને તમે તેના બદલામાં એક માન સન્માન પણ તેમને અર્પિત નથી કરી શકતા વળી મૂર્તિપૂજા પાછળ ખોટો દંભ કરો છો... Bindu 🌺
મેં તો ઘણા એવા માણસો પણ જોયા છે કે બહાર પોતાની જાતને મોટા સમાજ સેવક ગણાવે છે અને તેની હકીકત જાણીએ તો ખ્યાલ આવે છે કે તેમના ઘરની સ્ત્રીઓ માટે તો એક મોટા અપરાધી જ છે શું મળતું હશે આવા બેહરુપીયા ઓ ને કે નવરાત્રિ દરમિયાન મા ની પૂજા અર્ચના કરે અને દીકરીના અવતરણ પહેલાં જ તેની ભૃણ હત્યા કરે જે માની ચુંદડી પાછળ તમે હજારો ખર્ચો તેની કોઈ જ જરૂર નથી હા બની શકે તો તમારા ઘરમાં રહેલી સ્ત્રી માટે એક નાનકડી ભેટ પણ કાફી છે
હું માનું છું ત્યાં સુધી જ્યાં સુધી તમારા ઘરમાં સ્ત્રી ને યોગ્ય માન-સન્માન દરજ્જો નહીં મળે ત્યાં સુધી આર્થિક રીતે ભલે તમે ગમે તેટલા સધ્ધર હશો પણ માનસિક શાંતિ ક્યારેય નહીં મળે. હંમેશા ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મેં જોયા છે એવા મધ્યમવર્ગીય પરિવારો કે નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારો કે જેમના ઘરમાં તેમની સ્ત્રીઓને ખરેખર માન સન્માન અને આદર મળે છે અને ભલે ત્યાં આર્થિક રીતે સદ્ધર ન હોય પણ સૌ સાથે હળીમળીને આનંદથી રહે છે જે ઘરમાં સ્ત્રીઓ માટે માન સન્માન ન હોય તેવા ઘરો માટે તો શું કહેવું? કારણ કે આપણે નથી જાણતા એ ઈશ્વર જ્યારે દરેક જગ્યાએ પહોંચી શકવા માટે અક્ષમ હતો ત્યારે તેણે સ્ત્રી સ્વરૂપે એક માનું સર્જન કર્યું બસ તમે એ માં નું સન્માન કરો તેને આદર કરવો તો પણ તમારા માટે આ નવરાત્રિમાં પૂજા અર્ચના ન કરવાનું પણ પુણ્ય મળી રહેશે.દરેક સ્ત્રીઓ નો આદર કરો. વાસ્તવિક બનો ખોટો દંભ ન કરો...૨૩/૦૯
🙏જય શ્રી કૃષ્ણ 🙏