સ્ત્રી Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી

૨૯/૦૮/૨૦
આધુનિક યુગમાં હજુ પણ કેટલીક બાબતો અંગે પ્રશ્નો મૂંઝવે છે અને એ છે હજુ પણ સ્ત્રીઓના સ્થાન અંગેનો...સમાન દરજ્જાનો, કેમ સ્ત્રીઓના સ્થાન માટે થઈને લોકો પોતાની માનસિકતા બદલી શકતા નથી ? શા માટે હજુ પણ એટલી આઝાદી કે સ્વતંત્રતા સ્ત્રીઓ માટે નથી ?જો એકવાર ઈતિહાસમાં ડોકિયું કરીએ તો એવી ઘણી વીરાંગનાઓ એવી ઘણી બહાદુર મહિલાઓ કે એવી ઘણી મહાન વૈજ્ઞાનિક મહિલાઓ બની ચૂકી છે. અને એ પણ દરેક ક્ષેત્રમાં એવું નહીં કે કોઈ એક ક્ષેત્રમાં જ જે હાલ આપણી વચ્ચે નથી પણ આપણી વચ્ચે તેમના જે આવિષ્કારો છે તેમની જે બહાદુરીના કિસ્સાઓ છે કે તેમના અલગ વ્યક્તિત્વના જે કિસ્સાઓ છે તે હજુ પણ આપણી સાથે જ હોય તેવી રીતે અકબંધ છે Bindu 🌺
ઘણી ખરી એવી મહિલાઓ પણ છે કે જે પોતાના અથાગ સંઘર્ષ અને અથાગ પ્રયત્નો દ્વારા તેમના જીવન અંતર્ગત એવા કાર્યો કરે છે કે હજુ પણ આપણે માની જ ન શકીએ આવું ખરેખર એક સ્ત્રી જ કરી શકે પછી એ સમાજસેવિકા મધર ટેરેસા હોય કે પછી રાષ્ટ્રના માટે પોતાની જાન ન્યોછાવર કરનાર ઇન્દિરા ગાંધી હોય કે પછી અવકાશને અડનાર કલ્પના ચાવડા હોય સમાજની સ્ત્રી માટે બદલતા દ્રષ્ટિકોણ માટે આપણા લેખિકા સુધા મૂર્તિ પણ હોઈ શકે કે પછી સૌંદર્ય ક્ષેત્રે પોતાના નામને અને પોતાના રાષ્ટ્રનાં નામ સાથે ગૌરવ અનુભવનારા રીટા ફારીયા કે સુસ્મિતા સેન પણ હોઈ શકે આવી તો ઘણીખરી મહિલાઓ હશે કે જેમણે પોતાના નામ જ નહીં પણ રાષ્ટ્રના નામને પણ રોશન કર્યું છે પછી તે રમતગમત ક્ષેત્રે હોય વિજ્ઞાન ક્ષેત્રે હોય અવકાશ ક્ષેત્રે હોય કે કોઇપણ ક્ષેત્રે આમ છતાં પણ આપણા સમાજમાં અમુક લોકો પોતાની માનસિકતા હજી બદલી નથી શકતા આપણામાં પણ હજુ અમુક જ્ઞાતિઓ છોકરીઓ સાથે દુર્વ્યવહાર કરે છે તે સમાચાર પત્રો કે સોશિયલ મીડિયા દ્વારા જાણીએ ત્યારે ખૂબ જ આઘાત અનુભવીએ છીએ અને તેમાં પણ મોટાભાગે શિક્ષિત સમાજ પણ તેમાં સમાવિષ્ટ છે કે હજુ પણ પોતાની પરંપરા અને રૂઢિને આગળ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે Bindu 🌺
હું માનું છું ત્યાં સુધી એક સ્ત્રી જ એક સ્ત્રી ને જો ન સમજી શકે તો સમાજમાં બીજા કોઈને શું દોષ દેવો તમે કોઈ પણ ક્ષેત્રમાં જોશો તો દરેક ક્ષેત્રે અત્યારે સ્ત્રીઓ અગ્રસ્થાને હશે અને કોઈ કાર્યક્ષેત્રમાં આગળ આવવા માટે કોઈ પુરુષને જેટલી મહેનત કરવી પડે છે તેનાથી અનેક ગણી મહેનત અને સંઘર્ષ તો સ્ત્રીઓ કરે છે અને આગળ આવે છે કારણકે સ્ત્રીએ માત્ર જે તે ક્ષેત્રમાં જ આગળ આવવાનું નથી પણ પોતાના પરિવારની ગૃહકાર્ય ની દરેક બાબતોને શીખવું અને તો પણ જો એ પરણિત હશે તો પોતાના બાળકો પરિવાર ને અગ્રતા આપીને .તેમના ગમતા કાર્યક્ષેત્ર પ્રત્યેક કાર્ય કરવું ખૂબ જ કઠિન છે એક સ્ત્રી માટે ઘરની બહાર ના કાર્ય ક્ષેત્રમાં કાર્યરત રહેવું કારણ કે સ્ત્રીના જીવનમાં રોજબરોજના જીવનમાં પોતાના ગૃહસ્થ પ્રશ્નો કદાચ જ કોઈ પુરુષના જીવનમાં હશે અહીં પુરુષ વિરોધી વિચારશ્રેણી નથી ધરાવતી હું. હું સ્વીકારું છું કે પુરુષ માટે પણ એટલું કઠિન હોય છે તેમનો અંગત જીવન પણ હું અહીં સ્ત્રીઓ માટે જ જે કંઈ વાત કરું છું તે મારા અંગત અનુભવો અને આસપાસનાં વાતાવરણને લક્ષ્યમાં લઈને કરું છું કે આવા તો દિવસો દરમિયાન કેટલાય પ્રશ્નો હોય છે જે સ્ત્રીઓને ધ્યાનમાં રાખી અને તેના કાર્ય ક્ષેત્રમાં આગળ વધવું પડે છે માટે અહીં સ્ત્રીઓ ના કાર્યક્રમ માટે મહેનત ની સામે શ્રમ એ શબ્દનો ઉપયોગ કર્યો છે
હું જ્યારે અમુક એવા કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓને જોઉં છું ત્યારે પ્રશ્ન થાય છે કે મારા મનમાં કેટલું કઠણ થઈ રહેવું પડતું હશે એ સ્ત્રીને કે જેમને કંડકટર કે પોલીસ કે અન્ય કોઈ એવી કોઈ જોબમાં કે જ્યાં આજની પરિસ્થિતિને જોઇને ધ્યાનમાં રાખીને કહી શકાય કે નર્સ અને ડોક્ટર પણ ..આવતો ઘણાખરા કાર્યક્ષેત્રો હશે કે જેમાં સ્ત્રીઓ પોતાના કાર્યક્ષેત્રના આધારે પણ તેના અંગત જીવનને પણ એટલું જ પ્રાધાન્ય આપવું પડે છે અને અંગત જીવનને લગતા પરિવારના નાના બાળકોની સંભાળ ને લગતા અનેક મહત્વના પ્રશ્નો કે સ્ત્રીઓને વ્યવહારિક પણ રહેવું પડે છે...
હા આ બાબતથી હું ખૂબ જ વધારે પરેશાન રહું છું કે સમાજમાં સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં હશે તેને જ વ્યાવહારિક રીતે રહેવામાં અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવું પડતું હશે અને પોતાના સમાજની જવાબ ન આપી શકવા થી આવી વર્કિંગ વુમન માટે આ ખૂબ જ કપરી બાબત થશે કે પુરુષો હંમેશા પોતાના કાર્યક્ષેત્ર દરેક જગ્યાએ સારા કે નરસા પ્રસંગોમાં હાજર રહે છે તો સમાજના લોકો એવું ઇચ્છે છે કે સ્ત્રીઓએ પણ હાજર રહેવું જોઈએ સમાજના આવા વ્યવહારો માં પણ કોઈ એવું કેમ નથી વિચારતું કે કોઈ તેનું કાર્યક્ષેત્ર કેમ નથી જોતું કે કોઈ તેની મજબૂરી કેમ નથી જોઈ શકતું ક્યારેક તો લાગે છે કે આપણો સમાજ હજુ પણ ગાડરિયા પ્રવાહ જેવો જ છે હજુ પણ જેમ બધા જાય છે તેમ જ આપણી જવાનું પછી ભલેને બધા ખાડામાં પડે શા માટે આપણે તેમની સંવેદનાઓની સમજી નથી શકતા શા માટે આપણે તેના અંગત જીવનમાં ડોકિયું નથી કરતા શા માટે આપણે તેના બહાના બાજ ગણાવીએ છીએ અને શા માટે આપણે આપણા વિચારો તેના પર મુકવાની ઈચ્છા ધરાવીએ છીએ શા માટે આપણે આપણા એ નવો ચીલો નથ ચિતરતા કે શા માટે ઘણી બધી અપેક્ષાઓ આપણે જઈએ છીએ
ક્યારેક તો એવું લાગે છે કે જેટલું સ્ત્રીઓ સમાજ માટે પોતાના લોકો માટે કરે છે તેટલો સમાજ અને કુટુંબ તેની પાસે ઘણી ખરી અપેક્ષાઓ વધારે રાખે છે અને આવી અપેક્ષાઓ એટલી બધી વધી જાય છે કે દરેક અપેક્ષાઓ પર ખરી ન પણ ઊતરી શકે ને ત્યારે દરેક જગ્યાએ સ્ત્રીને જ કસુરવાર ઠેરવી દેવામાં આવે છે શા માટે માણસો એ નથી સમજી શકતા કે તે પણ એક માણસ જ છે કે કોઈ મશીન નથી કે તમે તેને તમારા મન મુજબ મરજી મુજબ વાપરો સ્વીચ ઓફ કરવી સ્વીચ ઓન કરવું
ઘણી વખત તો સમાજની કડવી વાસ્તવિકતા ..મારા માટે હાસ્યાસ્પદ નહીં પણ એક ગંભીર સ્વરૂપે જોવાય છે કે કોઈ પણ ઘરમાં દીકરો જુવાન થાય ત્યારે તેના માટે એક પત્ની શોધી લેવી જેથી ઘરનું કામ કરવા વાળી ની જરુર ન પડે પણ માણસો આવી માનસિકતા શા માટે રાખતા હશે... શું આવી વિચારસરણી પોતાની પુત્રી માટે ધરાવે છે?.......... સ્ત્રી ક્યારેય પુરુષની સમોવડી બનવા ઇચ્છતી નથી કારણ કે સ્ત્રીને ઈશ્વર કંઈક અલગ જ બનાવી છે અને તે પોતાના માં જ શ્રેષ્ઠ છે માટે સ્ત્રીઓનો આદર કરો અને બની શકે તો તેને સમજો
🙏જય શ્રી કૃષ્ણ 🙏