Prem ke vahem books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે વહેમ

પ્રેમ કે વહેમ...
સિદ્ધિ એક મહત્વકાંક્ષી યુવતી કે જે હંમેશા કંઈક બનવા ઇચ્છતી હતી નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર વિરાજ અને સિદ્ધિ બંને ભાઈ-બહેન આણંદની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણેલા ઘરની પરિસ્થિતિ જોઈએ તો એકદમ સાધારણ પણ સિદ્ધિની માતા લતા ખુબ જ ઉચ્ચ વિચારો ધરાવતી પોતાના સંતાનોને સારી શાળામાં ભણાવવા માટે પોતે બીજા બાળકોને પણ ટ્યુશન આપતી લતા અમદાવાદના શ્રીમંત પરિવારની એક દીકરી પણ સંજોગો વસાત પિતાના ધંધામાં ખોટ જતા સાધારણ પરિવારમાં જ સંબંધ નક્કી કરેલ લતા હંમેશા પોતાના કાર્યમાં જ કાર્યરત રહેતી બાળકોને ભણાવવા શાળાએ મોકલવા તૈયાર કરીને ઘરનુ સમગ્ર કામ દરેક બાબતમાં ખૂબ જ નિપૂણ...
ઘરમાં લતા ના સાસુ અને તેના પતિ... લતા ના મોટા નણંદ જે ગાંધીનગર રહેતા.
લતા સાસરે આવી ત્યારથી જ તેના સાસુ અને તેના પતિ હંમેશા તેને તિરસ્કાર ધૃણા અને નફરત થી જ જોતા પણ લતા હંમેશા ચૂપચાપ રહી બધુ સહન કરતી કારણકે તેના પિતાની જે પરિસ્થિતિ હતી તેને લઈને તે ખૂબ જ ચિંતિત હતી ઘણી વખત તેને વિચાર આવતો કે આ ઘર છોડીને ચાલી જાવ પણ સિદ્ધિ અને વિરાજની જોઈને તેનું સઘળું દુઃખ ભૂલી જતી ખુબજ શ્રીમંતાઈ માં ઉછરેલી લતા સાસરી દરેક દુઃખની જતું કરવાનું વિચારીને ઘણું ખરું સહન કરી લેતી અને સિદ્ધિ તેમજ વિરાજ માટે પોતે કરકસર કરીને પણ સારી શાળામાં શિક્ષણ આપવાના હેતુથી પોતે પોતાના સંઘર્ષમય જીવનમાં બધું સહન કરી લેવાની ભાવના ધરાવતી હતી નાનપણથી જ સિદ્ધિ પોતાની માતાના જીવનમાં જે જે મુશ્કેલીઓ પડી તે દરેકને બસ જોયા કરતી ખબર નહીં પણ કઈ રીતે અનુ સામનો કરવો એ વિચારતી પણ કંઇ કરી નથી શકતી
વિરાજ તો દાદી અને તેના પિતાનો ખુબજ લાડકવાયો હતો પણ સિદ્ધિ માટે એવું કશું જ નહોતું હંમેશા સીધી પ્રેમ માટે જાણે તરસી જ રહી ગઈ સિદ્ધિની માતા તો સિદ્ધિને અનહદ વહાલ કરતી પણ સિધ્ધિ ક્યારેક ઈચ્છતી કે પિતા પણ તેને એવું જ વહાલ કરે જેવું તે ની માતા કરે છે ક્લાસમાં જ્યારે સિદ્ધિ પ્રથમ નંબર આવતી ત્યારે ખુશીથી ઉછળતી વિચારતી કે આજે તો તેના પપ્પા એને વહાલથી ભેટશે અને કંઈક
આપશે હંમેશા પિતા અને દાદીના વહાલથી તો તે દૂર જ રહી. પણ તેની માતા સાથે થતું ઘરના અન્ય લોકોનું વર્તન હવે તેને એની માતા થી વધારે તેને નજીક લાવવા માંડ્યું. સિદ્ધિ પોતાની ઈચ્છાઓ પોતાના સ્વપ્નો શાળામાં વિતાવેલા દરેક પળ ની વાત તેની માતા સાથે Sher કરતી
જેમ જેમ સિદ્ધિ મોટી થવા માંડે છે તેમ તે તેના પિતા અને દાદી થી એક જ ઘરમાં રહેતા હોવા છતાં મનથી દૂર થઈ જાય છે કારણકે રોજેરોજની તેની માતા સાથે નો તે લોકોનો વ્યવહાર તેને હવે અણગમો લાગવા માંડે છે તે કોઈને કહી પણ નથી શકતી અને સહન કરવામાં કંઈ બાકી પણ નથી રાખતી તેમ છતાં પોતે ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી તે એક નિર્ણય લે છે કે હું ભણી ગણીને મારી માતાને મારી સાથે જ રાખીશ અને હું એના માટે થઈને કંઈક જરૂર બનીશ.
આમ ને આમ સિદ્ધિ ચૌદ-પંદર વર્ષની થઈ જાય છે પણ હવે નાની સિદ્ધી જેવી નથી રહી છે જે બાળપણમાં હંમેશા પિતાના પ્રેમને ઝંખતી દાદીના વ્હાલ ની અપેક્ષાઓ રાખતી હવે સિદ્ધિ માં ઘણું બધું પરિવર્તન આવવા માંડ્યુ હોય છે હવે બસ દિવસ ને રાત તે ભગવાનને એક જ પ્રાર્થના કરે છે કે હું ગમે તેમ કરીને મારી માતાને અહીંયાથી ખૂબ જ દૂર લઈ જાવ
ત્યારબાદ સિદ્ધિ ધોરણ 10માં ખૂબ સારા માર્ક સાથે સ્કૂલમાં first આવે છે. સિદ્ધિની આવી પ્રગતિ થી તેની માતા ખૂબ જ ખુશ થાય છે પણ ઘરમાં અન્ય સભ્યો ને જાણે કોઈ જ ખુશી નથી હોતી.લતા ઈચ્છે છે કે બધાને મોઢું મીઠું કરાવવા માટે તેના પિતા કંઈક કરે પણ બંને મા-દીકરીની આ ઈચ્છા તો અધૂરી જ જાણે રહી જાય છે ત્યાર પછી સિદ્ધિની ઈચ્છા અગિયારમા ધોરણમાં સાયન્સ રાખવાની હોય છે લતા જ્યારે સિદ્ધિના પિતાની જણાવે છે કે તેને અગિયારમાં સાયન્સ રાખવું છે ત્યારે તેના પિતા ખૂબ જ ગુસ્સે થઈ જાય છે કે મારી પાસે એવા ખોટા પૈસા છે નહીં અને એને ભણાવીને કરવું છે પણ શું એના કરતાં તો વિરાજ ઉપર ધ્યાન આપ જે દસમામાં 2 પ્રયત્ન બાદ પણ ફેલ થયેલો છે લતા પણ જીદ કરી નથી શકતી અને સિદ્ધિ અગિયારમા ધોરણમાં આર્ટસ વિષય સાથે જ આગળનું અભ્યાસ ચાલુ રાખે છે સાથે સાથે પ્રાથમિક ના બાળકોને પણ ટ્યૂશન આપે છે અને અને આમ તે કોલેજમાં પ્રવેશ લે છે કોલેજમાં પણ તેના ટ્યુશન નો ચાલુ જ હોય છે જેથી તે પોતાની માતા માટે કંઈક કરી શકે..
કોલેજના પહેલા દિવસે જ સિદ્ધિ પોતાનો ક્લાસ ભૂલી જાય છે અને આગળના ધોરણ ના વર્ગ માં જતી રહે છે અને આમ જ એની મુલાકાત થાય છે માનવ સાથે બંનેને પ્રથમ નજરનો જ જાણે પ્રેમ થઈ જાય છે. કોલેજના પૂર્ણ થયા બાદ બંને ઘણીવાર કેન્ટીનમાં સાથે મળે છે એકબીજાના પરિચય થતાં ખ્યાલ આવે છે બંને એક જ જ્ઞાતિના છે તે લોકોને હવે એવું લાગે છે એ ઘરમાંથી પણ પોતાના સંબંધો અંગે કોઈ વિરોધ નહિ દર્શાવે અને આમ કૉલેજના પુરા થતા બંને ઘણા બધા સપનાઓ જુએ છે બંને ખૂબ જ મહત્વકાંક્ષી હોય છે ઘણી ખરી બાબતોથી અજાણ સિદ્ધિ માટે માનવ એક દિશાસૂચન બની જાય છે સિદ્ધિ પોતે પ્રોફેસર થવા ઈચ્છતી હોય છે તેના માટે કેવી પરીક્ષાઓની તૈયારી કરવી આગળ શું અભ્યાસ કરવો આ દરેક બાબત અંગે માનવ તેને યોગ્ય સલાહ આપે છે અને ત્યાંની લાઇબ્રેરીમાં તેને મેમ્બર થવાનું કહે છે જેથી તે દરેક પુસ્તકો અંગે જાણી શકે અને આવનારી પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે આમ બંને પોતાની મહેનતના ગળાડૂબ હોય છે કોલેજના પૂર્ણ થયા પછી બંને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી જાય છે. પણ આ બાજુ સિદ્ધિ ના પિતા તેના માટે યોગ્ય મુરતિયાની શોધમાં હોય છે સીધી ડરતા ડરતા જ એની માતાને કહે છે કે તે માનવ વિશે તેના પિતાની જણાવે તેની માતાને પણ અજુગતું લાગે છે પણ સિદ્ધિની ખુશી માટે થઈને તે પોતાની વાત તેના પતિની જણાવે છે
શરૂઆતમાં તો સિદ્ધિના પિતા તેના ઉપર ખૂબ જ ગુસ્સો કરે છે પણ સિદ્ધિ એ પોતાની જ્ઞાતિમાં પાત્ર પસંદ કર્યું હોવાથી એ બાબતથી રાહત અનુભવે છે આ બાજુ માનવ પણ પોતાના માતા-પિતાને સિદ્ધિ અને તેના પરિવાર વિષે જણાવે છે બન્ને પરિવાર એકબીજાને મળવા ચોક્કસ સમય નિર્ધારિત કરે છે માનવ ના પિતા અગાઉથી જ સિદ્ધિ અને તેના પરિવાર વિશે અન્ય પાસેથી માહિતી એકઠી કરે છે... આ બાજુ સીધી ખૂબ જ ખુશ હોય છે કે તેના પિતાએ તેની પસંદગી ઉપર મહોર મારી પણ આગળ જતાં શું થશે કોને ખબર છે મળવા ના સમયે બન્ને પરિવાર જ્યારે સાથે મળે છે ત્યારે થોડા વાતચીતના અંતર્ગત જ સિદ્ધિના માતા-પિતાના વિચારો જાણીને માનવ ના પિતા કહે છે કે આ બંને ની કુંડળી મેળવવા થી નથી મળતી માટે આ સંબંધ ક્યારે ન થઈ શકે સિદ્ધિની માતા કહે છે કે કોઈ પણ ઉપાય શોધી ને આપણે કંઈક કરશું
પણ અગાઉથી જ નક્કી કરેલું હોય એ સંદર્ભમાં માનવ ના પિતા સિદ્ધિ અને તેના પિતાને અહીંથી જતા રહેવા માટે અનુરોધ કરે છે અને સિદ્ધિ ના પિતા ખૂબ જ ગુસ્સે થાય છે...
સિદ્ધિ જ્યારે માનવ ને ફોન કરે છે ત્યારે માનવ તેનો કોઈ ફોન રિસીવ નથી કરતો કે કોઈ મેસેજ પણ નથી આન્સર કરતો સીધી ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને વિચારે છે કે એક પ્રેમ માટે તો... અને તે પોતાના રૂમમાં પુરાઈ ને આ દુનિયા છોડી જવાનો મક્કમ નિર્ણય..........(આ મારી પ્રથમ મોટી વાર્તા હશે આજ સુધી તો ખૂબ જ ટૂંકી વાર્તાઓ જ લખું છું જુઓ યોગ્ય સૂચન હોય તો ચોક્કસ કરજો આપ સૌનો ખુબ ખુબ આભાર🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED