પહેલા વરસાદની એ પ્રથમ મુલાકાત bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલા વરસાદની એ પ્રથમ મુલાકાત

અમને જુદા થયા ને વરસો વીતી ગયા છતાંય એ સાથે વિતાવેલ ક્ષણો હજુય જીવંત હતી ,મને આજે પણ યાદ છે એ પહેલા વરસાદની સાથે અમારી પ્રથમ મુલાકાત...
હું રસ્તા પર થી પસાર થઈ રહી હતી ને અચાનક વરસાદ શરૂ થઈ ગયો, ભીંજાઈ ન જવાય તેથી લોકો આમતેમ ભાગવા લાગ્યા, કોઈ એ ઝાડ નીચે તો કોઈ દુકાન, મકાનો ની છત નીચે આશરો લેવા લાગ્યા, એટલામાં મારી અને સ્નેહની નજર મળી, અમે એકબીજા ને જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા, આમ ને આમ કેટલી ક્ષણો વીતી ગઈ અમને જ્યારે ભાન થઈ ત્યા સુધીમાં બન્ને ભીંજાઈ ગયા હતા બહાર વરસાદ થી અને અંદર પ્રેમ ના અનરાધાર પ્રવાહ થી, આગળનો રસ્તો અમે સાથે કાપ્યો અને વાત વાત માં ખબર પડી કે તે પણ મારી જ કમ્પની માં કામ કરે છે અને નવી નવી જોબ જોઇન કરી છે,
આજે તેનો પહેલો દિવસ હતો અને તે આ શહેર માં જોબ માટે આવ્યો હતો,પછી તો અમે રોજ સાથે આવતા જતા અને લન્ચ પણ સાથે જ લેતા,ક્યારેક હું ઘરેથી વધુ જમવાનુ લઈ જતી, તે પ્રેમથી જમતો અને કહેતો કે ઘરની યાદ તાજી થઈ ગઈ, એક દિવસ તેણે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને મે સહર્ષ સ્વીકાર કર્યો,એ દિવસો પણ કેટલા સુંદર હતા જે અમે એકબીજાના પ્રણય માં ઓતપ્રોત થઈ વીતાવતા, અને પછી સાથે ફરવા જવુ, શોપિંગ, મુવી એ અમારી દિનચર્યા નો ભાગ બની ગયો, ક્યારેક રજાના દિવસે હું એના ફ્લેટ પર જઈ તેને સફાઈ માં મદદરૂપ થતી તો ક્યારેક સ્નેહ અમારે ત્યા આવી બધા સાથે સમય વિતાવતો ઘરના સભ્ય જેવા સ્નેહને સૌને મારા સારા મિત્રનુ બિરુદ મળ્યુ હતુ,આમ ને આમ હસતા રમતા એક વરસ વીતી ગયુ,એક દિવસ અમે કેન્ટીનમાં લન્ચ કરી રહ્યા હતા ને તેના ઘેરથી ફોન આવ્યો કે તેને પિતાજી ને હાર્ટ એટેક આવ્યો છે અને હાલત ગંભીર છે, તેણે તાત્કાલિક ઘેર જવાની વાત કરી ,પરપ્રાંતિય હોવાથી હું તેને સ્ટેશન સુધી મૂકવા ગઈ,ટ્રેન માં બેસતી વખતે એકબીજા ને ફરી જલ્દી મળવાનુ વચન આપી અમે છૂટા પડ્યા મે રડતી આંખે તેને વિદાય આપી, પાછળથી ખબર પડી કે સ્નેહ ના પિતા હવે નથી રહ્યા તેથી ઘરનો મોટો દિકરો હોવાથી તમામ જવાબદારી ઓ તેને સર આવી પડી, શરૃઆતમાં અમારી ફોન પર વાતો થતી પણ જીવનની ઘટમાળમાં તે પણ સમય સાથે ઓછી થતી ગઈ, એક દિવસ તેનો ફોન આવ્યો અને મારી માફી માંગી તે કહેવા લાગ્યો કે મારા માથે માની ,નાના ભાઈ બહેન ની અને ઘર ની જવાબદારી હોય તને આપેલ વચન હું નહી નિભાવી શકુ,જો બની શકે તો મને માફ કરજે અને જીવન માં આગળ વધીજે, તને જીવન માં સારુ પાત્ર મળે, દરેક સુખ સુવિધાઓ થઈ તારુ જીવન સમૃદ્ધ બને,તને દરેક ખુશીઓ મળે એવી મારી શુભકામનાઓ આપી, જવાબ માં મે પણ તેને જીવન માં ખૂબ પ્રગતિ કરી,સુખી થઈ આગળ વધવાની શુભેચ્છાઓ આપી,જીવન માં ક્યારેય પણ જરૂર પડે એકબીજાન યાદ કરવા ની અને સમય આવ્યે ખડેપગે હાજર રહેવાની બાાંહધરી આપી અમે તે અંતીમ ચર્ચા નો અંત આપ્યો, જીવન સફર માં મળેલ બે અજાણ્યા આવી રીતે છૂટા પડ્યા અને વરસાદના એ અમી છાટણા તેમના સંબંધોના સાક્ષી બન્યા.

આજે હું ફરી એજ રસ્તા ઉપર થી પસાર થઈ રહી હતી અને મને તે સુખદ ક્ષણ યાદ આવી હું વિચાર મગ્ન ઉભી હતી જ હતી ને અચાનક વરસાદ શરૂ થઈ ગયો,હું એ સ્નેહ ના પ્રવાહ માં ભીંજાઈ જાવ તે પહેલા મારા પતિ એ બુમ પાડી કે જલ્દી ગાડી માં બેસ નહીંતર ભીંજાઈ જઈશ...

#shabdbhavna