શિવ ભક્ત શ્યામા bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવ ભક્ત શ્યામા

શ્યામા નાનપણ થી જ શિવજી ની ભક્ત. દરરોજ શિવાલય જઇને પૂજા,અર્ચના કરવી એ તેનો નિત્યક્રમ. ગમે ત્યા ભજન કિર્તન હોય એટલે શ્યામા ત્યા અચૂક હાજર હોય ,તેના શિવ ભજન જેટલા સુંદર એટલો જ સુંદર એનો રાગ,જેને સાંભળતા લોકો મંત્રમુગ્ધ થઈ જાય.જેથી જ્યા પણ સત્સંગનો કાર્યક્રમ હોય ત્યા શ્યામા ને આમંત્રણ હોય.બ્રાહ્મણ પરિવાર માં જન્મેલ હોવાથી ધર્મપરાયણ શ્યામા કોઈનેય ના ન પાડતી.શ્યામા હવે યુવાની ના ઉંબરે પ્રવેશી ચૂકી હતી, ને સારા ઘરો માંથી લગ્ન ની વાત આવવા માંડી હતી,પણ શ્યામા એમ કહી ચોખ્ખી ના પાડતી કે હું તો એ વ્યકિત સાથે પરણીશ જે મારી જેમ જ પાક્કો શિવ ભક્ત હોય નહીંતર આ જીવન કુંવારી રહીશ અને શિવજીની ભક્તિ કરીશ.આ જોઈ તેના માતા-પિતાને તેના ભાવિ ની ચિંતા થતી કે શ્યામા અમારી એકની એક દિકરી છે. અને જો તે ઇચ્છે તેવો વર નહી મળે તો?,અમારી તો હવે ઉંમર થઈ ,પછી જ્યારે અમે ન હોઈએ ત્યારબાદ શ્યામા નુ કોણ?,પણ શ્યામા હમેંશા
એમ કહી ન વાત તાળી દેતી કે જેેેેઓનું કોઈ ન હોય તેેેનો શિવશંભુુ, તે છે ત્યા સુધી મને કંઈજ નઈ થાય.
એક દિવસ શ્યામા ઘરના મંદિર માં શિવનુ ધ્યાન ધરી બેેેઠી હતી
ને 'ૐ નમ શિવાય:' ના જાપ કરી રહી હતી , તે એકદમ ધ્યાન માં લિન હતી કે અચાનક તેને ગેેબી અવાજ સંભળાયો, 'શ્યામા અરે ઓ શ્યામા' એટલે તેણીએ આંખો ખોલી ને જોયુ પણ આસપાસ કોઈ ન દેખાતા શ્યામા એ પૂછ્યું કોણ? એટલે સામે થી ઉત્તર મળ્યો કે, હુું શિવ તારી ભક્તિ થી હું ખૂબ જ પ્રસન્ન થયો છુું માંગ
તારે શુંં જોઈએ છે?. શ્યામા તો આ સાાંભળી અવાચક થઈ ગઈ અને ભાવુક થઈ ને બોલી હે પ્રભુ મને આ સંસાર નો કોઈ મોહ નથી, મારેે તો ફક્ત તમારી ભક્તિ અને શિવ ચરણો માં સ્થાન જોઈએ બીજ કંઈજ ન જોઈએ.આ સાાંભળી ભગવાન શિવ બોલ્યા છતાંય હું તારી ભક્તિ થી પ્રભાવિત છું માંગ તારે શુું જોઈએ છે? એટલે શ્યામા એ કહ્યું આમ તો મારે કંઈજ ન જોઈએ છતાંય તમે કહો છો તો સમય આવ્યે માાંગી લઈશ,એટલે ભગવાન શિવ બોલ્યા કેે હું વચન આપુ છું તુ જ્યારે પણ મને અંતર થી યાદ કરીશ હું તારી સમક્ષ હાજર થઇ ને તારી સાથે આમજ વાત કરીશ ,તનેે જયારે જરુર હોય મને બોલાવજે તથાસ્તુુ ,આટલુ કહી અવાજ બંધ થઈ ગયો, શ્યામા એ બે હાથ જોડ્યા તેની આંખો માં હર્ષ અશ્રુ આવી ગયા.
હવે તો શ્યામા પહેલા કરતાય વધુ ભક્તિમય બની ગઈ તે તો રોજ શિવ સાથે વાતો કરે ને ધન્યતા અનુભવે.એક દિવસ તેણીએ ભગવાન શિવ ને કહ્યું પ્રભુ તમે રોજ મારી સાથે વાત કરો છો પણ ક્યારેય મને દર્શન નથી આપતા.
એટલે ભગવાને હસીને કહ્યું મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જેઓ ની ઇચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી નથી,તેને ગમે એટલુ આપો તોય એને વધુ જ જોઈએ એની લાલચ ક્યારેય ઓછી ન થાય.
દિકરી એટલે કહું છું જે મળ્યુ એમાંજ સંતુષ્ટ રહો.,પણ શ્યામા આજે હઠ પકડી ને બેઠી હતી કે મારે તો આજે તમારા દર્શન કરવા જ છે.તમારા દર્શન થાય એટલે મારો જન્મારો સફળ થાય
ભગવાને શ્યામા ને ઘણી સમજાવી પણ તે એક ની બે ન થઈ.
તેણીએ હઠ પકડી કે આજે દર્શન આપો નહીંતર હું મારા પ્રાણ ત્યાગુ ,અને તમે મને જ્યારે વચન માંગવા કહ્યું ત્યારે મે કહ્યું હતું
કે સમય આવ્યે માંગી લઈશ તે સમય આજે આવી ગયો છે.
એટલે ભગવાન શિવ બોલ્યા હું વચનબંધ છું તેથી હું તારું બાકી રહેલ વરદાન તને આપીશ પણ તેનું જે પરિણામ આવશે તે તારે ભોગવવાનુ રહશે? આ સાંભળી શ્યામા ખુશ થઈ બોલી તમારા દર્શન થાય એ કાજે જે પરિણામ આવે તે મને મંજૂર છે. એટલે ભગવાન શિવ બોલ્યા તથાસ્તુ,અને એક ભંયકર ગર્જના સંભળાઈ ને એક સર્પ પ્રકટ થયો ને જોતજોતા માં તે સર્પે વિશાળકાય રૂપ ધારણ કર્યુ તેનુ મસ્તક બ્રહ્માંડ માં અને પુછં જમીન ઉપર આ જોઈ શ્યામા તો એટલી બધી ડરી ને હેબતાઈ ગઈ કે તેના શ્વાસ રૂંધાઈ ગયા અને જોતજોતામાં તે જમીન પર ફસડાઈ પડી અને તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું.
પણ શ્યામા સાચી શિવ ભક્ત હતી એટલે તેનો જીવ શિવ માં ભળી ગયો કહેવાય છે કે કર્મો કદી એળે ન જાય જેવા કર્મ કરો એવું ફળ પ્રાપ્ત થાય, શ્યામા ને પણ તેના કર્મ અનુસાર ફળ પ્રાપ્ત થયુ અને તે જન્મ-મરણ ના ચક્ર માંથી મુક્ત થઈ, તેણે શિવલોક માં સ્થાન મેળવ્યું...🙏

વાર્તાનો સાર = કુદરતે જે કંઈ આપ્યું તે
આપણા કર્મો ને આધિન હોય છે.
જે મળે એમાંજ ખુશ રહો
અતિશય લોભ એ પાપનુ મુળ છે...🙏
#shabdbhavna
(સમાપ્ત)