જીવન ગાથા bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

જીવન ગાથા

એકવાર સબજેલમાં વૃંદા દેસાઈ નામ ના એક ન્યુઝ રિપોર્ટર મહિલા કેદી પર રિસર્ચ કરવા આવ્યા તેમણે ઘણી બધી મહિલા કેદી ની મુલાકાત લીધી એને તેમાંથી અમુક મહિલા ની આપવીતી જાણવા ની કોશિશ કરી આ બધી મહિલા સારા ઘરની હતી છતાં ગુનેગાર તરીકે સજા ભોગવી રહીં હતી.
વૃંદા એ સૌથી પહેલાં સૌમ્યા શેઠ ને પૂછ્યું કે તે આટલા સારા ઘરની હતી છતાં કેમ આટલા વર્ષો થી સજા ભોગવી રહીં છે?
સૌમ્યા કહે નાનપણથી મારા ઘરમાં સ્ત્રીઓ ને બોલવાનો અધિકાર ન હતો પુરૂષ પ્રધાન સમાજમાં રહી ને ઘરની સ્ત્રી ઓ ને માથું ઉંચું કરીને જીવવાનો પણ હક નહીં મારી માં જયારે લગ્ન કરીનેે સાસરે આવી તો સાાસુુુએ ચોખ્ખી ભાષા માં કહીં દીધું કે
આવતા વર્ષે બાળક જોઈએ તે પણ દિકરો મારે તો કુળનો દીપક જોઈએ જો દિકરી આવી તો તેને લઈને તને તારા પિતાને ત્યા
મુુુકી આવીશું.
જોતજોતામાં મારી માં ને સારા દિવસો રહ્યા એટલે તે ખોળો ભરીને પિયર માં આવી ,જતી વખતે સાસુએ વહુને કાનમાં કહ્યું કે દિકરી આવે તો તારું મોઢું લઈને પાછી ન આવતી.
પછી તો મારો જન્મ થયો અને એ લોકો ને ખબર પડી કે દિકરી અવતારી છે એટલે કોઈ મને કે મારી માં ને જોવા પણ ન આવ્યુ આમ ને આમ છ મહિના વિત્યા પછી મારા નાના-નાની કહે કે દિકરી તો સાસરે જ શોભે જો એ લોકો લેવા ન આવે તો આપણે મૂકી આવીશું.
અમને માં દિકરી ને મુકવા આવ્યા તો મારા પરિવાર એ મને ને મારી માં ને અપનાવા ની ના પાડી દીધી પણ નાના એ બે હાથ જોડી ને આજીજી કરી એટલે અમને ઘરમાં રહેવા ની પરવાનગી તો મળી પણ પછી તો મારી માં ની હાલત નર્ક થી પણ બદતર થઈ ગઈ આખાં ઘર ના નોકરોને રજા આપી દેવામાં આવી બધા
કામ મારી માં એ એકલા હાથે કરવાના છતાંય તેને કયારેક વધ્યુ હોય તો જમવા મળે કયારેક ભુખ્યા રહેવું પડે દિવસો વીતતા હું મોટી થઈ ત્યા સુધીમાં મારી માં એ એક બીજા બાળક ને જન્મ આપ્યો તે દિકરો હતો એટલે તેને ખુબજ લાડકોડમાં ઉછેર્યો હું આ બધું જોઈ ને માં ને પૂછતી કે બધા ભાઈને કેમ વહાલ કરે છે
ને મને કેમ નથી કરતા માં તેની આંખો આવતા આંસુ લૂછી ને પ્રેમ થી મારા માથે હાથ ફેરવી ને કહેતી કે હું તો વહાલ કરું છું ને તને.
હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ બધું સમજતી ગઈ મને તે દિવસ હજુ પણ યાદ છે તે દિવસે ઘરના બધા જ સભ્યો એક લગ્ન પ્રસંગમાં ગયા હતા ને હું ઘરમાં એકલી હતી એકાએક મારા કાકા ઘરે આવ્યા તે નશા માં ધુત હતાં તેમને ચાલવાનું પણ ભાન ન હતું તે સીડી ચઢતાં પડી ગયા એટલે હું તેમને મદદ કરી ઉપર સુધી મુકવા ગઈ સીડી ચઢતી વખતે તેમનો હાથ મારા ખભા ઉપર હતો પછી તે હાથ ધીમે ધીમે મારી પીઠ ઉપર ફરવા લાગ્યો એટલે હું ઝબકી મેં કહ્યું કાકા તમે આ શું કરો છો હું તમારી દિકરી છું તમે
મારી ઉપર નજર બગાડી ?
એટલે કાકા એ હસીને કહ્યું કે તારો બાપ તને દિકરી નથી માનતો તો હું શું કામ માનુ ચુપચાપ હું જેમ કહું એમ કર નહીં તો તને ને તારી માં ને આ ઘરની બહાર કઢાવી નાખતા વાર નઈ લાગે એમ કહીં મને વધારે બાથમાં જકડી મેં ઘણી આજીજી કરી એમને કે મને છોડી દો પણ તેમને મારી પર કોઈ દયા ન આવી મને પલંગ પર નાખી તે મારી ઉપર.
મે મારો બચાવ કરવા આમતેમ ફાંફા માર્યા તો પલંગ ની બાજુ માં એક ધાતુની વસ્તુ પડી હતી તે મારા હાથ માં આવી ગઈ એટલે મેં તે મારા કાકાના માથા ઉપર મારી દીધી જેને લીધે હું તો બચી ગઈ પણ કાકા ને હેમરેજ થઈ ગયું તેમણે મરતા પહેલા પોલીસ ને જુબાની આપી કે મેં તેમને મારી નાખવા ની કોશિશ કરી ઘરના બધા લોકોએ પણ તેમની વાત માની.
હું કહેતી રહી કે મેં મારા બચાવ માટે તેમની ઉપર વાર કર્યો પણ બધા એ ભેગા મળી ને મને પોલીસ ને સોંપી દીધી મારી માં કરગરી પણ કોઈએ તેની એક વાત ન સાંભળી.
કોર્ટમાં પણ વકીલ સાહેબે રુપિયા માટે મને ગુનેગાર સાબિત કરી દીધી એટલે મને સજા થઈ અને તે હું ભોગવી રહીં છું.
આ સાંભળી વૃંદા ની આંખો માં ઝળઝળીયા આવી ગયાં
વૃંદા દેસાઈ એ સૌમ્યા ને ન્યાય અપાવવા પ્રયત્ન કરવા નું વચન આપ્યું...
(શબ્દ ભાવના)