ઈશ્વર ના દર્શન bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર ના દર્શન

આ વાર્તા એક સત્યઘટના પર આધારિત છે...
ફેબ્રુઆરી મહિના સુધી માં કોરોના વાયરસ નામની મહામારી ભારતમાં પગપેસારો કરી ચૂકી હતી.જે ભારતીય વિદેશ માં હતા તેમને કોરોના થી બચાવવા ભારત પાછાં લાવવાનો સરકારનો પ્રયાસ તો સફળ રહ્યો પણ તેમની સાથે અજાણતા કોરોના વાયરસ પણ ભારતમાં આવી ગયો અને લોકો નું જીવન બચાવવા માટે સરકારને લોકડાઉન કરવું પડયું.

જેને કારણે જે લોકો જયાં હતા ત્યા ફસાઈ ગયા કોઈ પોતાના ઘરમાં સુરક્ષીત હતું, તો કોઈ કામ અર્થે બહાર ગામ, કોઈ હોસ્ટેલમાં,તો કોઈ શ્રમજીવી મીલ કે કારખાનામાં ફસાઈ ગયા ,
તો કોઈ પોતાના વતન થી દૂર રોજગાર માટે આવ્યા હતા જે રોજ કમાઈને રોજ ખાતાં હતાં તેમની હાલત કફોડી થઈ ગઈ.

એવું જ એક દંપતી સૌરભ અને સુરભી પોતાના એકના એક દિકરા શુભ સાથે મહારાષ્ટ્ર ના એક ગામમાં થી રોજી રોટી મેળવવા અને બાળક નુ ભવિષ્ય બનાવવા સુરત આવ્યા હતા.
સૌરભ મીલ માં સુપરવાઇઝર હતો અને સુરભી નાના મોટા ગૃહઉદ્યોગ માં કામ કરીને બન્ને જણા બે છેડા ભેગા કરવા મથી રહ્યા હતા ને અચાનક લોકડાઉન થઈ ગયું એટલે બન્નેના કામ બંધ થઈ ગયા.

સૌરભે જે થોડી ઘણી બચાત કરી હતી તે રુપિયા અઠવાડિયા પહેલાં જ પોતાની માં ની સારવાર માટે વતન મોકલ્યા હતા એટલે ઘરમાં બહુજ ઓછા પૈસા હતા.
શરુઆત ના થોડા દિવસ જેમતેમ કરી ને કાઢયા પણ હવે રહેવું મુશ્કેલ થઈ ગયું ન તો ઘરમાં અનાજ હતું કે ન રુપિયા એટલે સૌરભ અને સુરભી એ વતન જવાનું વિચાર્યું.

વાહન વ્યવહાર તો બંધ હતો અને ટીકીટ માટે રુપિયા પણ નહીં
છતાંય અહીં રહીને ભૂખ્યા મરવા કરતાં તે લોકો એ ચાલતા વતન જવાનો નિર્ણય લીધો જે થોડાધાણા પૈસા હતા તે, કપડાં ,વધેલું ખાવાનું, પાણી વગેરે લઈને તે ત્રણેય ચાલતા થયા.
શરૂઆત માં તો રસ્તામાં ખાવા પીવાની મદદ મળતી હતી એટલે
એક દિવસ, બે દિવસ, એમ કરતા કરતા ચાર દિવસ તો કાઢી નાખ્યા.

પણ હવે રસ્તા સુમસામ હતા માથે કાળઝાળ ગરમી અને ખાવાનું, પીવાનું પાણી હવે ખુટી ગયું જે થોડાઘણા પૈસા લઈને
નિકળ્યા હતા તે પણ પુરા થઈ ગયા હવે તો કોઈ મદદ કરવા
વાળું એ ન હતું.
ચાલતા ચાલતા રસ્તામાં શુભ ના ચપ્પલ ટૂટી ગયા એટલે સૌરભે
પોતાના ચપ્પલ પહેરાવ્યા પણ શુભ ના પગ કરતા તે ધણા મોટા હતા તેથી સૌરભે શુભ ને ખભે બેસાડી ને ચાલવા લાગ્યો કરમની કઠણાઈ તો જુઓ કે હવે સુરભીના ચપ્પલ ટૂટી ગયા.
કાળા તાપમાં વગર ચપ્પલે ચાલવાથી સુરભી ના પગમાં દાઝીને
પરપોટા થઈ ગયા અને પાણી વગર તે લોકો ની હાલત કફોડી થઈ ગઈ.

હવે સુરભી થી ચલાતુ ન હતું એટલે તેણે આગળ જવાની ના પાડી તે લોકો એક ઝાડ નીચે આરામ કરવા માટે રોકાયા રાત પડી ગઈ હતી એટલે સવારમાં નીકળવાનું વિચારી તેઓ ત્યા જ સૂઈ ગયાં સવાર પડતા શુભે ખાવાનું માગ્યું પણ ખાવા માટે હોય તો આપે ને સૌરભે શુભ ને સમજાવ્યો કે આગળ જતાં ખાવાનું મળશે એટલે હું તને ખવડાવીશ એમ કહી શુભ ને ખભે બેસાડી ને ચાલવા લાગ્યા હવે સવાર ની બપોરે પડી રસ્તા જાણે આગ ની જેમ ધગધગતા હતા, ને સુરભી ના પગ પણ તેનો સાથ છોડવા માડયા, શુભ પણ બાળક હતું કયાં સુધી ભૂખ્યું રહે તે ખાવા માટે રડવા લાગ્યો.

હવે બન્નેની હીંમત જવાબ આપી ગઈ તેઓ એકબીજાને જોઈને
રડી પડયા હવે તો ભુખ્યા પેટે સામાન નો ભાર જીલવો પણ મુશ્કેલ થઈ ગયો.

સૌરભે વિચાર્યું કે આમ થોડું થોડું મરવા કરતાં તો એકવાર મરવું સારું એટલે તેણે જે રસ્સી થી સામાન બાંધ્યો હતો તે રસ્સી લઈને એક ઝાડ પર બાંધી ને સુરભી ને કહયું એકબાજુ તું ને શુભ લટકી જા ને બીજી બાજુ હું સુરભી તો આ સાંભળી ડરી ગઈ તે ધ્રુજવા લાગી સૌરભે તેને સમજાવી કે હવે આપણી પાસે મોત સિવાય બીજો કોઈ રસ્તો નથી ને તે છેલ્લી વાર વહાલથી સુરભી ને ભેટી પડ્યો અને બન્ને રડી પડયા.
રસ્સી નો એક છેડો શુભ ના ગળામાં ને બીજો છેડો સુરભીના
ગળામાં બાંધ્યો, ને બે છેડા ની વચ્ચેનો જે ભાગ હતો તેને ઝાડ પર ફેંકયો ,ને તે પોતે ઝાડ પર ચડી ગયો અને વચ્ચેનો રસ્સીનો
ભાગ પોતાના ગળામાં બાંધ્યો ને બીજી તરફ કૂદકો માર્યો એટલે આ તરફ સુરભી અને શુભ ઉપર ખેંચાયા.

આંખના પલકારામાં કોઈએ આવીને ત્રણેય ને પકડી લીધા સૌરભે જોયું તો સામે પોલીસ ના જવાનો ઉભા હતા. પોલીસે ત્રણેય ને નીચે ઉતાર્યા ને પૂછ્યું કે તમે શું કામ આવું પગલું ભર્યું ,એટલે સૌરભે પોતાની આપવીતી ટૂંકમાં કહી સંભળાવી.

પહેલાં તો પોલીસ ના જવાને પોતાની જીપ માં થી પાણી લઈને ત્રણેય ને પીવડાવ્યું થોડાં નાસ્તા ના પેકેટ હતા તે આપ્યા એટલે સુરભી એ શુભ ને ખવડાવ્યુ એને ખાતો જોઈને સુરભી અને સૌરભ ની આંખો માં આંસુ આવી ગયાં.

પેલા જવાને તેમને સાંત્વના આપી અને જીપ માં બેસાડ્યા,તેમને મહારાષ્ટ્ર ની હદ સુધી મુકીને ત્યા ના પોલીસને તેમનાં ઘર સુધી પહોચાડી દેવાની ભલામણ કરી, સૌરભ અને સુરભી ને તો જાણે પેલા પોલીસના જવાનો માં ઈશ્વર ના દર્શન થયા હોય તેમ બે હાથ જોડી ને કહ્યું કે આજે તમે ન આવ્યા હોત તો અમારા ત્રણેય માં થી કોઈ ન જીવતું હોત.

સૌરભે જવાનો ને કહ્યું ધન્ય છે તમારી જનેતા ને જેણે તમારી જેવા વીર ને જન્મ આપ્યો, ધન્ય છે ગુજરાત ,ધન્ય છે ભારત જેમાં તમારી જેવા જવાનો છે....

આ વાત સાચી છે આપડા પોલીસ જવાનો એ દેશ ની રક્ષા કાજે લોકડાઉન ના સમય માં મહત્વનો ભાગ ભજવ્યો છે તેમન સાથ , સહકાર અને માર્ગદર્શન થી આજે આપણું લોકડાઉન સફળ રહ્યું છે...
જય જવાન🙏જય કિસાન
જય હિન્દ