lagnina sambandho books and stories free download online pdf in Gujarati

લાગણી ના સબંધો

રચના એ ટાઈમ પાસ કરવા મોબાઈલ ઓન કર્યો તો તેની નજર મહોબ્બત. કોમ નામ ની એક એપ્લિકેશન પર પડી તે વિચાર માં પડી કે આવી પણ કોઈ એપ્લિકેશન હોતી હશે?
રચના ને જાણવા ની ઉત્સુકતા થઈ એટલે તેણે વધુ ઉંડાણ પુર્વક તપાસ કરી એટલે તેની સામે કેટલાક ઓપ્શન આવ્યા રચના તો એ જોઈને દંગ રહી ગઇ.
ઓપ્શન આ પ્રમાણે હતાં ભાઈ,બહેન, માતા, પિતા, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, સાસુ, સસરા દરેક ફેમીલી મેમ્બર રેન્ટ પર મળશે.
રચના તો આ જોઈને ગુસ્સામાં આવી ગઈ ને વિચારવા લાગી કે લોકો પૈસા માટે શું શું કામ કરતા થઈ ગયા છે સબંધો ને પણ ભાડે આપતા થઈ ગયા છે.
રચના એ નક્કી કર્યુ કે તે એ લોકો ને મળી ને જાણશે કે આ બધું શું કામ અને શા માટે કરે છે તેણે ગુગલ પર થી ત્યા નો કોન્ટેકટ નંબર અને એડ્રેસ શોધી કાઢ્યુ.
બીજા દિવસે સવાર સવારમાં તે મહોબ્બત. કોમ ની ઓફિસમાં પહોંચી ગઈ અને ત્યા નુ દ્રશ્ય જોઈને તો એ રીતસરની ચોંકી ગઈ ત્યા ઘણા બધા લોકો કોઈ ને કોઈ પાત્ર ને રેન્ટ પર બૂક કરવા આવ્યા હતા.
એ વિચારી રહી હતી કે કોને મળું અને શું કહું એટલા મા આશરે 25 વર્ષ ની આસપાસ નો એક યુવાન તેની પાસે આવ્યો અને પૂછ્યું મેમ તમારી શું જરુરીયાત છે ?
રચના એ કહ્યું હું આ કંપની ના બોસ ને મળવા માંગુ છું તે યુવકે
કહ્યું સોરી મેમ તમે અમારા બોસ ને તો નહિ મળી શકો પણ હા અમારા મેનેજર ને મળી શકો છો રચના એ મેનેજર ને મળવા ની હા કહીં એટલે તે યુવકે કહ્યુ મેમ તમે વેઇટીંગ એરીયા માં બેસો હું તમને થોડી વાર મા બોલાવું છું.
રચના બેસીને તેનો નંબર આવે તેની રાહ જોઈ રહીં હતી કે તેની નજર આજુબાજુ બેઠેલા લોકો ઉપર પડી એક સીનીયર સીટીઝન વ્યક્તિ પાસે આસરે 20-22વર્ષ નો યુવાન આવ્યો અને તેમને દાદાજી કહીં ને ભેટી પડ્યો તે દાદા પણ તેને જોઈ ને ખુશ થઈ બોલ્યા કે તારી બા તને જોવાની અને મળવા ની જીદ કરે છે એટલે દિકરા મારે અહીં આવવું પડયું તે યુવાન કહે અરે દાદાજી તેમા તમે શું કામ આવવાની તકલીફ કરી મને એક ફોન કર્યો હોત તો હું બા ને મળવા આવી ગયો હોત કોઈ વાંધો નહી હું આજે બપોરના સમયે આવું છું અને હા બપોરે તમારી સાથે જમવા નો છું દાદા ખુશ થઈ ને કહે ભલે દિકરા હું તારી બા ને જઈને કહું છું
રચના આ બધું જોઈ રહીં હતી કે પેલા યુવાન ની નજર અને રચના ની નજર એક થઈ એટલે રચના એ પૂછી લીધું કે આ તમારા દાદાજી હતાં ?
પેલા યુવાને હસીને કહ્યું કે ના તેમને લાગણી ની જરૂર છે ને હું પણ અનાથ છું થોડો બા-દાદી નો પ્રેમ મળી જાય છે અને કંપની મા થી પૈસા બીજું શું જોઈએ.હા પણ તેમનો પૌત્ર પણ મારી જેટલો જ છે તે અમેરિકામાં રહે છે પણ કયારેય મળવાનું તો શું ફોન પર વાત પણ નથી કરતો બા-દાદા ને પણ ખબર છે કે હું તેમનો પૌત્ર નથી છતાંય તે લોકો મને તેમનાં પૌત્ર ની જેમ પ્રેમ કરે છે.
એટલામાં રચના ને મેનેજર ની કેબીનમાં બોલવા માં આવી રચના એ અંદર જઈને પોતાનુ આવવા નું કારણ જણાવતા કહ્યું કે હું આવી તો હતી ઝગડો કરવા પણ તમારી ઓફિસમાં આવી ને મારી વિચારધારા બદલાય ગઈ પહેલાં મને થતું હતું કે લોકો પૈસા માટે કેવા કેવા બીઝનેસ કરે છે પણ અહીં નુ દ્રશ્ય જોયા પછી હું ભાવુક થઈ ગઈ તમારી ઓફિસમાં ભાડાં ના નહીં પણ લાગણી ના સબંધો છે.
મેનેજરે રચના નો આભાર વ્યકત કર્યો અને પૂછ્યું કે શું હું તમારું નામ જાણી શકું?
મારું નામ રચના પટેલ અને તમારું મીસ્ટર?રચના એ હસીને કહ્યું. મારું નામ આરવ જોષી આરવે પ્રત્યુતર આપતા કહ્યું.ઓકે તો હું હવે રજા લઉ રચના એ આરવને કહ્યું & sorry for disturbing અરે તમે sorry શું કામ કહો છો તમે આવ્યા અને
અમારા કામ ની પ્રસંશા કરી એટલું જ ઘણું છે અને હા હું તમને એક પ્રશ્ન પૂછી શકું આરવે નમ્રતા થી પૂછ્યું એટલે રચના એ કહ્યું હા પૂછો એટલે આરવ કહે કે શું તમે અમારી સાથે કામ કરવાનુ પસંદ કરશો?રચના ને શું જવાબ આપવો એ ખબર જ ના પડી
તેણે કહ્યું મને વિચારવાનો થોડો સમય આપો હું તમને કાલે જવાબ આપું no problem આરવે હસીને કહ્યું. રચના bye
કહીને બહાર નીકળી તો એક મોટી ઉંમરના બહેન પેલા યુવાન ને વિનંતી કરી રહ્યા હતા કે please તમે મને એક દિવસ માટે દિકરી ની વ્યવસ્થા કરી આપો મારા પતિ એમના છેલ્લા શ્ર્વાસ ગણી રહ્યા છે અને મારી દિકરી બહાર રહે છે તે પહોંચી શકે તેમ નથી હું તમારું અહેસાન જીવન ભર નહીં ભૂલું.
પણ મેમ અમારી પાસે હાલ માં એવું કોઈ પાત્ર નથી જે તમારી દિકરી બની શકે પેલા યુવાને અફસોસ વ્યકત કરતાં કહ્યું.
રચના આ બધું જોઈ રહીં હતી એટલે તરત જ કહ્યું કે હું એમની દિકરી બનવા માટે તૈયાર છું પેલા બહેન ની આંખોમાં ખુશી ના આંસુ આવી ગયાં રચના એ આંસુ લૂછી ને વહાલ થી તેમને ભેટી પડી તે આ જે ખૂબ ખુશ હતી મહોબ્બત. કોમ જોઈન્ટ કરી ને.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED