samarpan books and stories free download online pdf in Gujarati

સમર્પણ

ખબર ન હતી કે હવે શું થશે આંખો બંધ કરી ને ભગવાન નું નામ લીધું કે આ વખતે જે પણ છોકરો મને જોવા આવે તે સામે થી જ મને reject કરી નાખે નહીં તો દરેક વખત ની જેમ આવખતે
પણ મારી ના ને લીધે ઘરમાં બધા લોકો ને દુખ થશે મારે મમ્મી પપ્પા ને છોડી ને નથી જવું હું તેમની એક ની એક દિકરી હું સાસરે જતી રહીશ તો તેમનું ધ્યાન કોણ રાખશે મૈત્રી મનમાં આવું વિચારી રહી હતી કે doorbell વાગ્યો એટલે તેનાં મમ્મી એ દરવાજો ખોલ્યો તો તેમની સામે મિલન તેનાં મમ્મી પપ્પા અને પરાગભાઈ જે તેમને લઈને આવ્યા હતા અને જે મૈત્રી ના પપ્પા ના સારા મિત્ર હતા મૈત્રી ના મમ્મી શોભા બહેને આવકાર આપ્યો અને સૌએ બેઠક રુમમાં સ્થાન લીધુ પરાગભાઈ એ બધા ને એકબીજા ને પરીચય આપ્યો એટલા માં મૈૈત્રી નાસ્તા ની ટ્રે લઈને
આવી મિલન અને તેનાં મમ્મી પપ્પા તો મૈત્રી ને જોતા જ રહી ગયા મિલન ના મમ્મી બોલ્યા અરે શોભા બહેન તમારી દિકરી તો
પૂનમના ચન્દ્ર જેવી રૂપાળી છે પછી મૈત્રી એ બધા લોકો ના આશીર્વાદ લીધા અને સોફા ઉપર બેઠી તેની પાસે તેની સહેલી ઋતુ પણ હતી તેણે મૈત્રી ને ઈશારા થી કહ્યું કે મિલન ખૂબ handsome છે પછી પરાગભાઈ બોલ્યા કે આપણે એકબીજા ને પસંદ નથી કરવાના છોકરાઓ ને કરવાના છે તે બન્ને એકલા માં એકબીજા ને જે સવાલ-જવાબ પુછવા હોય તે પૂછી શકે છે એટલે શોભા બહેને ઋતુ ને કહયું કે મૈત્રી અને મિલનને ઉપર લઈ જા અને મિલનને મૈૈત્રી નો રુમ બતાવ.
ઋતુએ તરત હસીને કહ્યું કે ચાલો જીજુ હું તમને ઘર બતાવું એમ કહી ને બન્ને ને ઉપર લઈ ગઈ બન્ને એ એકબીજાને થોડાઘણા સવાલ-જવાબ કર્યા મિલને મૈત્રી ને કહ્યું કે તમે મને પસંદ છો જો તમારી હા હોય તો હું આ સબંધ માટે તૈયાર છું.
મિલન સુંદર અને આકર્ષક યુવાન હતો તેનું ફેમીલી બેકગ્રાઉન્ડ પણ સાારું હતું સમાજ માં સારું નામ હતું પોતાનો બીઝનેસ હતો અને સંંસ્કારી કુટુંબ હતું હવે મૈત્રી પાસે ના કહેવાનું કોઈ પણ બહાનું ના હતું આમપણ મૈૈત્રી ને મિલન પસંદ આવી ગયો હતો એટલે તેણે પણ હા કહીં છોકરાઓ નો જવાબ સાંભળી ઘરમાં આનંદ છવાઈ ગયો બધાંએ એકબીજા નું મોઢું મીઠુ કરાવ્યું અને જેમ બને તેમ જલ્દી સગાઈ ની તારીખ નક્કી કરવાની વાત કરી.
સગાઈ નો દિવસ આવી ગયો બન્ને ઘર સુખી સંપન્ન હતાં એટલે ધામધૂમ થી સગાઈ કરી મૈત્રી ને કંકુ પગલા કરવા પહેલીવાર
સાસરે જતી જોઈ તેના મમ્મી પપ્પા ની આંખો માં હર્ષ આંસુ આવી ગયાં.
આજે પહેલીવાર મૈત્રી અને મિલનને આટલો સમય સાથે પસાર કરવાની તક મળી મૈત્રી ઈચ્છતી હતી કે તે મિલન વિષે દરેક નાની મોટી વાત જાણે અને સમજે બન્ને બગીચામાં એકબીજા નો હાથ પકડી ને બેઠાં હતાં મિલન કહે મેં તને પહેલીવાર જોઈ ત્યારથી જ વિચારી લીધું હતું કે તને જ મારી જીવનસંગિની બનાવીશ
મૈત્રી એ હસીને કહ્યું કે જો મેં તમને reject કરી નાખ્યા હોત તો
? તો હું તને તારા ઘરે થી ઉઠાવીને લઈ જાતે મિલને હસીને કહ્યું ઓહ આટલી બધી હીંમત ? સાચું કહું મિલન મેં જયારે તમને
પહેલીવાર જોયા ત્યારથી હું પણ મારું દિલ ખોઈ બેઠી હતી
તમે મારો પહેલો પ્રેમ છે મૈત્રી એ શરમાઈને પાંપણો ઢળી દીધી
મિલને પોતાના બે હાથોમાં મૈત્રી નો ચહેરો લઈને તેનાં માથે ચુંબન કર્યું અને કહ્યું તું પણ મારો પહેલો પ્રેમ છે પછી તો બન્ને એક બીજામાં ઓતપ્રોત થઈ ને જીવવા લાગ્યા.
લગ્ન ની તારીખ નક્કી કરવામાં આવી મૈત્રી તો જાણે સ્વપ્ન ની નગરી માં વિહરવા લાગી લગ્ન માં શું પહેરવાનું ,ઘરેણાં કેટલા અને કેવાં, કપડાં નો કલર પણ બન્ને એ ભેગા મળી ને નક્કી કર્યો.
લગ્ન પછી હનીમૂન ઉપર કયાં જવાનું ત્યા કેટલા અને કેવાં કપડાં લઈને જવાનું તે પણ ફીક્સ થઈ ગયું હવે લગ્ન ને ફક્ત વીસ દિવસ ની વાર હતી ને અચાનક જાણે બન્ને પર આભ તૂટી પડ્યું એક કાર એકસીડન્ટમાં મિલન ના બન્ને પગમાં ઈજા થઈ જેને લીધે તેનાં પગ કામ કરતા બંધ થઈ ગયા હવે તેને જાતે ઉઠવા બેસવા માં તકલીફ થવા લાગી મિલન અને મૈત્રી ની ફેમીલી એ ડોક્ટર સાહેબ ને કહ્યું કે તમે ગમે તે કરો પણ મિલન ના બન્ને પગ
સારા થઈ જવા જોઈએ ડોક્ટર સાહેબ એ કહ્યું કે અમે બધા પ્રયત્નો કર્યા બાકી હવે ભગવાન ની મરજી તમે મિલન ને ઘેર
લઈ જાવ અને ફિઝીયોથેરાપી ની મદદ લો જો ઉપરવાળાની કૃપા હશે તો સૌ સારું થઇ જશે.
મિલનના મમ્મી પપ્પા મૈત્રી ના ઘેર પહોંચ્યા એટલે શોભા બહેને
આવકાર આપ્યો અને અચાનક આવવાનું કારણ પુછ્યું એટલે
મિલન ના મમ્મી બોલ્યા શોભા બહેન તમારી દિકરી ને મેં હમેશા મારી દિકરી જ ગણી છે ને હવે અમે નથી ઈચ્છતા કે આમારા દિકરા માટે આવી વહાલી દીકરી નું જીવન ખરાબ થઈ જાય એટલે અમે આ લગ્ન કરવા તૈયાર નથી મૈત્રી આ બધું જોઈ રહીં
તે કહે કે ઉપરવાળા એ અમને મેળવ્યા છે તો અમારું સારું નરસું પણ તે જ વિચારશે હું મન થી મિલન ને વરી ચુકી છું લગ્ન કરીશ તો મિલન સાથે નહીં તો જીવનભર કુંવારી રહીશ.
બધા લોકોએ તેને ઘણી સમજાવી પણ તે ના માંની મૈત્રી એ કહ્યું
જો મિલનની જગ્યા પર તેની સાથે આવી ઘટના બની હોત તો શું મિલન મને છોડી દેત?
તેની વાત સાંભળી બધા તેની જીદ આગળ ઝુકી ગયા પણ મિલનને કોણ સમજાવે તે આ લગ્ન કરવા તૈયાર નથી મિલન ના મમ્મી બોલ્યા. મૈત્રી એ કહ્યું તેને હું સમજાવીશ.
મિલનેમૈત્રી ને સ્પષ્ટ કહ્યું કે હવે આપણા લગ્ન નહીં થાય હું તારી જીંદગી બરબાદ કરવા નથી માંગતો મૈત્રી એ કહ્યું તું ઈચ્છે છે કે હું જીવતી લાશ બનીને જીવન વ્યતિત કરું?અરે આવું કેમ બોલે છે મૈત્રી હું તો તને સુખી જોવા ઇચ્છુ છુ એટલે લગ્ન કરવાની
ના કહું છું મૈત્રી એ કહ્યું અરે પાગલ મારું સુખ તો તારી સાથે છે હવે તો જીવું તો તારી સાથે આ લગ્ન નહીં થાય તોહું મારું જીવન ટુંકાવી દઇશ મૈત્રી ની આંખો માં આટલો બધો પ્રેમ અને વિશ્વાસ જોઈને મિલન નું મન પણ પીગળી ગયું બન્ને એકબીજા ને ભેટી
પડ્યા.
પછી તો મુહૂર્ત પ્રમાણે લગ્ન લેવાયા મૈત્રી એ મિલન ની સારવાર માં કોઈપણ પ્રકાર ની કસર છોડી નહીં જોતજોતામાં મિલન
પોતાના બન્ને પગે ચાલતો થઈ ગયો મૈત્રી એ પોતાના પ્રેમ અને સમર્પણ થી મિલન નું જીવન સુધાર્યું...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED