કહાની bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કહાની

સોહમને નવી નવી સરકારી નોકરી મળી હતી પણ પોતાના ઘરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં તેની સરકારી શાળાના શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી એટલે સોહમને પહાડી વિસ્તારમાં જવાનું થયું.
સોહમ ને કુદરતી વાતાવરણ બહું ગમે એટલે ત્યા ના પહાડોની સુંદરતા જોઈને સોહમ તો ખુશ થઈ ગયો તે જે સ્કૂલમાં ભણાવતો હતો ત્યા આદિવાસી અને પછાત વર્ગના બાળકો આવતા, તેઓને શિક્ષણ આપવા માટે તે ખૂબ જ મહેનત કરતો અને દરેક બાળકો ને ભેદભાવ વગર પોતાના માની ભણાવતો. અને દરેક ને કહ્યું હતું કે ન સમજ પડે તો ગમે ત્યારે મારા ઘરે આવી ને શીખી શકે છે.

પાંચ થી છ મહિનામાં તો સોહમ દરેક બાળકો નો પ્રિય શિક્ષક બની ગયો, હવે તો બાળકો ની સાથે તેમના માતા પિતા પણ સોહમ ને ખૂબ પ્રેમ અને સન્માન આપતા. એ ગામમાં લગભગ દરેક સ્ત્રી અને પુરુષ અભણ હતા એટલે સોહમે વિચાર્યું કે જો હું શાળા પછીના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ આપવા જાઉં તો ત્યા ના લોકો થોડું ઘણું વાંચતા લખતા શીખી જાય, આ બાબતે તેણે સ્કુલ ના આચાર્ય શ્રી ને વાત કરી પોતાનો વિચાર તેમની સમક્ષ રજુ કર્યો, આચાર્ય તો સોહમ ની વાત સાંભળી ખુશ થઈ ગયા અને પટાવાળાને બોલાવી ને કહ્યું કે સોહમ સર ને
આ કામમાં કોઈ પણ તકલીફ હોય તો મદદ કરે.

જોતજોતામાં સોહમ ફ્રી ટાઈમ માં ગામના ચોરે નાની એવી શાળા ઉભી કરી ને બધા ને ભણાવા લાગ્યો. તેના સરળ સ્વભાવ ને કારણે નાના મોટા, સ્ત્રી, પુરૂષ દરેક તેની શાળા માં આવવા લાગ્યા.

તેમાં એક સુચી નામની અઢાર વર્ષની આસપાસ ની એક યુવતી પણ ભણવા આવતી. સુચી જેટલી દેખાવે સુંદર એટલી જ હોશિયાર.થોડા સમયમાં તો તે ઘણુંબધું શીખી ગઈ. હવે સોહમ પણ બીજા ને ભણાવવા માટે તેને સાથે રાખવા લાગ્યો. તે સોહમ ને દરેક કાર્ય માં મદદ કરતી અને પોતે પણ ભણતી, જો સમજ ન પડે તો કયારેક સોહમ ના ઘેર જઈને શીખી આવતી.
હવે સોહમ ને પણ સુચી સાથે સમય પસાર કરવાનું ગમવા લાગ્યું, ને સુચી ને તો પહેલાથી જ સોહમ ગમી ગયો હતો એટલે તો તેણે ભણવાનું શરૂ કર્યું હતું. એકવાર સોહમે તક જોઈને સુચી ને કહીં દીધી કે હું તને પ્રેમ કરું છુ. સુચી તો જાણે આ સમય ની રાહ જોતી હતી તેણે તરત સોહમ ના પ્રેમ ને સ્વીકારી લીધો.

હવે તો બન્ને હાથ માં હાથ નાખીને ફરતા, કલાકો સુધી નદી કિનારે બેસીને વાતો કરતા, એકબીજા સાથે જીવન ભર રહેવાના સપના જોતા.સોહમે સુચી ને કહ્યુ કે હું આ વખતે રજા માં ઘેર જઈશ ત્યારે આપણા લગ્ન ની વાત કરીશ. સુચી કહે હું પહાડી છોકરી ને એ પણ નીચી જાતી ની શું તમારો પરીવાર મને અપનાવશે?
સોહમે કહ્યું મારા ઘરના બધા લોકો એકદમ આધુનિક વિચાર ધરાવે છે. મારી ખુશી માટે તે બધા મારા પ્રેમ ને સ્વીકારી લેશે.સુચી તો ભવિષ્ય ના સુંદર શમણા જોવા લાગી, પણ તેનું આ શમણું વધારે વાર ટક્યું નહીં.

એકવાર બન્ને નદી કિનારે બેસીને વાતો કરતા હતા, એકબીજાના હાથમાં હાથ નાખીને બેઠાં હતાં ને ગામના સરપંચ નો દિકરો સુરેશ તેમને જોઈ ગયો. સુરેશ ની નજર તો પહેલાંથી જ સુચી ઉપર હતી એટલે તેણે ગામમાં જઈને પંચ સમક્ષ વાત કરી કે પેલો માસ્ટર ને સુચી બન્ને નદી કિનારે આપણાં ગામની આબરૂ ના ધજાગરા ઉડાવે છે. સરપંચ અને તેનાં માણસોએ નદી કિનારે જઈને સોહમ અને સુચી ને પકડી લીધા અને બન્ને ને મારતાં મારતાં ગામમાં લાવ્યા, સોહમ ઘણું કહ્યું કે હું અને સુચી એકબીજા ને પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ
છીએ, પણ તેની કોઈ એ એક વાત ન સાંભળી અને પંચે
નીર્ણય લીધો કે આપણા ગામની આબરૂ પર નજર નાખવા વાળા ને જીતવો નહીં છોડવાનો.

ગામના ચોરે જ્યા સોહમ અભણ ગામના લોકો ને ભણાવતો હતો ત્યા જ તેને બાંધી ને જીતવો સળગાવી દેવામાં આવ્યો, સુચીથી આ બધું સહન ન થયું તેની આંખો સામે સોહમ ને મરતો જોઈ સુચી પણ ઘરમાં જઈને દોરડુ બાંધી લટકી ગઈ, આ સાથે
સોહમ એને સુચી ની કહની અધુરી રહી ગઈ.

હવે સોહમ ને સુચી બન્ને ખુશ હતા કે ભલે સાથે જીવી ન શકાયું પણ મરીને એક થઈ ગયા,દુનિયાદારી થી દૂર , સમાજના બંધનો થી દૂર ક્ષિતિજ માં બે તારલા ટમટમવા લાગ્યાં...