trust books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ

Friends હું નવી નવી લખવાની શરૂઆત કરું છું તો કોઈ ભુલ
થાય તો જણાવવા વિનંતી એને તમારી પાસે પણ મારી માટે કોઈ સલાહ સુચન હોય તો જણાવશો તો મને આનંદ થશે...
માનુની એક સુંદર અને સરસ યુવતી સાથે ખૂબ સંવેદનશીલ કોઈ ની તકલીફ એનાં થી ના જોવાય ચાલતા લોકો ની પણ મદદ કરવી એ એનો સ્વભાવ...
પણ દિલ થી સાવ એકલી ના કોઈ સહેલી કે ના કોઈ સાથે વગર કામ ની વાતો કરે પોતાની તકલીફ કોઈ ને પણ ના કહે એકદમ શાંત અને દુનિયા થી અલગ...
એક દિવસ તેનાં મોબાઈલ માં social media પર કોઈ નો મેસેજ આવ્યો એનું નામ હતું "મન"માનુ એ મેસેજ જોયો પણ જવાબ આપવાનું ટાળી દીધું પછીના બે દિવસ રોજ મન ના મેસેજ આવ્યા એટલે માનુ એ ગુસ્સામાં સામે મેસેજ મોકલી કહ્યું
તમને ખબર નથી પડતી કે જયારે કોઈ Ripley ના આપે તો તેને વાત કરવાની ઈચ્છા નઈ હોય આટલું પણ નથી સમજાતું ?શું કામ મેસેજ મોકલી હેરાન કરો છો?
જવાબ મા મન એ એક હળવું સ્મિત કર્યું એટલે કે smiley મોકલ્યું અને કહ્યું કે પહેલાં તો મને તમારો મા pick છે તે ગમ્યો હતો પણ આજે તમારો મેસેજ આવ્યો પછી હું તમારાં સ્વભાવ થી પણ આકર્ષિત થયો છું શું તમે મારા friend બનશો?
પહેલાં તો માનુ એ ચોખ્ખી ના પાડી દીધી પણ મન જીદ્દી હતો એમ હાર માને એવો નહોતો એણે મેસેજ ચાલું રાખ્યાં એક દિવસ થાકીને માનુ એ તેની friend request except કરી લીધી પછી રોજ કોઈ ને બહાને મન મેસેજ કરીને જાત જાતની વાતો હવે માનુ ને પણ તેની વાતો માં રસ પડવા માંડ્યો પછી તો પણ તેની સાથે વાત કરવા લાગી કયારેક ઘર ની તો કયારેક ઓફિસ ની તો કયારેક દેશ-દુનિયા વાતો કરતા ધીમે ધીમે બન્ને કયારે તમે પર થી તું પર આવી ગયા એ ખબર જ ના પડી...
હવે બન્ને ને એકબીજા ની આદત પડી ગઈ જો એક નો પણ મેસેજ ના આવે કે લેટ આવે તો બીજા ને ચેન નથી પડતું એકવાર વાત વાત માં મન એ પોતાના દિલ ની વાત માનુ ને કહીં દીધી કે હું તને પ્રેમ કરું છુ માનુ તો ખુશીથી ઉછળી પડી અને તેણે પણ હા કહીં દીધી પછી તો ફોન પર કલાકો વાતો કરતા બન્ને બહાર મળવા લાગ્યા એકબીજા નો હાથ પકડી ને ફરવા લાગ્યા હોટેલ ની રુમમાં મળવા લાગ્યા માનુ એ પોતાનું સર્વસ્વ મન ને સોંપી દીધું મન કહે તો રાત અને દિવસ આટલો બધો વિશ્વાસ હવે માનુ ને મન વગર જરાયે ન ચાલે એકવાર મન ને ઓફિસ ના કામ થી બહાર જવાનું થયું ત્યારે માનુ ખૂબ દુખી થઈ ને રડવા લાગી પણ મન એ તેને સમજાવી કે તે થોડા દિવસ મા પાછો આવી જાય એટલે પછી બન્ને લગ્ન કરી લઈશું માનુ એ આંખો માં આંસુ સાથે તેને વિદાય આપી...
હવે માનુ મન ની રાહ જોઈ ને દિવસો પસાર કરે છે ને લગ્ન ના સ્વપ્ન જોવે છે ધીમે ધીમે મન ના ફોન આવવાનાં ઓછા થઈ ગયા જો માનુ ફોન કરે તો મન કામ નુ બહાનુ કરીને ફોન કટ કરી નાખે હવે માનુ ને ચીંતા થવા લાગી તેણે મન ને ફોન કર્યો તો મન એ ફોન કટ કરી દીધો માનુ એ ફરી ફોન કર્યો તો મન એ ફોન ઉપાડ્યો અને ગુસ્સામાં આવી ને કહયું કે તને ખબર નથી પડતી શું કામ વારે ઘડીએ ફોન કરીને disturb કરે છે...
માનુ કહે મન પણ તું મારી વાત તો પૂરી સાંભળ હું માં બનવા ની છું તું હવે જલદી પાછો આવ એટલે આપણે લગ્ન કરી લઈએ માનુ ની વાત સાંભળી ને મન તો ગુસ્સામાં આવી ગયો ને કહેવા લાગ્યો કે હું કોઈ તારી સાથે લગ્ન કરવા તૈયાર નથી અને હા હું પાછો આવીશ નહીં મારી રાહ ના જોઇશ અને આ કોનું પાપ તું મારા માથે નાંખે છે મને શું ખબર તારા મારા સિવાય બીજા કેટલા લોકો સાથે સબંધ હશે અને આજ પછી મને કયારેય ફોન કર્યો છે તો તારા બધા photos અને videos જે મારી પાસે છે તે હું social media પર upload કરી નાંખીશ અને ફોન કટ...
માનુ ની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી જીંદગી માં પહેલી વાર કોઈ ની પર આંખો બંધ કરી ને વિશ્વાસ કર્યો અને તે વ્યકિત આવો નીકળ્યો માનુ એક સ્વાભિમાની યુવતી હતી તેણે હિંમત કરી ને પોલીસ સ્ટેશન માં જઈને ફરીયાદ લખાવી પોલીસે પણ તેની મદદ કરી ફોન લોકેશન પર થી તેને શોધી ને માનુ સામે હાજર કર્યો માનુ એ તેને થપ્પડ મારી ને કહયું તે જેવું મારું જીવન બગાડયું તેવું કોઈ બીજી સ્ત્રી નું ના બગાડે એટલે હું તને સજા અપાવી ને રહીશ...
અને પછી કોર્ટે પણ તેને ન્યાય આપ્યો અને મન ને સજા પછી માનુ એ જીવન મા કયારેક લગ્ન ના કરવા એવું પ્રર્ણ લીધું...
તે હવે પોતાનાં બાળક સાથે ખુશીથી બાકી નું જીવન વિતાવે છે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED