Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 5

અંતિમ સંસ્કારની બુઝાવા આવેલી રાખને એકીટશે ત્યાં બેસીને આંશી નીહાળી રહીં હતી. હદયના ભીંતરમા એ આગ વધુને વધુ ઉગ્ર બની રહી હતી. હાથમાં પહેરેલી ડાયમંડ રિંગ એ વારંવાર અધિકની સ્મૃતિઓને તેની નજીક લાવી રહીં હતી. " મન થઈ રહ્યું હશે કે, એ વ્યક્તિને શોધીને એનુ ખુન કરી નાખું જેણે અધિક સાથે આવું કર્યું.‌" આંશીને એકલી બેઠેલી જોઈ બાજુમાં આવેલી રોમાએ બુઝાવા આવેલી આગ તરફ નજર કરતાં કહ્યું.‌ " હા એને સવાલ પુછવો છે કે, આવું શું કામ કર્યું ? " આંશીએ બાજુમાં આવેલી રોમાના સવાલનો જવાબ આપ્યો.

આગ લગભગ બુઝાવા આવી હતી. એમાંથી થોડો ધુમાડો નીકળી રહ્યો હતો. આંખમાં રહેલા આંસુને લૂછીને આંશી ઉભી થઇ અને આગળ વધી.‌ અધિકની અસ્થિને એકઠી કરવા લાગી. " આંશી આ તું શું કરી રહીં છે ? તારા હાથ દાઝી જશે. " એકાએક આંશીને અસ્થિ એકઠી કરતાં જોઈ રોમાએ એને રોકીને કહ્યું. " દાઝી ગયેલાં હવે કોઈ આગ બાળી શકે ? " આંશીની આંખમાં હવે આંસુ નહીં પણ અંગારા વરસી રહ્યા હતા. " જયકાર સર અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવાનું નક્કી કરી રહ્યા હતા. " થોડાં ગંભીર અવાજે રોમાએ કહ્યું. " અસ્થિ વિસર્જન ક્યાં કરવું અને કેવી રીતે કરવું એ નક્કી કરવા માટે હું છું. એ નક્કી કરનાર તમારા જયકાર સર કોણ છે ? " આંશીએ એકાએક ગુસ્સેથી રોમાને પોતાનો નિર્ણય જણાવી આપ્યો.

જયકાર દુરથી આંશી અને રોમાની વાત સાંભળી રહ્યા હતાં. " સર એનો ગુસ્સો પણ વ્યાજબી છે એ સુઈ સમજી શકું છું, પણ આને હવે અપમાન કહેવાય. " રોમા થોડી ચિડાઈ અને જયકાર પાસે આવીને કહ્યું. " જેને હદથી વધારે પ્રેમ કરો એની સાથે જિંદગી પસાર કર કરવાના સપનાંઓ જોયા હોય અને એ સપનાં એક પળમાં હણાય બેસે તો કોઈપણ વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે. " જયકારે ગંભીર આવજે રોમાને સમજાવતાં કહ્યું.

જયકાર એનું નામ જ જયજયકાર બોલાવી આપે એવું છે. ભારત વિરુદ્ધ ચાલી રહેલાં કેટલાય મિશનને એણે અટકાવી અને દેશની સેવા કરી હતી. એની ઉંમર અંદાજે ચાલીસ આસપાસ હતી. જયકાર એટલે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની ઈમારતનો પાયો જેનાં પર કેટલીક એજન્સીઓ કામ કરે છે. જયકારની તાકાત અને એનાં બન્ને હાથ સમાન અધિક અને અભિમન્યુ હતાં. આજે અધિકના મૃત્યુ બાદ જાણે પોતાના એક શરીરનું અભિન્ન અંગ ગુમાવ્યું હોય એવું જયકાર અનુભવી રહ્યો હતો. આંશી હાથમાં અસ્થિનો કળશ લઈને બેઠી હતી. એનો અંદર રહેલો ફોન વારંવાર રણકી રહ્યો હતો. " તમારા ઘરેથી વારંવાર ફોન આવી રહ્યો છે.‌ આપનાં પરિવારના સભ્યો ચિંતા કરતાં હશે. " રોમા ફોન બહાર લઈ અને આંશી તરફ આગળ કરતાં કહ્યું. ફોનની સ્ક્રીન પર લગભગ સો જેટલાં મિસકોલ બતાવી રહ્યા હતા.

" હેલ્લો! આંશી તું ક્યાં છે ? મને કાલ રાતની તારી ચિંતા થઈ રહી છે ? તું ઠીક તો છે ? મેં અધિકના ફોન પર પણ ફોન કર્યો હતો મને લાગ્યું કે, તમે બન્ને સાથે હશો‌. એનો ફોન પણ કાલનો બંધ આવી રહ્યો છે. " આંશીએ જેવો ફોન ઉઠાવ્યો કે, સામેથી એની મમ્મીનાં જીવમાં જીવ આવ્યો. ન જાણે કેટલાય સવાલ એકસાથે એણે પુછી નાંખ્યા. " મમ્મી હું અને અધિક સાથે હતાં. પણ " આંશીએ રડતાં રડતાં માંડ આટલું બોલી શકી અને આગળ બોલવાની એની હિમ્મત ન ચાલી. " શું થયું બેટા ? શું કામ આટલું રડી રહીં છો ? તમારી બન્ને વચ્ચે કોઈ ઝઘડો થયો છે ? " આંશીની મમ્મી સુમિત્રાએ આંશીનો અવાજ સાંભળતાં સવાલ કર્યો.

" મમ્મી હવે અધિક આપણી વચ્ચે નથી રહ્યો. " આંશી રડતાં રડતાં એની મમ્મીને જણાવી રહીં હતી. આંશીની મમ્મીને પણ બહું મોટો આધાત લાગ્યો. આંશી વધારે કોઈ વાત ન જણાવતાં ફોન કાપી નાખ્યો. આંશી હાથમાં રહેલી અસ્થિ સાથે નીકળી પડી એકલી એ અજાણ્યા રસ્તા પર. " આંશી તું આ અસ્થિને હાથમાં ઉઠાવીને ક્યાં જઈ રહીં છો ? " આંશીને ચાલતાં જોઈ રોમાએ એની સાથે આવીને સવાલ કર્યો.‌ આંશીએ જાણે કાંઈ સાંભળ્યું ન હોય એવું વર્તન કરીને આગળ ચાલી રહી હતી.‌ " સર આંશી હાથમાં અસ્થિ લઈ અને એકલી ખબર નહીં ક્યાં જઈ રહીં છે. એનાં પર કોઈ હુમલો કરશે તો ? " રોમાએ ઝડપભેર જયકાર પાસે આવીને એને જણાવા લાગી. " આજે એને જવા દે એનાં સવાલોના જવાબની ખોજમાં. એ સવાલના જવાબ નહીં મળે તો, એની અંદર સળગી રહેલી આંખમાં એ બળીને રાખ થઈ જશે. ચિંતા કરવા જેવું કાંઈ નથી અભિમન્યુ પણ એની પાછળ જઈ રહ્યો છે. " આંખ પર પહેરેલાં કાળા ચશ્માને ઉતારી દુર રોડ પર એકલી ચાલી રહેલી આંશી તરફ નજર કરતાં જયકારે રોમાની વાતનો જવાબ આપ્યો.

રોડ પણ ધાણી ફુટી રહે એવો તડકો આખા રસ્તાને તપાવી રહ્યો હતો. એવાં તડકામાં આંશી હાથમાં અસ્થિનો કળશ લઈ અને રસ્તા પર ચાલી રહીં હતી. આંશીનુ ધ્યાન ન પડે એ રીતે પાછળ અભિમન્યુ ચાલી રહ્યો હતો. પ્રેમને ખોઈ બેસવાનું દુઃખ જે એકાએક એનાં માથા પર આવી પડ્યું હતું. તડકામાં મગજ સુન્ન થઈ ગયો હતો પાણીની તરસના કારણે ગળું સુકાવા લાગ્યું હતું. શરીર ધીમે-ધીમે સાથ છોડી રહ્યું હતું. આંશીનુ શરીર એકાએક જમીન પર પડતાં પાછળ ચાલી રહેલા અભિમન્યુએ એને નીચે પડતાં બચાવી લીધી. એનાં હાથમાં રહેલો કળશ સુરક્ષિત રહી ગયો. અભિમન્યુએ પાટીલને ફોન કર્યો અને ગાડીમાં બેસાડી સીધા હોસ્પિટલ પહોંચી ગયાં.

આંશીને ઈમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી. અભિમન્યુએ રોમા અને જયકારને જાણ કરી. શરીરમાં આવી ગયેલી નબળાઈના કારણે આંશી બેભાન અવસ્થામાં હોસ્પિટલના પલંગ પર પડી હતી. " ડોક્ટર શું થયું મારી દિકરીને ? " એકાએક હોસ્પિટલ આવી પહોંચેલાં આંશીના મમ્મી સુમિત્રાએ ડોક્ટરને સવાલ કર્યો. " શરીરમાં લોહીની ઉણપ જણાય રહીં છે. મગજ પર કોઈ ગહેરો આધાત લાગ્યો છે. એ આધાતના કારણે એની કાંઈ પ્રવૃત્તિ કરવાની જેવી કે, કાંઈ બોલવાનું હાથ-પગ ચલાવવાનું એની એવી દરેક ઈચ્છા જાણે મરી પરવારી છે. અમે તો પુરતો ઈલાજ કરી રહ્યા છે, બની શકે તો તમે દર્દીને થોડો ખુશ રાખવાનો પ્રયાસ કરો એ કદાચ દવા કરતાં પણ વધારે અસર કરશે. " ડોક્ટરે આંશીની માનસિક પરિસ્થિતિથી અવગત કરાવીને ત્યાંથી ચાલ્યાં ગયાં.

" આંટી તમે શું કામ હોસ્પિટલ આવ્યા ? હું તમને જાણ કરવાનો હતો. " અભિમન્યુએ એકાએક સુમિત્રાને હોસ્પિટલ આવતાં જોઈ એને સવાલ કર્યો. " મેં આન્ટીને જાણ કરી હતી. કદાચ આંશી એનાં મમ્મીને મળશે એની સાથે વાતચીત કરશે તો એનું દુઃખ હળવું બનશે. " અભિમન્યુના સવાલનો જવાબ આપતાં કહ્યું. " બેટા તમે કોણ છો એ હું ઓળખતી નથી પણ, મારી દિકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા એ બદલ હું તમારી આભારી છું. " સુમિત્રાએ બે હાથ જોડીને અભિમન્યુ અને રોમા તરફ નજર કરીને થોડાં ઉદાસ અવાજે આભાર માન્યો. " આન્ટી તમે આ શું કરી રહ્યા છો ? આભાર માનીને અમને નીચા જોયું ન કરો. હું અભિમન્યુ અધિકનો મિત્ર. આ છે, રોમા અમારી મિત્ર." અભિમન્યેએ પોતાનો અને રોમાનો પરિચય આપતાં કહ્યું. આંશી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.


આંશીની તબિયતમાં જલ્દીથી સુધારો થશે ? અધિક સાથે ભુતકાળમાં શું બનેલું હતું ? આંશી અધિકના ભુતકાળને અપનાવશે ? જોઈએ આગળનાં ભાગમાં.


એ જાણે આભમાંથી ઉતરી આવેલી કોઈ પરી,
કોઈ લૂંછી ન શક્યું એનાં વહેતાં આંસુઓની ધરી.


ક્રમશ...