Udta Parinda - 1 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 1

" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ શબ્દો કહીં રહીં હતી. " તને મારી પર વિશ્વાસ છે ? " અધિકે આંશીને આગળ ધીમે-ધીમે દોરી જતાં સવાલ કર્યો. " તારા જેટલો વિશ્વાસ કરું છું એટલો કદાચ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં કરી શકું. તારી માટે હું આંખી જિંદગી આંખો બંધ રાખીને પણ જીંદગી પસાર કરવા માટે તૈયાર છું. " આંશીએ અધિકના સવાલ પર પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં જવાબ આપ્યો. " હું તારા આ વિશ્વાસને હરહંમેશ માટે કાયમ રાખવા માગું છું. " અધિકે આંશીનો હાથ પોતાનાં હાથ પર રાખીને કહ્યું.

આંશીએ જેવો આંખો ખોલી કે, એનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. સામે રહેલાં ટેબલ પર લાલ રંગના સુંદર ફુલોનો ગુલદસ્તો પડ્યો હતો. ટેબલ પર પાથરેલી સફેદ ચાદર પર લાલ રંગના ફુલોની પાંખડીઓ પાથરીને શણગારવામાં આવ્યું હતું. આસપાસ રહેલાં આછાં અંધકારમાં રોશની ફેલાવી રહેલી સુગંધીત મીણબત્તીઓની ગોઠવણી કરવામાં આવી હતી. આંશીની આંખ સામે જાણે ટીવી સિરિયલની માફક કોઈ રોમેન્ટિક ડેટનુ સુટિગ કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. " આટલી સુંદર સજાવટ ! મારી માટે ? " એકાએક આશ્ચર્યથી ઝુમી ઉઠેલી આંશીએ પાછળ ફરીને અધિકને સવાલ કર્યો.

" આ સુંદર સજાવટ આ દુનિયાની સૌથી સુંદર યુવતી સામે મને તદ્દન ફિક્કું લાગી રહ્યું છે. તને ખ્યાલ નથી કે, તું મારી માટે કેટલી સ્પેશિયલ છો ? મારા જીવનમાં ખુશી લાવનારી તું છો. મારા બે રંગ જીવનમાં રંગ ભરનારી ફક્ત તું છો. મને ખબર નથી કે હું શું બોલી રહ્યો છું પણ બસ એજ મારી મૌન લાગણીને તું સમજી જજે. વિલ યુ મેરી મી ? " અધિકે ખિસ્સામાં રહેલી ડાયમંડ રિંગને બહાર કાઢી અને એક પગે ફિલ્મી સ્ટાઈલમાં જમીન પર બેસીને આંશીને સવાલ કર્યો.‌


આંશી પણ અધિકને જમીન પર એક પગે પ્રપોઝ કરતાં જોઈ એ સમયની પુરી મજા લેવા લાગી. " દરરોજ સવારથી સાંજ સુધી મારી બકબક સાંભળવા માટે તૈયાર છો ? મારી દરેક જીદને પુરી કરવી પડશે. એક વખત વિચાર કરજો મિસ્ટર અધિક આહુજા. આંશીએ અધિકને ચિડવી રહી હતી. ઘરનાં વાસણ હું સાફ નહીં કરૂં. રાત્રે ફક્ત ચાર દિવસ જ હું જમવાનું બનાવીશ. બાકીના ત્રણ દિવસ બહારથી ઓર્ડર કરવાનું નહીં તો તારે જાતે બનાવવાનું.‌ આ બધી શરતો મંજુર છે ? નહીં તો કોઈ બીજી શોધી લેજો. " આંશીએ પણ એ પળનો પુરેપુરો આનંદ ઉઠાવીને કહ્યું. " મારાથી આવી રીતે હવે વધારે સમય નહીં બેસી શકાય ઠીક છે તો હું રિયાને જ મેસેજ કરીને પૂછી લઈશ. " આંશીના નખરાં કોઈ અને અધિક પણ ઉભો થવાની તૈયારી બતાવતાં કહીં રહ્યો હતો.


" નહીં... નહીં... હું તૈયાર છું. " આંશીએ પોતાનો હાથ આગળ કરતાં કહ્યું. બન્ને એકબીજાના ચહેરાં તરફ જોતાં ખડખડાટ હસી પડ્યાં. આ સમય એ આંશીના જીવનનો સૌથી સુંદર સમય હતો. અધિકે આંશીના હાથમાં ડાયમંડ રિંગ પહેરાવી અને ઉભા થઈને ગળે લગાડી. " આ સમયને હું મારા છેલ્લા શ્વાસ સુધી ભરીને રાખવાં માગું છું. " આંશીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું. " પાગલ છોકરી આવા સમય પર રડવાનું થોડી હોય ? આ સમયનો ભરપુર આનંદ માણી અને યાદગાર બનાવવાનો છે. " આંશીની આંખમાં રહેલા આંસુને લૂછતાં અધિક કહીં રહ્યો હતો.

ટેબલ પર રહેલી ખુરશીને આગળ કરતા અધિકે આંશીને બેસાડી અને સામેની ખુરશી પર પોતે બેઠો. થોડીવાર થતાં વોઈટર ત્યાં એક સુંદર બોક્સ લઈ અને આવી પહોંચ્યો. અધિકે બોક્સ તરફ ઈશારો કરતા આંશીને ખોલવા માટે કહ્યું. આંશીએ જેવું બોક્સ ખોલ્યું કે, એનાં ચહેરા પર રહેલી ખુશીમાં વધું ખુશી ભળી ગઈ એવો અનુભવ એને થઈ રહ્યો હતો. બોક્સની અંદર રહેલી કેક પર વિલ યુ મેરી મી ? અંગ્રેજીમાં લખ્યું હતું અને એક ડાયમંડની રિંગ પહેરેલી હોય એવા આકારની કેક એ બોક્સમાં હતી.‌અધિક ખુરશી પરથી બેઠો થયો અને આંશીની બાજુમાં આવ્યો. કેક પર મીણબત્તી લગાવી અને આંશીએ આંખ બંધ કરી અને પ્રાથના કરી. મીણબત્તી બુઝાવી અને બન્નેએ કેક કાપી.

ટેબલ પર બેઠેલી આંશીની નજર વારંવાર આંગળી પર પહેરેલી ડાયમંડ રિંગ તરફ જઈ રહી હતી. ચાલો એક સેલ્ફી તો બનતી હૈ ! હેશટેડ આંશીક અધિક અને આંશી એટલે #આંશીક " સેલ્ફ લેવા માટે અધિકે પોતાનો ફોન હાથમાં લેતાં કહી રહ્યો હતો.‌ અધિક અને આંશીએ જેવી સેલ્ફી પાડી ત્યાં જ પાછળથી કોઈ ત્રણ ચાર વ્યક્તિઓ વેન માંથી ઉતરીને અધિકના ટેબલની નજીક આવી રહ્યા હતા. અધિકની નજીક આવતાં વ્હેંત ધડાધડ એની પીઠ પર ફાયરિંગ કરવા લાગ્યા. અધિક પાછળ ફરે એ પહેલાં જ એની પીઠ પાછળ ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો. બાજુમાં ઉભેલી આંશીએ એકાએક આવેલા વ્યક્તિ તરફ નજર કરી ત્યાં જ અધિક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. " અધિક..." આંશીની આંખમાં આંસું આવી અને અને એકાએક આવી પરિસ્થિતિ બદલાતાં એણે જોરથી અધિકનુ નામ લેતાં બુમ પાડીને કહ્યું. પેલાં અજાણ્યા આવી પહોંચેલા વ્યક્તિએ ગોળીઓનો વરસાદ કરી અને પોતાની ગાડીમાં બેસીને ચાલ્યા ગયાં.

" અધિક તને શું થયું ? આ વ્યક્તિઓ કોણ હતાં ? " આંશીએ અધિકનુ માથું પોતાનાં ખોળામાં રાખીને કહ્યું. અધિક કાંઈ બોલ્યો નહીં અને એનાં ગળામાં પહેરેલાં લોકેટને કાઢવાનો ઈશારો કર્યો. અધિકનુ લોહીલુહાણ શરીર જોતાં રડી રહેલી આંશીના હાથ-પગ ઠંડા પડવાં લાગ્યાં હતાં.‌ એણે અધિકના ગળામાંથી એ લોકેટ બહાર કાઢ્યું અને અધિકે પોતાના ધ્રૂજી રહેલાં હાથે એ લોકેટ પર ચુંબન કર્યું અને આંશીના ગળામાં પહેરાવ્યું. " તું મારો છેલ્લો શ્વાસ છે. તને હું કાંઈ નહીં થવા દઉં. " ગળામાં લોકેટ પહેરીને આંશીએ અધિકને રડતાં રડતાં કહ્યું.

" મારી ઘરે ટેબલમા પડેલી ડાયરીને વાંચજે. તને બધી જાણ થઈ જશે. હું હવે બચી નહીં શકું. તું કદી હિમ્મત નહી હારતી. હું હરહંમેશ માટે તારા દિલમાં છું. " અધિકે આંશીનો હાથ પોતાનાં હાથમાં રાખીને આ છેલ્લા શબ્દો કહ્યા. અધિકના શબ્દો અને શ્વાસ ત્યાં જ અટકી ગયાં. " અધિક તને કાંઈ નહીં થાય કોઈ આસપાસ છે ? પ્લીઝ કોઈ એમ્બ્યુલન્સને ફોન કરો.‌કોઈ મારી વાત સાંભળી રહ્યું છે ? પ્લીઝ મારી મદદ કરો. " આંશીએ આમતેમ નજર કરી છતાં કોઈ વ્યક્તિ આસપાસ દેખાયું તેથી જોરથી બુમો પાડીને કહી રહી હતી. અધિકના હાથ પર રહેલો આંશીનો બેસુદ બનીને ત્યાં જ પડ્યો હતો. જીવનમાં કદી ગન પણ નહીં જોનારી આંશી સામે આજે ગોળીઓનો વરસાદ વરસ્યો હતો.

કેટલી કલાક વીતી ગય છતાં કોઈએ મદદ કરી નહીં.‌ હોટલના માલિક પણ ત્યાંથી નાસી છૂટયા. આંશીના જીવનની શરૂઆત થતાં એજ સમયે એનો અંત આવી ગ્યો. આંખમાંથી વહી રહેલાં આંસુ અને હદયના ભીતરખાને ભભૂકી રહેલું જ્વાળામુખી આંશીની અંદર ચાલી રહ્યું હતું. અધિકનો ફોન વાગી રહ્યો હતો. આંશીએ પોતાનો હાથ અધિકના હાથ પરથી છોડાવવાનો પ્રયત્ન કર્યો અને એક સેકન્ડમાં જ જીવન ભરનો સાથ ત્યાં જ છુટી ગયો.

અધિકનુ ખુન કરનાર વ્યક્તિ કોણ હશે ? અધિકના ગળામાં રહેલાં લોકેટમા શું હશે ? અધિકના ભુતકાળમાં કઈ ઘટનાઓ ઘટી હશે ? જોઈએ આગળનાં ભાગમાં.

એનાં હાથમાં રહેલું ગુલાલ લાલ રંગ છોડી ગયું,
દુઃખમાં વિજોગણ બનીને મન એનું રંગાઈ ગયું.


ક્રમશ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED