Udta Parinda - 9 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 9

આંશીનો એકાએક બદલાયેલો સ્વભાવ જોતાં વ્હેંત અભિમન્યુના આશ્ચર્યનો પાર ન રહ્યો. " બેટા તારી તબિયત સારી નથી. ડોક્ટર ઘરે જવાની ના પાડી રહ્યા છે. તું જીદ કરીને તારી તબિયત વધું ખરાબ કરી રહીં છે. " સુમિત્રાએ રૂમમાં અંદર પ્રવેશ કર્યો અને આંશીને સમજાવી રહ્યાં હતાં. " મમ્મી મને હવે સારૂં છે. હું અધિકને વધારે દુખી કરવા નથી માંગતી. હું મારૂં ધ્યાન રાખી શકું છું. " સુમિત્રાના સવાલ પર આંશીએ થોડાં ધીમાં અવાજે જવાબ આપ્યો. " તમે ખરેખર ઠીક છો ? એક વખત ડોક્ટર રજા આપે તો ઘરે જઈ શકીએ નહીં તો એક દિવસ વધુ રોકાણ થશે. " અભિમન્યુએ હાથમાં રહેલી દવાને ટેબલ પર રાખીને આંશીને કહ્યું.

આંશીની આંખોમાં રહેલા આંસુને લૂછીને ઉંડો શ્વાસ ભર્યો અને મનોમન વિચારવા લાગી. થોડીવાર થતાં ડોક્ટર ફરીથી આંશીના ચેકઅપ માટે આવી પહોંચ્યા. " થોડી નબળાઈ જણાય રહીં છે.‌બની શકે તો એક રાત માટે અહીંયા હોસ્પિટલમાં સારવાર હેઠળ રોકાવું વધું હિતાવહ રહેશે. દવા સમયસર લેવી પડશે અને જમવામાં પુરતો અને પૌષ્ટિક આહાર વધારે જરૂરી છે. " ડોક્ટરે આંશીને સુચના આપીને સમજાવતાં કહ્યું. " ડોક્ટર હવે હું હોસ્પિટલમાં વધારે રહીશ તો વધારે બિમાર પડી જઈશ. ઘરે થોડી વધારે શાંતિથી આરામ મળી રહેશે. મારે હજું ઘણું કામ પણ કરવાનું બાકી છે. " આંશીએ ડોક્ટરની સુચના પર પોતાનો જવાબ આપતાં કહ્યું.

" ઠીક છે, હવે જેવી તમારી ઈચ્છા.‌ બે દિવસ પછી એક વખત ચેકઅપ કરાવી લેજો. દવા સમયસર લેતાં રહેજો. બની શકે તો વધારે તાણ અનુભવાય એવું કોઈ કામ કરતાં નહીં. " ડોક્ટરે આંશીને થોડી વધારે સુચનાઓ આપી અને ત્યાંથી ચાલ્યાં ગયાં. આંશીના હાથમાં રહેલો સામાન અભિમન્યુએ ઉઠાવી લીધો. " આન્ટી તમારી તબિયત ઠીક છે. " સુમિત્રાના થાકેલા ચહેરા તરફ નજર કરીને અભિમન્યુએ સવાલ કર્યો. " મારી દિકરી ઘરે પરત ફરી છે, એટલે હું એકદમ સ્વસ્થ છું. " અભિમન્યુની વાતને થોડો અલગ વળાંક આપતાં સુમિત્રાએ જવાબ આપ્યો.

અભિમન્યુએ આંશીની આંખમાં રહેલી ચમકને જોઈ રહ્યો હતો. અભિમન્યુ રૂમમાંથી બહાર નીકળી ગયો.‌ બહાર કાઉન્ટ પર જઈ અને અભિમન્યુએ આંશીની સારવારમાં થયેલા ખર્ચનું બિલ ચુકવી રહ્યો હતો. " હું પૈસા ચુકવી આપીશ. તમારે ખર્ચ કરવાની જરૂર નથી. " અભિમન્યુને પૈસા ચુકવતા જોઈ આંશીએ એની બાજુમાં આવીને કહ્યું. થાકના કારણે હજું પણ એની આંખો નીચે થયેલાં કુંડાળા દેખાય રહ્યાં હતાં. દુબળું પાતળું શરીર થોડું વધારે કમજોર લાગી રહ્યું હતું. છતાં એની આંખોમાં કાંઈક કરી બતાવવાનો જુસ્સો અને તેજ ઝળકતુ હતું. " તમારી તબિયત ખરેખર ઠીક છે ? નહીંતર એક દિવસ વધારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવશે. " અભિમન્યુએ આંશી તરફ નજર કરીને સવાલ કર્યો.

" વધારે સમય હું હોસ્પિટલમાં રહીન તો વધુ બિમાર બની જઈશ.‌ઘરે મને થોડી વધારે શાંતિ અને આરામ મળશે. અભિમન્યુના સવાલનો જવાબ આપીને આંશી પાછળ ફરીને ચાલવા લાગી. મનમાં જાતજાતના વિચારો આવી રહ્યાં હતાં અને એક તરફ અધિકની વાતો વારંવાર કાનમાં ગુંજી રહીં હતી. આંશીની પાછળ ધીમાં પગલે સુમિત્રા બહેન પણ ચાલી રહ્યા હતાં. " બેટા તે અમારી માટે ઘણું કર્યું છે, તારો ખુબ ખુબ આભાર. " સુમિત્રાએ હાથ જોડીને અભિમન્યુનો આભાર માનીને કહ્યું. " આન્ટી તમે આભાર માનીને મને નીચાં જોયું ન કરો.‌ આ બધાનો જવાબદાર ક્યાંકને ક્યાંક હું છું. તમે મને હિમ્મત ન આપી હોત તો કદાચ આંશીની તબિયતમાં સુધારો ન જણાત. " અભિમન્યુએ સુમિત્રાની સામે થોડાં ગંભીર આવજે કહ્યું.

" અધિક અમને છોડીને ચાલ્યો ગયો. ફરીથી મારી દિકરીની જિંદગીમાં અંધકાર છવાઈ ગયો. ભગવાન ન જાણે કેટલી પરિક્ષા લેશે મારી દિકરીની. " સુમિત્રાએ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું. " આન્ટી તમારે આંશીને વધારે મજબુત બનાવવાની છે. અધિકના ઘણાં અધુરા રહી ગયેલા કામને આંશીએ પુરાં કરવાનાં છે. તમે હિમ્મત હારી બેસો તો એને કોણ સમજાવશે. " અભિમન્યુએ સુમિત્રાને સમજાવતાં કહ્યું. " હા બેટા તારી વાત સાચી છે.‌હવે તો આંશીને સમજાવનાર અને સંભાળનાર તું છે. આજે હોસ્પિટલમાં એની ભુતકાળની યાદોનાં સહારે હિમ્મત આપી એવી જ રીતે આગળ પણ આપતો રહેશે. " સુમિત્રાએ જાણે બધો ભાર અભિમન્યુ પર આપતાં કહ્યું અને ત્યાંથી ચાલવા લાગ્યાં.

સુમિત્રા અને અભિમન્યુ જેવાં હોસ્પિટલમાં નીચે ઉતર્યાં એવી આંશી ત્યાં બાંકડા પર બેસીને રોડ પર આઈસ્ક્રીમ ખાઈ રહેલાં એક કપલ તરફ એકીટશે જોઈ રહીં હતી. કેટલી વખત પોતે જીદ કરીને અધિક સાથે આમ રોડ પર આઈસ્ક્રીમ ખાવા માટે જતાં. એ ભુતકાળમાં દરેક દિવસો ચહેરા પર ખુશી અને આંખમાં આંસું લાવે છે. " ચાલ બેટા ઘરે જઈએ. " સુમિત્રાએ આંશીના માથા પર હાથ ફેરવતાં કહ્યું. આંશીએ આંખમાં આવેલાં આંસુને ત્યાં જ રોકી એની મમ્મીને વધારે દુઃખ ન પહોંચે એ આશયથી હસતાં મોઢે ગાડીમાં બેઠી. અભિમન્યુ ગાડી ચલાવી રહ્યો હતો છતાં, વારંવાર નજર પાછળ બેઠેલી આંશી પર જતી હતી.


અભિમન્યુએ આંશીના ઘરની બહાર ગાડી ઉભી રાખી. આંશીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને પોતાના ઘર તરફ આગળ વધવા લાગી. અભિમન્યને અધિકનુ ખુન કરવામાં આવ્યું એ, વાતનો ડર આંશીના જીવન પ્રત્યે વધુ લાગી રહ્યો હતો. આસપાસ નજર કરી તો એનાં ઘરની આસપાસ લોકોની અવરજવર ઓછી હતી. આંશીનુ મકાન પણ થોડું જુનું હતું આસપાસ ક્યાંય સુરક્ષા મળી રહે એવું અભિમન્યુને લાગ્યું નહીં.‌ સુમિત્રાને ઘરમાં પ્રવેશ કરતાં જોઈ અધિક ગાડીમાંથી નીચે ઉતર્યો અને એની પાછળ ગયો. " આન્ટી તમને કોઈ તકલીફ ન હોય તો હું પાંચ મીનીટ તમારા ઘરમાં આવી શકું ? " અભિમન્યુએ સુમિત્રાની પાછળ આવીને કહ્યું. " હા બેટા તારૂં જ ઘર છે. " સુમિત્રાએ પોતાનાં કોમળ અવાજે અભિમન્યુને ઘરમાં આવકાર આપ્યો.

" મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. ઘરમાં પ્રવેશ કરતાં વ્હેંત અભિમન્યુએ થોડા ગંભીર આવજે સુમિત્રા અને આંશીને કહ્યું. અભિમન્યુના અવાજમાં રહેલી ગંભીરતાને આંશીએ ધ્યાનમાં રાખીને ત્યાં હોલમાં સોફા પર બેઠી. આંશીએ હાથમાં રહેલો અધિકની અસ્થિનો કળશ આખા રસ્તે કોઈને આપ્યો નહીં. એકીટશે કલાક સુધી એ કળશ તરફ જોતાં કરતી.

" અધિકનુ ખુન કરવામાં આવ્યું ત્યારે આંશી પણ ત્યાં હાજર હતી. એ લોકોનું ધ્યેય અધિકને નુકશાન પહોંચાડવાનું હતું,હવે ત્યાં આંશી પણ હાજર હતી તેથી આંશી પર પણ બની શકે કે, જીવલેણ હુમલો કરવામાં આવે.‌ બની શકે તો તમે કામ સિવાય બહાર જતાં નહીં. બપોર સુધીમાં આપનાં ઘરની બહાર સિક્યુરિટી પણ વધારી આપવામાં આવશે.‌ છતા પણ તમને કોઈ જરૂર પડે, કોઈ એવું કામ આવી પડે તો તમે મને આ નંબર પર ગમે ત્યારે ફોન કરી શકો છો.‌અડધી રાત્રે પણ કોઈ ઘરની આસપાસ અજાણ્યું વ્યક્તિ દેખાય આવે તો મને જાણ કરજો. " અભિમન્યુએ પોતાનાં ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને ત્યાં ટેબલ પર રાખીને કહ્યું.

અભિમન્યુની આંખોમાં થોડો ડર દેખાય રહ્યો હતો. " આ કાર્ડ પર ફોન કરવાથી જીવ બચી જશે ? " આંશીએ કાર્ડ તરફ નજર કરીને અભિમન્યુને કટાક્ષમાં સવાલ કર્યો. " મારા જીવનમાં મેં એક વખત મોટી ભુલ કરી છે, પણ એ ભુલ હવે કદી નહીં થાય. " અભિમન્યુએ કાર્ડ ટેબલ પર રાખી અને બે હાથ જોડીને ઘરમાંથી બહાર નીકળી ગયો.

આંશી પર જીવલેણ હુમલો કરવામાં આવશે ? અભિમન્યુએ પોતાનાં ભુતકાળમાં કઈ ભુલ કરી હતી ? જોઈએ આગળનાં ભાગમાં.

હાથમાં રિંગ પહેરાવી એ અસ્થિમા તબદીલ થઈ ગયો,
જીવનમાં રંગ ભરનારો આજે એકાએક રાખ થઈ ગયો.


ક્રમશ....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED