Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 4

આંખી રાત રડી રડીને સોજી ગયેલી આંશીની આંખો બસ આમતેમ અધિકને શોધી રહીં હતી. એનાં મનમાં ચાલી રહેલું સવાલોનું યુદ્ધ સવાર પડતાં હારીને થાકી ગયું હતું. રોમાએ રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર આવી. " આખી રાત અભિમન્યુ સરે પોતાની આંખ પણ બંધ નથી કરી. આસપાસ ન જાણે કેટલી સિગારેટના ખાલી ઠુંઠા ખુરશીની ચોતરફ પડ્યા હતાં. લાકડાની આરામ ખુરશી પર હદયમાં ચાલી રહેલા જ્વાળામુખીના લાવાને રોકીને અભિમન્યુ એક પછી એક સિગારેટના કસ લઈ રહ્યો હતો.‌ રોમાની વાત સાંભળીને આંશીએ એનાં તરફ નજર કરી." એક પુરૂષ કદાચ રડીને એનું દુઃખ વ્યક્ત ન કરી શકે પણ ભિતરખાને રહેલી એના ગુસ્સાની આગમાં એ બળ્યાં કરે છે. " રોમાએ આંશીની બાજુમાં આવીને દરવાજા તરફ નજર કરતાં કહ્યું.

" પાટીલ ગાડી હજું સુધી કેમ આવી નહીં ? " અભિમન્યુએ હાથમાં રહેલાં ફોન પરથી પાટીલને ફોન લગાડીને ગુસ્સેથી સવાલ કર્યો. " એક કામ સોંપ્યું હતું એમાં પણ સફળ થવાની તારી પાસેથી કોઈ અપેક્ષા નથી રહીં. " અભિમન્યુએ ગુસ્સેથી ફોન કાપી અને હાથમાં રહેલી સિગારેટને દિવાલ પર જોરથી પટકારી.‌ " સાલા બધાં હરામી છે. પૈસા જોઈએ છે બસ કામ નથી કરવું. " અભિમન્યુ ગુસ્સેથી એકલો એકલો બબડી રહ્યો હતો. " જ્યાં સુધી અધિક હતો અત્યારે અભિમન્યુ સરને ક્યારેય સિગારેટ હાથ પન લગાડવા નહીં દેતો. " રોમાએ આંશીના ચહેરાં તરફ નજર કરીને ઉંડો શ્વાસ ભરીને કહ્યું.

" સર આ રહીં તમારી કોફી. જયકાર સર આ રહીં તમારી કોફી અને આંશી આ રહીં તારી ચા. એકદમ કડક અને ઓછી ખાંડવાળી."રોમાએ હાથમાં રહેલી ટ્રેમા પડેલાં એક એક કપને બધાનાં હાથમાં આખીને જણાવી રહીં હતી. રોમાના શબ્દો સાંભળતાં આંશીને આશ્ચર્ય થયો. " આશ્ચર્ય જેવી વાત નથી. અધિકે મને કહ્યું હતું કે, મારી આંશી ચા પ્રેમી છે. " સામે રહેલી ખુરશી પર બેસીને રોમાએ આંશીના ચહેરાં પર દેખાય રહેલા હાવભાવ પરથી એનાં સવાલનો જવાબ આપ્યો. " અધિક મારી બંધી વાતો તમને કહેતો ? " ગઈ કાલના મૌનને તોડીને આંશીએ રોમાને સવાલ કર્યો. " બંધી વાતો તો નહીં પણ જે થોડી ખાટીમીઠી અને યાદગાર રહેલી હતી એવી ઘણી વાતો કહેતાં. " રોમાએ કોફીનો કપ હાથમાં રાખીને ખુરશી પર પીઠ ટેકાવતા કહ્યું. " એક સવાલ પુછી શકું ? સાચો જવાબ આપશો ? " આંશીએ રોમાની નજીક આવીને સવાલ કર્યો.‌ " તારા મનમાં શું ચાલી રહ્યું છે એ હું સમજી શકું છું. જેવાં જવાબ મારી પાસે હશે એ ચોક્કસ આપીશ. " રોમાએ કોફીનો કપ ટેબલ પર રાખી અને આંશી તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં કહ્યું.

" અધિક તમારી બધાંની સાથે શું કામ કરતો હતો ? " આંશીએ પોતાનાં મનમાં ચાલી રહેલાં સવાલોનો જવાબ શોધવા માટે રોમાને પ્રશ્ન કર્યો. " અધિક અમારી સાથે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતો હતો. અમારી ટીમનો એક ઝળહળતો તારો. અમારા બધાનો હરહંમેશ માટે આત્મવિશ્વાસ વધારનારો.‌ જયકાર કરનો જમણો હાથ સમાન.‌ બધાને ખુશી વહેંચવાનો અને દેશ માટે કાઈ પણ કરનારો. " રોમાએ આંખમાં આવેલાં આંસુને રોકીને આંશીની વાતનો જવાબ આપ્યો. " સાચે ? અધિકે મને ક્યારેય આ વિશે જણાવ્યું નહોતું. " રોમાનો જવાબ સાંભળીને આંશીને આશ્ચર્યનો પાર ન રહ્યો. " એનાથી વિશેષ ઉંડાણપૂર્વક માહિતી તમને અભિમન્યુ સર જણાવશે. " રોમાએ આંશીના હાથમાં ચાનો કપ આપીને કહ્યું.

આંશીએ થોડી ચા પીધી પણ આજે એ ચા સ્વાદ વિનાની લાગી રહી હતી. થોડીવાર થતાં બહાર એમ્બ્યુલન્સ અને એક ગાડી આવી પહોંચી. એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતાં અભિમન્યુ કોફીનો કપ ટેબલ પર રાખીને ઝડપભેર બહાર ચાલ્યો ગયો. એની સાથોસાથ રોમા અને જયકાર પણ બહાર નીકળી ગયાં. આંશીને કાંઈ સમજાયું નહીં પરંતુ એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતાં એ પણ ઝડપભેર રૂમમાંથી બહાર નીકળી. " આટલો સમય કેમ લાગ્યો ? તું પોસ્ટમોર્ટમ રૂમમાં હતો ? " અભિમન્યુએ ગાડીમાંથી નીચે ઉતરીને આવેલાં પાટીલને સવાલ કર્યો.‌

" હા સર હું ત્યાં અંદર જ હતો. " પાટીલે નીચું માથું કરીને થોડાં ધીમાં અવાજે અભિમન્યુના સવાલનો જવાબ આપ્યો.‌ " મિત્રની એટલી બધી જ ચિંતા હતી તો તમે શું કામ હોસ્પિટલ ન ગયાં ? " ઘરમાંથી બહાર નીકળીને અભિમન્યુની વાત સાંભળતાં એકાએક ગુસ્સેથી આંશીએ અભિમન્યુને કટાક્ષ કરતાં કહ્યું. અભિમન્યુએ કાંઈ જવાબ ન આપ્યો. અભિમન્યુના મૌન પર રોમા કાંઈ બોલે એ પહેલાં અભિમન્યુએ એનો હાથ આગળ કરીને રોમાને આગળ બોલતાં ત્યાં જ અટકાવી. એમ્બ્યુલન્સમાથી અધિકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો.

ત્રિરંગા સાથે જેનું શરીર લપેટાઈને ઘરે પરત ફર્યું,
એ વિર સાથે થયેલો પ્રેમ આજે અમર બની ગયો.

પાછળ આવેલી અન્ય ગાડીઓ માંથી બીજા ચાર પાંચ વ્યક્તિઓ ઉતરી આવ્યાં. અધિકનો મૃતદેહ જોતાં આંશી પર ફરી એક વખત આભ ફાટ્યું. જેની સાથે આખી જિંદગી પસાર કરવાનાં સપનાં જોયાં હતાં એ આજે આંશીને છોડીને જતો રહ્યો હતો. " ભાતર માતા કી જય. " નાદ સાથે આસપાસનું આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. " મેડમ અધિક સાહેબનાં પરિવારમાં અન્ય કોઈ નથી. આ એમની વસ્તુઓ છે. " એક ઓફિસરે આંશીની બાજુમાં આવીને અધિકના કાંડે બાંધેલી ઘડિયાળ અને એનું પર્સ આંશીને સન્માન સાથે આપવામાં આવ્યું. આંશીના હાથમાં ડાયમંડ રિંગ પહેરાનવારની આજે ઘડિયાળ હાથમાં રાખીને આંશી ઉભી હતી. " મેડમ અધિક સરે દેશ માટે કામ કર્યું એનાં અમે બધાં હરહંમેશ માટે ઋણી છે. અધિક જેવાં ઈમાનદાર ઓફિસરની અમને કાયમ માટે ખોટ રહેશે." બે હાથ જોડીને સામે આવીને ઉભેલાં શશીકાંત તન્નાએ હાથ જોડીને માફી માંગીને કહ્યું. આંશીના કાને પડી રહેલાં એક એક શબ્દો તેનાં કોમળ હૃદયને વધુને વધુ તકલીફ આપી રહ્યાં હતાં.

" અંતિમ સંસ્કાર કરવાનો સમય આવી ગયો છે. " હિન્દુ ધર્મ અનુસાર કરવામાં આવતી વિધી મુજબ પંડિતજીએ ત્યાં આવીને કહ્યું. આંશી છેલ્લી વખત અધિકની નજીક આવી એનાં કપાળ પર હાથ ફેરવ્યો અને ચુંબન કર્યું. મનોમન એની સાથે કેટલો મૌન સંવાદ થયો એનું વર્ણન શબ્દોમાં કહી શકાયું નહીં. " હું તારા આ બલિદાનને વ્યર્થ નહીં જવા દઉં. તું અને હું નહીં આપણે બંન્ને એક છીએં. " આંશીએ અધિકને છેલ્લી વખત વચન આપ્યું અને આખરે અંતિમ વિદાય આપી. આંશીના શબ્દોમાં રહેલી કરૂણતા ત્યાં ઉભેલાં દરેક વ્યક્તિનાં આંખમાં આંસું લાવી રહીં હતી. " તારૂં આ બલિદાન એ મારા જીવનનો એકમાત્ર ધ્યેય બની ગયો છે. માફ કરજે મિત્ર હું સમયસર પહોંચી ન શક્યો. હું તારા આ બલિદાનને ન્યાય આપીને રહીશ. " અભિમન્યુએ અધિકની માફી માંગી અને છેલ્લું વચન આપ્યું. આંશીની આંખની સામે જ અધિક રાખ બની ગયો.

બીજા અન્ય ઓફિસરો ત્યાંથી ચાલ્યાં હતાં. આંશી કલાકો સુધી ત્યાં જ બેસીને એ આગનો એક એક તણખાને જાણે પોતાનાં ભીંતરખાને સમાવી રહીં હતી. અધિકની સ્મૃતિઓ માનસપટ પર વધુને વધુ ઉપજી રહીં હતી. " આપણું એક નાનું ઘર હશે. એમાં આપણાં નાનકડા પરિવાર સાથે મળીને રહેશું. તારા મમ્મી પણ આપણાં લગ્ન પછી આપણી સાથે રહેશે. માની મમતા માટે હું પણ વર્ષોથી વંચિત છું. " બાલ્કનીમા બેસીને અધિકની વાતો સાંભળીને આંશી બસ એનાં માસુમ ચહેરાં તરફ નિહાળ્યાં કરતી. આજે એ સ્મૃતિઓ આંખોને ભીંજવી રહીં હતી. આગ બસ બુઝાવા આવી હતી. એકાએક આંશી ઉભી થઈ.


અધિકે પોતાનાં ભુતકાળ વિશે આંશીને શું કામ જાણ ન કરી ? અધિકને આપેલા વચન માટે આંશી આગળ શું કરશે ? અભિમન્યુ કોણ છે ? જોઈએ આગળનાં ભાગમાં.‌


અધિકની ચિતાની આગને હદયમાં સમાવી,
એ નીકળી પડી જિંદગીમાં નવી સફર સજાવી.



ક્રમશ....