Udta Parinda - 2 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 2

અધિકનુ લોહીલુહાણ શરીર પોતાનાં ખોળામાં લઇ અને મૌન બનીને આંશી ત્યાં જ બેઠી હતી. હદયના ભીતરખાને ભભૂકી રહેલું જ્વાળામુખી એ આંશીને ભીંતરથી બાળી રહ્યું હતું. બે કલાક જેવો સમય થય ગયો છતાં કોઈ વ્યક્તિ મદદ માટે આવ્યું નહીં. એક પળમાં ટેબલ પર બેસીને ફોટા પાડી રહેલાં આંશી અને અધિક અત્યારે જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ તે કુદરતનો કેવો પ્રકોપ કહેવાય ? એક પળ માટે જાણે જીવનભરની ખુશી આંશીના જીવનમાં ભરી દીધી હતી અને એક પળ પછી જાણે જીવન સમાપ્ત થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું.

" અધિક તને યાદ છે, જ્યારે આપણે કોલેજમાં પહેલી વખત મુલાકાત થઈ ત્યારે જ તું મને મનોમન પસંદ આવી ગયો હતો. છતાં મે તને એક વર્ષ સુધી એ વાત જણાવી નહિં. હું તને પ્રેમ કરતાં પહેલાં તને ઓળખવા માંગતી હતી. તારી ભીંતર રહેલાં પ્રેમને હું જાણવાં માંગતી હતી. તારૂં વચન તે પુરૂં કર્યું. તે છેલ્લાં શ્ર્વાસ સુધી મારો સાથ છોડ્યો નહીં. અધિક તું મારી વાત સાંભળી રહ્યો છે ? અધિક કાંઈક તો બોલ ? " મૌન બનીને બેઠેલી આંશીએ આખરે પોતાનું મૌન તોડ્યું અને અધિકના હાથ પર પોતાનો હાથ રાખીને એને સવાલ પુછી રહીં હતી. મનમાં ક્યાંક અને ક્યાંય અધિક હમણાં મારા સવાલનો જવાબ આપશે એવી આશા બાંધીને આંશી બેઠી હતી.

અધિકનો ફોન એકાએક ફરીથી રાણકી રહ્યો હતો. ટેબલ પર રહેલાં ફોનને ઉઠાવવાની હિંમત આંશી પાસે ન્હોતી. થોડીવાર થતાં અધિકના કાંડે બાંધેલી સ્માર્ટવોચ પર લાઈટ ચાલું બંધ થવા લાગી. અંધકારમાં રહેલી આંશીના ચહેરાં પર એ લાઈટનો ઝાંખો પ્રકાશ પડી રહ્યો હતો. આંશીએ એ ઘડિયાળને બંધ કરી અને થોડી વધું જોરથી અધિકનો હાથ ઝાલી લીધો. થોડીવાર થતાં જ ત્યાં બે ગાડીઓ સડસડાટ ગતિમાં અચાનક આવી પહોંચી. જમીન પર બેઠેલી આંશીની નજર હવે વધારે દુઃખ જોવાનાં કે સહન કરવાની ક્ષમતા ખોઈ બેઠી હતી. બે ગાડીઓની પાછળ એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતુ આવી પહોંચ્યું. એમ્બ્યુલન્સ માંથી ત્રણ ડોક્ટરની ટીમ નીચે ઉતરીને અધિક પાસે આવી પહોંચી.‌

કાળા રંગની ચમકતી ગાડીમાંથી ઉતરેલાં બે વ્યક્તિઓ આંશી પાસે આવી પહોંચ્યા. " એ વ્યક્તિઓ કોણ હતાં ? " ગાડીમાંથી ઉતરીને આવેલા વ્યક્તિએ આંશીને સવાલ કર્યો. આંશી એનાં સવાલનો જવાબ આપી શકી નહીં. " ડોક્ટર સાહેબ અધિકને જલ્દીથી હોસ્પિટલ પહોંચાડો. એની સારવારમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. " પેલા વ્યક્તિએ ડોક્ટરને ઉંચા અવાજે સુચના આપતાં કહ્યું. ડોક્ટરની ટીમ અધિકની તપાસ કરી રહીં હતી. " હી ઈસ નો મોર. "આખરે એમાંથી એક ડોક્ટરે ઉંડો શ્વાસ ભર્યો અને હિમ્મત એકઠી કરીને કહ્યું. " તને ઈલાજ કરવા માટે કહ્યું છે. એક વાત મગજમાં નથી બેસતી ? ચુપચાપ ઈલાજ કરો.‌ " ડોક્ટરની વાત સાંભળીને પેલો વ્યકિત ભાન ખોઈ બેઠો અને ડોક્ટરનો કોલર ખેંચીને ધમકાવતા કહ્યું.

" અભિમન્યુ તું સમજ એમાં ડોક્ટર સાહેબ શું કરી શકે ? " પાછળ ઉભેલાં એક વ્યક્તિએ ગુસ્સે થયેલાં અભિમન્યુને સમજાવતાં કહ્યું. " એકાએક આ કેવી રીતે થયું ? પ્લીઝ તમે કાંઈક તો જણાવો ? " અભિમન્યુએ આંશીને થોડાં ગંભીર આવજે સવાલ કર્યો. " મારી અને અધિકની જીવનમાં સૌથી સુંદર પળ હતી. આ લાલ રંગનાં ગુલાબ કયારે લાલ લોહીમાં પરિવર્તિત થઈ ગયાં એ ખબર ન પડી. " આંશીએ રડતાં રડતાં ટેબલ પર પડેલાં ગુલાબ તરફ ઈશારો કરતાં અભિમન્યુના સવાલનો જવાબ આપ્યો. " હું જે વિચારી રહ્યો છું એજ તમે વિચારી રહ્યા છો કે શું ? " પાછળ ઉભેલાં એક વ્યક્તિએ અભિમન્યુના ખંભા પર હાથ રાખીને સવાલ કર્યો. અભિમન્યુએ હકારમા માથું ધુણાવીને હા પાડી.

" તમે બધાં કોણ છો ? અધિકને મારનાર વ્યક્તિ કોણ હતાં ? અધિકને મારીને એને શું મળ્યું હશે ? " આંશીએ રડતાં રડતાં અભિમન્યુને સવાલ કર્યો. " હું છું જયકાર અને આ છે અભિમન્યુ. અમે અધિકના મિત્રો છીએં. " પાછળ ઉભેલાં વ્યક્તિએ પોતાનો પરિચય જયકાર નામથી ઓળખાળ આપીને કર્યો. " અધિક આપણે બધાંને છોડીને ચાલ્યો ગયો એ વાતનું અમને બધાંને બહું દુઃખ છે. ‌અધિકને મારનાર વ્યક્તિને હું નહીં છોડુ. એ મારૂં તમને વચન છે. " અભિમન્યુએ આંખમાં રહેલાં આંસુને લૂછતાં આંશીને વચન આપ્યું. " તમે કોણ તો છો ? હું તમને નથી ઓળખતી. હું ત્રણ વર્ષથી અધિક સાથે રહું છું. મેં કદી પણ તમારૂં નામ એનાં મુખેથી નથી સાંભળ્યુ. " આંશીએ અભિમન્યુ અને જયકાર તરફ નજર કરતાં સવાલ કર્યો.

" અમારા વિશે કોઈને જાણકારી ન આપવી એજ અધિકનો ધ્યેય હતો. આ બધાંથી એ તમને દુર રાખવા માંગતો હતો. એનાં મનમાં ડર હતો કે, તમને કાંઈ થશે તો ? આખરે એનો એ ડર સાચો પડ્યો." અભિમન્યુએ ગંભીર આવજે આંશીને સમજાવતાં કહ્યું. " અધિક એવું શું કામ કરી રહ્યો હતો ? " આંશીએ રડતાં રડતાં અભિમન્યુને સવાલ કર્યો.

" મેડમ એ હું અત્યારે આપને જણાવી નહીં શકું. જો કદાચ જણાવીશ તો તમે મારી વાત સમજી શકો એવી હાલતમાં તમે નથી. " અભિમન્યુએ અધિકાના માથા પર હાથ ફેરવતાં આંશીને કહ્યું. " હાથ નહીં લગાડતાં મારા અધિકને. તમે એનાં મિત્રો છો તો તમને ખ્યાલ હશે કે, એનાં પર જીવલેણ હુમલો થવાનો છે. શું કામ તમે કોઈ એની મદદ માટે આવ્યાં નહીં ? આવા મિત્રો હોય ? તમે મિત્ર નહીં દગાખોર છો. " આંશીએ અધિકના માથા પર હાથ ફેરવી રહેલાં અભિમન્યુનો હાથ દુર કરીને ગુસ્સેથી કહ્યું. " મેડમ તમે જેવું સમજી રહ્યા છો એવું કાંઈ નથી. અમને જરા પણ ખ્યાલ ન્હોતો કે આવું કાંઈપણ થશે. " અભિમન્યુએ માથા પર હાથ રાખીને આંશીને સમજાવતાં કહ્યું.

" ચાલો હવે ઘરે જઈએ અધિકના અંતિમ સંસ્કારની વિધિ કરવાની છે. " જયકારે અધિકના માથા પર સફેદ રૂમાલ કાઢીને આંશીને ત્યાંથી ઘરે જવા માટે સમજાવતાં કહ્યું. આંશી અધિકને એમ્બ્યુલન્સમા લઈ જતાં જોઈ જોર જોરથી રડવા લાગી. એની વેદનાને સમજનાર કોઈ નહોતું. ભિતરમા બળી રહેલી આગ વધુને વધુ ઉગ્ર બની રહી હતી. " જયકારે આંશીને ગાડીમાં બેસાડી. " તમે ખરેખર કોણ છો ? " આંશીએ રડતાં રડતાં જયકારને સવાલ કર્યો. જયકારે પોતાનાં હાથમાં રહેલાં ફોન પર એક વિડીયો ખોલી અને આંશીના હાથમાં ફોન આપ્યો. આંશીએ જેવો વિડીયો શરૂ કર્યો એવો અધિક વિડિયોમા સામે દેખાય રહ્યો હતો.‌ અધિકને હસતાં જોઈ આંશી ફોનની સ્ક્રીન પર હાથ ફેરવીને અધિકને બસ નિહાળી રહીં હતી.

" માય ડિયર આંશી આજે હું તને ફાઈનલી લગ્ન માટે પ્રપોઝ કરવાનો છું. આજનો દિવસ એ આપણા બન્નેની જિંદગી માટે સૌથી વધારે યાદગાર અને સુંદર દિવસ છે. હવે હું જે કહેવા માગું છું એ ધ્યાનથી સાંભળજે, અને હા પહેલાં રડવાનું બંધ કર ચાલ ફટાફટ. મને તારી આંખમાં જરા પણ આંસુ દેખાવા ન જોઈએ. જ્યારે તું રડે છે ત્યારે મારી આત્મા અંદરથી દુઃખી થાય છે. તું મને દુઃખી કરવા માંગે છે ? " અધિક જાણે લાઈવ આંશીને સામે જોઈ અને વાત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. અધિકની વાત સાંભળીને આંશીએ માથું ધુણાવીને ના પાડી. વિડિયો બંધ કરીને આંશીએ આંખમાં રહેલાં આંસુને લૂછવાં લાગી. ફરીથી વિડિયો ચાલું કર્યો.

" આવી સુંદર છોકરીની આંખમાં આંસું સારા લાગે ? મારી વ્હાલી આંશીની આંખમાં આંસું કદી ન આવવા જોઈએ. આજથી આપણી નવી જિંદગી શરૂ થવા જઈ રહીં છે. આજનો દિવસ એ સૌથી યાદગાર બનવાનો છે. મારા જીવનાના એક એક દિવસને યાદગાર બનાવનાર આંશી માટે મારે કાંઇક યાદગાર બનાવવું જોઈએ. તારી માટે આ રિંગ પસંદ કરી છે. તારા ફોન પર રહેલાં સ્કિનશોટ જેવી જ છે. બીજું કહું તો, એક વાત યાદ રાખજે, હું રહું કે ન રહું પણ મારો પ્રેમ એ હરહંમેશ માટે તારી સાથે છે. કદાચ એક સમય જેવો પણ આવી શકે મારી જિંદગીમાં કે, મારૂં શરીર સાથ ન આપે પણ મેં તને પ્રેમ મારી આત્માથી કર્યો છે. કહેવાય છે ને કે, આત્મા તો અમર હોય છે. મારો પ્રેમ પણ તારી માટે અમર છે. જીવનનાં દરેક તબક્કે તે મારો સાથ આપ્યો છે. અમુક સંજોગો કારણથી હું તને મારા જીવનમાં ચાલી રહેલી અમુક ઘટનાઓ વિશે જાણ ન કરી શક્યો. એ બદલ મને માફ કરજે. જીવનમાં ક્યારેય જરૂર પડે ત્યારે અભિમન્યુ અને જયકાર તારો સાથ આપશે. હું તો હરહંમેશ તારી સાથે છું. તારી આત્મા સાથે જોડાયેલો છું. તારાથી અજાણ રહેલી ઘણી વાતોને મેં આ ડાયરીમાં લખી છે. જો હું ન રહું તો તારે આ બધી જવાબદારી પુરી કરવાની છે. સમયસર જમી લેવાનું છે. ફાસ્ટ ફૂડ નહીં પણ ઘરનું બનાવેલું ભોજન જમવાનું છે. બીજું તો હું શું કહું તને ? હરહંમેશ તારૂં ધ્યાન રાખજે કેમ કે, તું અને હું નહીં પણ આપણે બન્ને એક છીએ. " આંખમાં આવેલાં આંસુને રોકીને અધિક બોલી રહ્યો હતો.

" ભાઈ તું પ્રપોઝ કરી રહ્યો છે કે, આંશીને વધારે રડાવી રહ્યો છે ? " પાછળથી અભિમન્યુએ વિડિયોમા સાદ પાડીને અધિકને કહ્યું. " હું જલ્દીથી મ આવી રહ્યો છું તારી પાસે. આઈ લવ યુ આંશી. " છેલ્લે અધિક ફોનનો કેમેરો બંધ કરતાં હાથમાં રહેલી ડાયમંડ રિંગ બતાવી અને વિડિયો પુરો થયો. આ વિડીયો જોતાં આંશીના આંખમાંથી વહેતાં આંસુને રોકવા અશક્ય બની ગયાં હતાં.

અધિકનને ગોળી મારનાર વ્યક્તિ કોણ હશે ? અધિકનો વિડિયો જયકર પાસે કેવી રીતે આવ્યો ? જોઈએ આગળનાં ભાગમાં.

એ નીકળી પડ્યો હતો પ્રેમનાં સુંદર પંથે
સપનાં અધુરાં રહીં ગયાં આથમતી સાંજે.

ક્રમશ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED