દૈત્યધિપતિ II - ૧૪ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યધિપતિ II - ૧૪

‘મારા માસી મને 10માં ધોરણમાં ન્યુ યોર્ક લઈ ગયા હતા. હું ત્યાં જ રેહતી હતી. પછી મે મારા મેજર્સ કર્યા, ફિલોસોફીમાં પણ મમ્મીની તબિયત લથડી, એટલે મારે પાછું આવવું પડ્યું. જોબ તો છે, પણ તે છોડી દીધી. હવે કદાચ પાછી અમેરિકા જવુંજ નહીં. માસી તો ચાર વર્ષ પહેલા મારી ગયા.’

‘ઓહ. શું થયું હતું, સીતા આંટીને?’

‘એમને મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ હતી. પણ બહુ મોળી જાણ થઈ. બાથરૂમમાં પળી ગયા. કોમામાં હતી, અને 20મે દિવસે તો…’

‘આ બધુ ક્યારે થયું?’

‘હમણાં બે અઠવાડિયા પહેલા.’

‘પણ હવે તું અહી એકલા ક્યાં રોકાઈશ બેટા?’ સુધાના મમ્મી બોલ્યા. 

‘ના. મને ફાવશે.’

‘પણ તે ઘરમાં લગ્ન થયા પછી કોઈ એ સાફ સફાઇ નથી કરી.’ અમેય બોલ્યો. 

‘તમને કેવી રીતે ખબર? તમે અવિરાજ જેવા તો નથી લાગતાં.’

અને તે વખતે સુધાના મુખ પર અજીબ રેખાઓ આવી હતી. હું એક દૈત્યને પ્રેમ કરું છું... તે મારો પતિ છે. પણ હું એને પ્રેમ કરું છું – હા, હું કરું છું!

‘અમેય. હું અમેયની પત્ની છું.’ 

‘ઓહ! હેલો અમેય! તે મને જવાબ ન આપ્યો? તારી પાસે ઘરની એકસ્ટ્રા ચાવી છે? તે લોકોએ કોઈકને આપી છે, પણ મને નથી ખબર.’ 

‘ના. આઈ વોસ જસ્ટ અ ગેસ્ટ.’ અમેય બોલ્યો. આખરે બધાને સાચું જવા કહઈએ, તો કેટલી વાર લાગે. 

‘ઓહ. મારી જોળે ચાવી તો છે પણ..’

‘હું એટલે જ કહું છું. આ મંદિર પાસે જ અમારું ઘર છે, ચલ ત્યાં.’ સુધાની બા બોલી. 

અને લોપા એ ‘સારું’ તેમ કહ્યું. અવિરાજ તે સમયે મૃગધાં સાથે કઈક વાત કરતો હતો. તે લોકો મંદિરની અંદર હતા. તેએ પાંચ આવ્યા અને બધા ઘર તરફ જવા લાગ્યા. 

જમ્યા. 

અને ઊંઘી ગયા. 

રાત્રે અઢી વાગ્યે. અમેયની આંખો ખૂલી. તે ઘરનો દરવાજો ખોલી બહાર આવી ગયો. અને જંગલના રસ્તે તે પેલા ઘર તરફ વળ્યો. આધિપત્યના વમણ ઉઠ્યા. આખું આધિપત્ય ધ્રૂજવા લાગ્યું. અને ઝોરભાર પવન વહેવા લાગ્યો. 

અમેયના પગ પે’લા ઘર તરફ વળ્યા. 

ત્યાં તે સ્ત્રી હતી, તે સફેદ સયાલી વાળી ભદ્ર સ્ત્રી. તેના હાથમાં સળગતી મશાલ હતી. 

‘તું કોણ છે?’ અમેયએ પૂછ્યું. અત્યારે તેની આંખો લીલા રંગની હતી. 

‘હું સબરી છું.’

‘સબરી, તું મને શું કહેવા માંગે છે?’

‘તું દૈત્યા છે. આધિપત્યમાં શામવી જા  –’

‘ના. હું સુધાને છોળી ક્યાંય નહીં જાઉ.’

‘અમેય ભૂલીશ નહીં, તારું અસ્તિત્વ તો ત્યાં જ છે.’

‘સુધાનું પણ.’

‘નથી! તને પણ ખબર છે કે વામાંની આત્મા અહી ફર્યા કરતી નથી. તે થોડાક જ જન્મ માટે અહી છે – આ વામાંનો છેલ્લો જન્મ છે. અને આ વાત સુધાને નથી ખબર.’

અમેય થોડુંક વિચારવા લાગ્યો. 

ઝરમર વરસાદ શરૂ થયો હતો. 

‘બાઢ તો પણ આવશે જ!’ અમેય એ કહ્યું. 

અને સબરી અમેયના પગ નીચેની ધરતી જોઈ ચોંકી ઉઠી. 

અહીં, તો તિરાડ હતી જ. 

પણ સબરી એ આ વાત અમેયને ના કહી. 

  ‘પણ તમને આ બધી  –’

‘દુખથી આંધડા માણસ મરેલા જ હોય છે. તેમણે ખબર હોય છે. જ્ઞાની અને જીવનથી પીડિત લોકો ને.. દૈત્યો વિશે ઘણી ખબર હોય છે.. મે મારા પેટમાં મારા પાંચ બાળકોને મરતા જોયા છે.. તેમનું લોહી મારા..’ સબરી આટલું બોલી રડવા લાગી. 

પણ અમેય ત્યાંથી ચાલ્યો ગયો. અમેય એક દૈત્યા હતો, તેને કોઈના દુખની સમજણ ન પડે. તે તેના ઘર તરફ વળી ગયો. અમેયને મશાલની જરૂર ન હતી. 

અમેયને સાંભળવા, જોવાની કઈ જરૂર ન હતી. તે બધુ જાણતો જ હતો. સુધા જાગતી હતી, તે વાત પણ અમેયને ખબર હતી, અને સબરી તેની સાથે વાત કરવા ઇચ્છતી હતી, તે પણ. 

સુધાનો હાથ પકડ્યો, તે ઘરની બહાર બેઠી પલડતી હતી. વરસાદ વધી રહ્યો હતો. 

‘પણ અમેય!’ સુધાનું કઈ પણ સાંભળ્યા વગર તે સુધાના હાથ પકડી ગાડી તરફ ચાલવા લાગયો. 

અંદર બેસાડી, અમેયએ સુધા સાથે, પાંચમાં ગેરમાં ગાડી જંગલ તરફ વળાવી દીધી હતી. 

બધા ઝાડ તેમના માટે રસ્તો બનાવતા હોય, તેમ હટવા લાગ્યા. 

સુધા અમેયને ‘શું કરે છે તું! આપણે ક્યાં જઈએ છીએ..!’ કહી કહીને થાકી ગઈ હતી. 

તેઓ જંગલના મધ્ય ભાગમાં પોહંચ્યા. અહી કોઈન હતું. સુધાને બહાર નીકાળી, અમેય સુધાને ભેટી પળ્યો. તેમની આજુ બાજુ થી ઝાળ નીકળવા લાગ્યા હતા. જંગલ તેમની પાસે આવી રહ્યું હતું.. બઢાજ ઝાડ મંદ ગતિએ તેઓની પાસે આવી રહ્યા હતા.  

સુધાને ડર લાગતો હતો પણ.. 

‘મારે તને ફકત બે વાત કહવી છે, સુધા.. મે તારા બાપુને નથી માર્યા મારો વિશ્વાસ કર.. હું, હું તને પ્રેમ કરું છું..’  

અને આકાશ માંથી પાણીની ધારાઓ ઝોરભાર છૂટવા લાગી!