દૈત્યાધિપતિ II - ૬ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

દૈત્યાધિપતિ II - ૬

‘હું મજાક કરું છું. તમે કોણ છો? અહી પહેલી વાર જોયા.’

‘હું સુધા. આ મંંદિરના પંડિતની દીકરી. મે પણ તમને નથી જોયા. તમે?’

‘હું.. તો અહી મારા ભાઈના ઘરે રહેવા આવી છું- હું.. મારે મોડુ  થાય છે, હું નિકળૂ.’ કહી તે સ્ત્રી તો જતી જ રહી. 

સુધા તેને જોતી રહી, પછી તેને તેના ઘર તરફ પ્રયાણ કર્યું. 

તેની બા અમેય અને મૃગધા સાથે બેસી હતી, તેઓના હાથમાં ચાના ગરમ પ્યાલા હતા. 

‘તમે તો મને મૂકીને જ આવતા રહ્યા.’ 

‘અમને લાગ્યું કે તું અવિરાજ સાથે જ આવીશ.’ અમેય એ જવાબ આપ્યો. પણ તે તો સુધા સાથે જ ચાલતો હતો. તો પછી એણે ખબર કેવી રીતે ન હોય કે સુધા પાછળ જ હતી? પણ સુધા એ આ વિષે કઈ વિચાર્યું ન હતું. 

‘મારે મારી અમુક બહેનપણીઓ ને મળવું છે. હું જાઉ.’ 

સુધા એ ગાડીની ચાવીઓ લીધી અને એક ક્ષણ રોકાયા વગર તે નીકળી પડી. આધિપત્યના સરોવરનું પાણી વહેતું જ ન હતું, તે ધિક્કારતું હતું. સુધાને જોતાંજ તે સ્મિતા જેવુ લાલ થઈ જતું. અમેય ની જૂની આંખોની જેમ પણ.. તએ વિચાર માત્રથી સુધા એ ગાડી ભગાવી. 

આગળ સ્મિતા અને અમેયની લગ્ન ઓરડી હતી. બંધ પડેલી આા જગ્યા, એક ટેકરી પર બની હતી. થોડીક જ પાછળ વિશાળ વડનું જંગલ પ્રસરાયેલુ હતું. તેમાંથી થોડાક વડના થળ ટેકરી પર પથરાઈ ગયા હતા. ઘર બે માળનું હતું, અને રાખના રંગનું હતું. 

મોટા દરવાજે તાળું હતું. તેને વધુ જુઆ માટે સુધા આગળ વધી. તેને બહારીઓ દેખાઈ, ઉપર નહીં પણ નીચે. મતલબ આા ઘરમાં એક ભોયરું હતું. ડાબી બાજુ આગળ વધતાં, સીડીના પાંચ પગથિયાં ચઢતા એક બીજો લાલ દરવાજો સુધા એ જોયો. દરવાજા પર ફક્ત સાંકળ હતી. સાંકળ ખોલી, સુધા અંદર આવી. 

ઘર ખૂબ જ સુંદર હતું. અંદર કંટેમપ્રરી ડીઝાઇન વાળા સોફા હતા, ઘણા બધા ફોટા હતા. દરરેક ફોટામાં સ્મિતા અને અમેય જ હતા. લગ્ન પછી કોઈ આ ઘર સમું નમું કરવા આવ્યું ન હતું. સુધા એ ચારુ બાજુ જોયું, ક્યાંક કપડાં ઢોરાણા હતા, તો ક્યાંક કંકુ. ક્યાંક પગના નિશાન તો ક્યાંક વિખરાઈલા ફૂલ. 

જે માણસને સુધા પ્રેમ કરતી હતી, તેના લગ્ન અહીં થાય હતા. અમેય તએ બધુ ભૂલી કઈ રીતે શકે છે? કેવી રીતે સુધા? તેઓ ગોવામાંથી આવ્યા પછી એટલું બધુ સ્મિતા - ખુશવંત - દિલ્લી - સ્મિતા - ખુશવંત - દિલ્લી કરી લીધું હતું કે હવે બસ! હું અને આપણે જ યાદ આવતા હતા. અમેય એ તેને ઘડી. તએ હાલ જ્યાં હતી ત્યાં પોહંચાડી. કદાચ અમેય ના હોત તો તે હજુ અહી જ હોત. તો સુધા ના લગ્ન કોની સાથે થાત? તે વિચાર સુધાને આવ્યો જ્યારે તએ આગળના રૂમના બારણાં તરફ ગઈ, અને તેને એક તસવીર જોઈ. 

તસવીર ખાલી સ્મિતાની હતી. સુર્ય પ્રકાશમાં સુધાનો પ્રતિબિંબ તેમ દેખાતો હતો. અને લાગતું હતું કે આા ચિત્ર હલે છે.

તેના પગ આગળ એક ડાયરી પડી હતી. તેના બધાજ પન્ના ઉખાડી નાખવામાં આવ્યા હતા. થોડાક ખાલી પાના બાકી હતા. 

સુધા એ જોયું, તો મેઇન દરવાજો અંદરથી બંધ હતો- તે ખોલ્યો અને માણ્યું એક રમ્ય દ્રશ્ય:

આખું સરોવર તેની સામે હતું, ધીમો પવન વહેવા લાગ્યો. સુધાને લાગ્યું કે તે ઇટલીમાં છે, સીસીલીના આઇલેન્ડ પર હવાનો અવાજ કઈક આવો જ હોય છે. 

પણ ત્યાં આા માણસ ન હતો. 

આહ! દરવાજા આગળ તો એક માણસ હતો. 

‘સુધા! કેમ છે તું?’


 

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો