Daityaadhipati II - 1 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ II - ૧

લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં.

શું થયું?

સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હવે એ બધુ યાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ.

સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે.

દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો.

પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી?

લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ...

અરે હા, કહવાનું રહી ગયું હો, થેઓએ મરી ગયો.

એને સુસાઇડ કર્યું. હા, હવે એક માત્ર પ્રેમિકાના વિલાપ ને સહન કરવાની શક્તિ તો તેનામાં હતી નહીં, સાથે જ તેની પ્રેમિકા લગ્ન છોડી કોઈ બીજી છોકરી માટે (અર્થનો અનર્થ કરશો માં!) ભાગી ગઈ. ગોવાના બીચ પર ગયો, અને ડૂબકી મારી. શ્વાસ ન લીધો. બંધાઈ ગયો. પાણીમાં તેનું શરીર તરીને પાછું આવ્યું.

બહુ દુખ થયું હશે ને. તેને માં - બાપ ન હતા, પણ ચાહકો હતા.

અને એજ ચકો એ જાણવા તત્પર હતા કે થેઓએને આ એક માત્ર પ્રેમિકા ભાગી કેમ ગઈ. બહુ બધા ગુજરાતી ન હતા, અને જે હતા તેમાંથી થોડાકે દૈત્યાધિપતિનો પહલો ભાગ વાંચ્યો ન હતો.

બહુ હળવો માહોલ થઈ ગયો ને. બિભીત્સ રસમાં ક્યાંક હાસ્ય રસ પણ છે.

આફ્ટર ઓલ, આપણે તો ભૂત હોય તેને પણ કપડાં પેહરાવીએ છીએ. કોઈ વિચારશે.. અરે કપડાં તો નિર્જીવ હોય. તો તેની આત્મા ક્યાંથી આવે? પેલા ખાલી આંખ વાળા સફેદ ચાદર ઓઢેલા ભૂત જ ખરા કેહવાય. મને તો લાગે છે એ ભૂત કરતાં આપણાં અંદરનું ભૂત બહુ તાકતવર છે. એને તો કેટલા કપડાં છે. અલગ - અલગ.

છોડો ને! કોઈને લાગશે આ અંક પતાવવા માટે ટાઈમ - પાસ ચાલી રહ્યો છે. તેવું નથી.

આગળ જે વળાંક આવશે, એ વળાંકની અપેક્ષા તમે નહીં કરી હોય. અને કરી હશે તો તમને ધન્યવાદ.

સુધા બહાર આવી. પછી અમેય આવ્યો.

સુધા અમેયથી બંધાઈ ગઈ હતી. તે અમેયને પ્રેમ કરવા લાગી હતી. અને જો મરવું હતું તો તે અમેયના હાથે જ મરશે તેવું નક્કી હતું. બીજી બાજુ આશા હતી, પ્રેમની. જો અમેય તેને પ્રેમ કરતો હશે તો તેને મારશે નહીં, તે ભાગી જશે સુધા સાથે. અને જો નહીં કરતો હોય તો.. સુધા ભાગી જશે, ઉપર, અને એકલી. અમેય એ સુધાનો હાથ પકડી લીધો. સુધાએ માથું હલાવ્યું.

‘હાં.’ તે કહેવા લાગી. તેઓ અમેયની જીપમાં ચઢ્યા. પણ અમેયએ ચાવી ન ફેરવી. સુધાને ડર લાગવા લાગ્યો, જો તે અમેય સાથે જાતી હશે, તેવું અમૃતા જોશે તો તે સુધાને અમેય છોડવા માટે મનાવી લેશે. અને જો કોઈ બહાર આવી ગયું તો?

અમૃતા આવી. અમેયએ જીપ ચાલુ કરી. અમૃતા તેની તરફ દોડી રહી હતી. અને અમૃતા પાછળનો દરવાજો ખોલી અંદર બેસી ગઈ.

‘તૈયાર?’

અમેય બોલ્યો.

બસ હોં હવે. ટ્રેલરમાં કઈ આખી મહાભારત ન કરાય. આજે તમારા માટે આટલું બસ છે હોં.

હવે આપણે આની આગળ શું થયું તે પછીના અંકમાં જોઈશું. તે પહેલા તમે યાદ કરો. પહેલા દિવસે. સુધાને બાંધીને રાખી હતી.

જે દિવસે સુધા બંધાશે, તે જ દિવસે આ કથાનો અંત આવશે. અને એ ક્ષણ નજીક છે, ખૂબ જ નજીક.

તે જ ક્ષણે સુધા પર બળતી આગ તેને..

તેને અમર કરી દેશે.

યાદ કરો તે દૈત્ય કથા. યાદ છે? તે આખી વાર્તા. સુધાની બા સુધા નાની હતીને ત્યારે કહેતી હતી.

હવે તો તમારે યાદ કરવી જ પડશે.

કારણકે દૈત્ય આવી રહ્યો છે.

દૈત્ય આવી રહ્યો છે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED