Daityaadhipati II - 13 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ II - ૧૩

 

લોપા બધાને અજીબ રીતે જોઈ રહી હતી. અહી કે ત્યાં, તે સૌને જોતી હતી, પણ કશું બોલે નહીં. જ્યારે તેની આંખો ખૂલી, ત્યારે તે ગભરાઈ ગઈ, અને ચીસ પાડવા લાગી હતી. પછી તેની નજર એક ખૂણામાં ઊભી પેલી સ્ત્રી પર પડી હતી. તે સ્ત્રીને જોઈ જ લોપા શાંત થઈ ગઈ, બધાએ તેને બેસાડી અને તે પછી સૌ પોતાના ઘર તરફ વળ્યા. વરસાદ શાંત થઈ ચૂક્યો હતો. ઘણા લોકો આવીને લોપાને તેના વિશે પૂછી ગયા હતા. 

તે ઘરડી ડોશીએ સાચ્ચું કહ્યું હતું, સીતાની પુત્રી લોપા અહી આવી હતી. 

‘મે આ ઘર એક લગ્ન માટે ભાળે આપ્યું હતું. તે ઘર મારા પપ્પાનું છે. મમ્મી હાલમાં જ અવસાન પામ્યા. તેમણે કહ્યું હતું કે મારી અસ્થિ અહીં જ, આ આધિપત્યના સરોવરમાં વિસર્જિત કરજે. તેટલે હું આવી છું.’ 

મૃગધા તે સ્ત્રીને બાજુમાં બેસી હતી. તે સ્ત્રીના કાન પાસે એક તિરાડ હતી. એ તિરાડ જોઈ કોઈએ ગામના વૈદ્યને બોલાવ્યા. ગામના વૈદ્ય ઘણા ઘરડા હતા. તે તિરાડ જોઈ, તેઓ કેહવા લાગ્યા, ‘પથ્થર પર માથું પછડાયું હોય, તો આવો ઘા થાય. તે તું કા જઈને પળી?’

વૈદ્યને લોપ એ કહ્યું, ‘હું આધિપત્યના સરોવર આગળ બેઠી હતી. ને વરસાદ વરસ્યો. ને હું ત્યાં બેઠી રહી. પછી મને થયું કે હું જાઉ. હું થોડેક દૂર આવી, તો મને લાગ્યું કે મારે ગામ જોવું છે. પણ વરસાદમાં ભીંજાવું તો મને બહુ ગમે! એટલે હું પલડતી - પલડતી ચાલતી હતી. પછી.. પછી મને નથી ખબર.’

આટલું સાંભળી વૈદ્યએ ઘા પૂરી દીધો, અને તે તો નીકળી ગયા. વૈદ્ય ઘણા ઘરડા હતા. પાસેના એક નાના શહેરમાં બધા લોકો દાકતરને પાસે જતાં, પણ આ બચારીને લઈ જાય અને લોહી બંધ ન થાય તો રસ્તા માં મોત પામે, તેટલે વૈદ્ય આવ્યા હતા.  

સુધાને તેનું બાળપણ યાદ આવ્યું. તેનો ભાઈ ને છિક, ખાંસી, ઉધરસ, તાવ.. અધધ બધુ ચાલુ ને ચાલુ જ હોય. જ્યારે જાય ત્યારે વૈદ્ય ખિજાય. બાપુજી જોળે વૈદ્યને ફાવતું હતું. અને તેઓ આયુર્વેદિક પધ્ધતિ ઘણી ઉમદા રીતે ઓળખતા હતા. લગભગ ૧૫ વર્ષ પહેલા એક રાત્રે મીનલ (ઘણા લોકો એને મીની કહી ને બોલાવતા) બીમાર થઈ ગઈ. ધગઢગતો તાવ હતો, અને પીત્ત છૂટતો હતો. ઊલટી થતી હતી, અને કોઈ દાકતર બીમારી પકડી ન હતા શકતા. ત્યારે રોજ રાત્રે વૈદ્ય તેઓના ઘરે આવે. કહ્યું હતું, કે કોઈ દવા મીનીને આપતા નહીં, તેનો ઉપાય તો ફક્ત મીઠી હવાથી આવી જશે. આ કેવી વાત? સુરતના દાકતર પણ જે બીમારી ઓળખી ન શક્યા, તેનો ઈલાજ ફક્ત હવા હતી. વૈદ્ય મીનીને સરોવર આગળ અળધો કલાક બેસવાનું કહે. સુરજ આથમે તેજ સમયે બેસવાનું. થોડાક દિવસમાં તો મીનીને ઠીક થઈ ગયું હતું. 

કોઈને સમજાયું ન હતું, કે આ કઈ રીતે થયું.

લોપાનું લોહી તો બંધ થયું, પણ તે ઓટલા પર બેસી રહી. તેની નજર સુધા પર પળી. 

‘સુધા? તું કેમ છે!’ લોપાનું મુખડું હસતું - હસતું તેની સામે જોવા લાગ્યું. 

સુધા કેમ હતી? સુધાને પણ ન હતી ખબર. એનો વર એક દૈત્ય હતો. તેનો ભાઈ દૈત્યની બહેન સાથે- એક મિનિટ, મૃગધા પણ કોઈ દૈત્ય હતી? શું અમેયની ઉછેર એક સારા પરિવારમાં થઈ હતી, પણ શું તે નાનપણથી એક દૈત્ય હશે, કે આ પાછળથી થયું હશે?

‘હું મજામાં. તને હું યાદ છું?’

‘હા. તને હું કેમ ભૂલું? મારી સુધા.. તારા બાપુજી હજુ આ મંદિરને સંભાળે છે?’

 ‘ના તેઓ નહીં. મારી બા સાચવે છે. શું કરે છે આજકાલ તું?”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED