દૈત્યધિપતિ II - ૧૦ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યધિપતિ II - ૧૦

‘પણ હું અમેયને પ્રેમ કરું છું.’

આધિપત્યના નીર ઉછળ્યાં. 

‘શું? તો શું? તારો અમેય એક રાક્ષસ છે! રાક્ષસ! દૈત્ય હોય તો તેને મારવો પળે!’

‘જેથી તું તારી દૈત્યાને મેળવી શકે? આધિપત્ય તારી દૈત્યા તારી સાથે સંગાથ સાધી શકે એટલે તું હવે મારા અમેયને મારા જ હાથે..’

‘સુધા..’

પણ સુધા તેનું સાંભળવા રોકાઈ ન હતી, તે ગાડી લઈને નીકળી પળી હતી.. અમેયંે તે પ્રેમ કરતી હતી. આ ગામમાં ભૂતો હતા. આત્માઓ હતી. બધી વાત પર ભરોસો હતો. વડના જંગલના રસ્તે તે આગળ વધી. અંધારું ઘોર હતું. સુધા એ રેયર વ્યૂ મિરરમાં જોયું.. આ શું?

તેની પાછળ આધિપત્યના નીર આવી રહ્યા હતા. 

હે ભગવાન! આકેવી ભયાનક વાત!

સુધાની ગાળી ટૂંક જ સમયમાં ડૂબવા લાગી. 

આધિપત્ય તેની ગાળીના બોનેટ પર હતો. સુધાએ ઝોરથી દરવાજો ખોલ્યો. તે બહાર આવી ગઈ હતી. 

આધિપત્યતેની તરફ આવી રહ્યો હતો. તેની અળધી ગાળી સુબી ગઈ હતી. અને આધિપત્યથી અહી સુધી પાણી વહી રહ્યું હતું. 

‘સુધા..’

‘મને ત્યજી દે. હું કોઈ વામાં નથી. અમેય..’

આધિપત્યનો અવાજ મધુર હતો, ‘તઅને પણ ખબર છે કે તે દૈત્ય છે. અને સુધા.. તારા બાપુજી સાથે તેને શું કર્યું છે.. તે તો તેને ખબર છે ને..’ 

‘પાણી તો ચંચળ હોય..’ પાછળથી અવાજ આવ્યો. 

આધિપત્યની આંખો જે વ્યક્તિ પર પળી, તેને જોઈ તે ઘણો ગભરાઈ ગયો હતો. 

દઘાઈ ગયો હતો. 

તે પેલી સફેદ સાળી વાળી ભદ્ર સ્ત્રી હતી. 

‘સર્પોનું રહેઠાણ તો પાણીમાં હોય.’ તે સ્ત્રીની આંખો બળવા લાગી હતી. વડના જંગલમાં તેની આંખો માંથી સૂર જેવો પ્રકાશ નીતરતો હતો. 

જેમ જેમ તે નજીક આવતી, તેમ તેમ આધિપત્ય તેનાથી દૂર થતો જતો હતો.. 

સુધાના હ્રદયમાં તો ફાળ પળી હતી. 

આશું? એક બાજુ આ અમેયની વાત અને આ સ્ત્રી.. 

આધિપત્યના નીર જતાં રહ્યા સરોવરમાં પાછા. 

તે સ્ત્રી થોડીક વાર ત્યાં ઊભી રહી હતી. 

સુધા તેને કઈ પૂછે, તે પહેલા તે પાછળ ફરી ચાલી ગઈ હતી. 

સુધા તેની ગાડી લઈ ઘરે પાછી ફરી. ઘરે કઢી, ખિચડી, છાશ, રોટલો અને સંભારો હતો. બધા જમીને આંગણામાં ઊંઘી ગયા. 

રાત વધારે ઘેરાઈ હતી. અને વરસાદ શરૂ થવાનો હોય, તેવું વાતાવરણ હતું. તેવું વાતાવરણ છેલ્લા કેટલાય દિવસથી હતું. સુધા તો ઊંઘી ગઈ હતી.. પણ તેજ સમયે,

 દિવાના પ્રકાશમાં કોઈ પત્ર લખી રહ્યું હતું. હાથમાં સ્યાહી વાળી કલમ હતી. તે જમીન પર બેસી પત્ર લખી રહ્યો હતો. આ વખતે તેમ આધિપત્યની એવી ઘટના હતી, જે હજુ ઘટી ન હતી. જે ઘટના ઘટવાની હજુ બાકી હતી. પણ અમૃતાને તેની જાણ થઈ જશે... સુધાએ સ્મિતાની ફાટેલી ડાયરી જોઈ હતી, તેમાં એ પત્ર લખવામાં આવી રહ્યો હતો.. અને દીવો ઓલવાઈ ગયો. 

થોડોક અંધકાર છવાયો.

 તે કાગળ ફાડી દેવામાં આવ્યું, અને તે વ્યક્તિ આ કાગળ હાથમાં લઈ ચાલવા લાગ્યો.

 અમૃતા પણ મીઠી નિંદરમાં હતી. તેજ સમયે વીજળી ત્રાળકી. તેની આંખો અચાનકથી ખૂલી ગઈ. તેની હોટેલને બહાર જ એક ઝાળ હતું. તે બળવા લાગ્યું. અને તેના માથા પર હાથ ફેરવ્યું.. કાગળ હતું. 

પ્રેમ પત્ર હતો. 

પણ રૂમ તો બંધ હતો. બીજી વીજળી પળી, પણ આ વીજળી તો આધિપત્યમાં પળી હતી, અમૃતા જે શહેરમાં રોકાઈ હતી, તેમા નહીં. અને વરસાદ શરૂ થઈ ગયો હતો. બધા પલડી ગયા હતા. અને ઘરમાં જતાં રહ્યા હતા. તે સમયે અમેય ઘરમાં જ હતો. અને વરસાદ જોઈ તે કહે, 

‘લાગતું જ હતું કે વરસાદ વરસશે…’

સુધાને ન હતું લાગ્યું. કારણકે તેના જીવનમાં તો પૂર આવ્યું હતું. એમા આ સામાન્ય છાંટળા તો જાણે કઈ ન હતા..