દૈત્યાધિપતિ II - ૭ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ II - ૭

‘કેમ આવી અહી! કેમ! મે તારું શું બગાડ્યુ હતું!’ કહી તે માણસે એવું તે  શું કર્યુ ... કે સુધાને અડયા વગર સુધા તો જાણે હવામાં જ ઊડી ગઈ! સીધી પડી સોફા આગળ. 

‘શું ધાર્યું છે તે સુધા!’

‘કોણ છે તું?’ સુધાએ ગભરાયેલા સ્વરમાં પૂછ્યું. 

‘હું કોણ છું! હું! આ આટલી મોટી તું કોના નીર પીધા પછી થઈ છે! મારા પાણીએ તો તું અહી છે. ૭૦ ટકા જે તારા શરીરમાં પાણી છે.. તેમાનો અધિક ભાગ મારો છે!’ 

‘પણ કોણ છે તું!’

‘હું .. આધિપત્ય છું. આધિપત્ય.’ 

આધિપત્ય? આધિપત્ય એટલે આા ગામ- ‘ના. હું ગામ નહીં. પણ સામે જે સરોવર છે.. એજ છું. હું આધિપત્ય છું. કેમ આવી  અહી!’

સુધાને લાગતું હતું કે આ માણસ કોઈ બેવકૂફ છે. ઢોંગી છે, પાપી છે. ડ્રગ્સ માટે આા ઘર ખાલી રહે તેના નાટક કરી રહ્યો છે. 

પણ સુધાના અંતર માંથી સાદ આવ્યો.. એને સુધાનું નામ કઈ રીતે ખબર છે?

હોય શકે અહી નો રહવાસી હોય. પણ સુધાને ફક્ત થોડાક મુખ જ ખબર ન હતા (એવા લોકો, જે સુધા પહેલા આવ્યા, અને જતાં પણ રહ્યા, કે જે તે  ગઈ પછી જન્મ્યા) બાકી બધાને તએ ઓળખતી હતી. આધિપત્ય ગામ જ નાનું હતું. પણ આા માણસ તો.. 

લાગ્યું કે આા માણસ સુધાની મનની વાતો સાંભળે છે- એકદમ જોરથી સુધાનો હાથ પકડી તે સુધાને ખેંચીને સમુદ્ર તરફ લઈ ગયો. 

સમુદ્રમાં પૂર આવ્યું! 

વિક્રાળ, આવેશ થી ભરેલી લાહરો ઉઠી તેની સામે આવવા લાગી. તે માણસ તો રોકતોજ ન હતો. ૪ વાગ્યે અમદાવાદની કોઈ અજાણી સોસાયટીમાં આવતા જેમ કુતરા ભાસવા લાગે, તેમ જ તે લહેરો આવતી હતી. પણ રોકાવવાની ન હતી. 

પાણીના છાંટળા પળતા જ સુધા જોએ તો શું? 

તે માણસ ગાયબ થઈ ગયો. પાણીની લહેરો તેને ખેંચી જતી હતી. સુધાએ ચીસ પાડી, પણ સામે તો જાણે થોભી ગયો હતો. 

‘છોડો! છોડો! મને છોડો!’ સુધાના આંસુ સરોવરમાં ભળવા લાગ્યા. તેના હાથ પગ પકડી કોઈ તેને અગ્નિમાં બાળતું હોય તેમ સુધાને લાગતું હતું. 

ત્યાં તો અચાનકથી પાણી સુધાથી દૂર ભાગતું હોય તેમ થવા લાગ્યું.. પાણી બધુ દૂર જતું હતું અને તે માણસ સુધાની પાછળ આવી ગયો હતો. 

‘હવે તો વિશ્વાસ છે ને- કે હું જ આધિપત્ય છું.’ 

સુધાએ ધીમેથી માથું હલાવ્યું. 

તે માણસે સુધાને હાથ આપ્યો.. હવે સુધા શું વિચારે, તે માણસ હતો કે સરોવર? સુધાના કપડાંમાં પણ પાણીનું એક ટીપું બચ્યું ન હતું. આ કેવુ અવિશ્વસનીય સ્મરણ!

‘કેમ આવી છું અહી?’ આધિપત્યએ ધીમેથી સુધાને પૂછ્યું. 

‘મારી માતાને મળવા.’

‘તું એને સાથે કેમ લાવી?’

 ‘કોને?’

‘એજ જેને જોવા હું તરસ્યો છું, અને એજ જેનાથી હું ધ્રુજી ઊઠું છું- દૈત્ય.’ 

‘દૈત્ય?’

હું જુઠ્ઠું નહીં કહું, પણ દૈત્યનું નામ પળતાજ સુધાના મનમાં એક નામ આવ્યું.. અમેય. 

‘હા તો બીજું કોણ!’

‘પણ દૈત્ય મારી જોડે નથી.’ 

આા વાત સાંભળી આધિપત્ય થોડુંક હસ્યા અને કહે, ‘તારા માથા પર ચઢેલા સિંદુરનું પાણી મારુ હતું, સુધા. અને તું પૂછે દૈત્ય કોણ? ખાંડ ખાજો પણ ભૂલના ખાતા. મને સ્પર્શીને તો તે તને પરણ્યો હતો!’ 

એટલે.. અમેય. 

‘અમેય?’ સુધા વિશ્વાસ કરવા તૈયાર હતી. 

‘હું એણે દૈત્ય કહું છું. દૈત્યાધિપતિ કહે છે આ જગ એને. દૈત્યાઓનો આધિપતિ. મારામાં રહેલો દૈત્ય. મારો દૈત્ય!’

‘પણ અમેય દૈત્ય કેવી રીતે હોય શકે.’ 

‘એક મિનિટ.. . આ અમેય એક જ છે?’

‘મતલબ?’ 

એક જ છે? હે?

‘અમેય એક જ વ્યક્તિ. તો દૈત્યા કયા?’

‘દૈત્યા? એ કોણ છે?’

‘મારી સંગિની.’