સુધા સહ પરિવાર જ્યારે આધિપત્યમાં પહોચી ત્યારે રુડી સવાર સરોવરથી ઊંચકાતા ધીમા પવન સાથે પ્રસરી રહી હતી. તેઓ ગાડીની બહાર આવ્યા, ત્યારે રસ્તા પર કોઈ જ ન હતું. આ સુમ - સામ રસ્તો જોઈ સુધાને વિચાર આવ્યો, કે સ્મિતાએ જે લગ્ન માટે બંગલો અહી ખરીદ્યો હતો, તેની માલિકી કોની પાસે હશે? અને શું અત્યારે એ બંગલો ખોલે તો.. -ખબર નહીં ક્યાંથી સુધાને તે બંગલો યાદ આવી ગયો. ક્યારેક, ક્યારેક સુધાને લાગતું હતું કે આ અણસાર સાચા નથી, અને ક્યારેક એવું થતું કે કોઈ કારણ તો છે જ. સુધા પહેલા આવું કઈ વિચારતી ન હતી. તે પહેલા કોઈ દિવસ એમ ન હતી માનતી કે આજુ બાજુ કોઈ ખાલી જગ્યા, બચવા માટે હોવી જોઈએ. સ્મિતા અને ખુશવંત તો કારણ હતા જ પણ હવે આ અમેયની આંખો અને તેના બાપુની મૃત્યુ..
ઘર ખખડાવ્યું ત્યારે કોઈ ન હતું. આંગણે દ્વાર પર લોખંડનો ખીલ્લો લાગ્યો હતો.
‘ઓહ.. મમ્મી ક્યાં હશે?’ મૃગધા એ પૂછ્યું.
‘મંદિરમાં હશે, જો ઘરે નહીં હોય તો.’
અમેય કોઈ રાક્ષસ ન હતો. એટલે, સુધાને એ વખતે લાગતું ન હતું કે અમેય રાક્ષસ છે, કારણકે અમેય સામાન્ય માણસ જેવી રીતે વર્તતો. તે મંદિરમાં પગ મુક્તા બળવા ન હતો લાગતો. ન તે ભગવાનની પ્રતિમા જોઈ ગભરાઈ જતો...
આધિપત્યમાં એક માત્ર લક્ષ્મી- મંદિર તેઓના ઘરથી ચાર ડગલે દૂર, એક ભેખડ પર હતું. નીચે સમુદ્રનું પાણી પથ્થર પરથી પળતું, અને આગળ વધતું. અહી પાણીનું ઝરણું હતું.
ધાર્યા અનુસાર સુધાની બા લક્ષ્મી - મંદિરમાં જ હતી. પ્રતિમાને નવા વાઘા પહેરાવતા પટ દ્વાર પર પડદો રાખી તેઓ બાજુમાં વાગતા ભજન - કીર્તનના સ્પીકર પર કેસેટ બદલવા આવ્યા ત્યારે તેઓના બાળકોને જોતાં જ હરખાઈ ગયા. ભેટી પડયા. ચરણ સ્પર્શ કર્યા પછી સુધા એ જોયું તો તેની બા ઓળખાય એવી હાલતમાં ન હતી.
મુંડન કરાવ્યા બાદ વાળ હજુ થોડા જ ઊગ્યા હતા. હલકા આસમાની રંગની સાડી પહેરી હતી, અને કોઈ શૃંગાર કર્યો ન હતો. સુધાની બા સાવ બદલાઈ ગઈ હતી.
‘સુધા કેમ છે બેટા તું? અને અમેય.. તમે તો ઠીક છો ને?’
વાત તેઓ પર આવી તો અમેય એ જવાબ આપ્યો, ‘અમે તો ઠીક જ છીએ. તમે કેમ છો?’
સુધાએ આા પ્રશ્ન માટે કોઈ ઉત્તર વિચાર્યો ન હતો, કેમ કે સુધાને સમજાતું જ ન હતું.. શું તે ખુશ હતી? શું સુધાના મનમાં પ્રસરતા ડરની સીમા ઓળંગી વિચારો તેના માટે ભેટ સ્વરૂપ અનહદ પ્રેમ લાવતા હતા કે અનંત અંધકાર?
તેઓ ઘરે જાય તે પહેલા બહારના બાકડે બેસેલી એક સુંદર સ્ત્રી પર સુધાની નજર પળી. મૃગધા સુધાની બાને કઈક કહી રહી હતી, અને અમેય તેની પાછળ હતો. અવિરાજ વાઘા પહેરાવવા પાછળ ગયો હતો.
તે સ્ત્રીને જોતાંજ સુધાને તેની પ્રત્યે કઈક થવા લાગ્યું. ખબર નહીં શું, પણ તે સ્ત્રી સાથે સુધાને કોઈએ ગૂંથી દીધી હોય તેમ લાગતું હતું. તેની આંખો બંધ હતી, અને તએ ધીમે ધીમે કઈક બોલી રહી હતી. સુધા તેની સામે જોવા લાગી, અને અમેય થોડુક આગળ વધ્યો.
‘પછી.. પછી મારી દીકરી એ તેને કહ્યું.. તું આ કેમ કરે છે.. શું.. શું.. ભૂખ છે તારી.. એ બોલતો હતો.. હું ભૂખ્યો છું.. હું ભુખીઓ! આમ કહી તે ગભરાવે અને બિવડાવે અને ગભરાવવે અને બિવડાવવે અને ગ ભ રાવવે.. પછી મારી દીકરી એ તેને કહ્યું.. ‘ સુધાને લાગતું હતું કે આ સ્ત્રીને કોઈ આઘાત લાગ્યો હતો. હમદર્દી વ્યક્ત કરવા તે બહેનને પૂછવા લાગી,
‘જિ તમે ઠીક છો?’
ધીમેથી આંખો ખોલી તે સ્ત્રીએ સુધા સામે જોયું.
આ સ્ત્રી
આસરે 35 વર્ષની હસે
ખૂબ જ સુખી સંપન્ન ઘરની હોય તેમ લાગતું હતું
એ એક સફેદ સાડી પહેરી હતી
ના મુખ પર કોઈ રેખાઓ ન હતી
નો રંગ ખૂબ ગોરો હતો અને ચામડી ચમકદાર હતી
‘હા, હું હવે ઠીક છું. - પછી તે સ્ત્રી સુધાને જોવા લાગી - તમારા પગની પાની પર એક સાંપ છે.’
સુધા એ તરત જ તેનો પગ જમીન પરથી ઉછેળી દીધા અને કૂદી ગઈ.
ત્યાં સાંપની ચામડી હતી.
‘આ મહિનામાં સાંપ ચામડીના કાઢે. લાગે છે તમે સર્પોથી ઘેરાઈલી જગ્યા પર રહો છો.’ અને તે સ્ત્રી, થોડુંક હસી.