Daityaadhipati II - 8 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ II - ૮

‘આસરે ૩૦૦૦ વર્ષો પહેલા મારા કાંઠે એક નાનું શહેર વસવાટ કરવા આવ્યું હતું. આ શહેરના રાજા સૂયાનને મારા કાંઠો સુંદર અને સમૃધ્ધ લાગતો હતો. અહીં સુર્યની તપસ્યા કર્યા બાદ તેને એક પુત્રી મળી. શિપકારોએ મારા પથ્થરમાંથી એક નાની બાળકી બનાવી હતી, જેમાં જીવ પરોવવામાં આવ્યો. તે અતિ પ્રસન્ન હતો. સૂયાનની પુત્રીનું નામ સવિત્રદા રાખવામાં આવ્યું. તે અગ્નિ જેટલી સક્ષમ, સુર્ય જેટલી તેજસ્વી, અને શીલા જેટલી સ્થિર હતી. સ્નાન કરવા મારા નીર તેને ચઢતા હતા. મારા કાંઠે તેના તેજનો પ્રભાવ દિવસે, ને દિવસે વધતો ગયો. એક દિવસ, સવિત્રદાને એક સિહણ મારીને ખાઈ ગઈ. સૂયાન પોતાની પુત્રીને બધે શોધતો રહ્યો. તેને શહેરના સીમાડે સિહણે બચાવેલું સવિત્રદાનું માંસ મળ્યું. વાઘણ મારું નીર પીવા આવી હતી, ત્યારે રાજાએ તેને જોઈ, અને તેને મારવા ચાલ્યો. સિહણના પગમાં ચાલાકીથી તેને પોતાનો હથિયાર લગાવી દીધો. તે સિહણને મારામાં ડૂબાડવા લાગ્યો. સિહણ રડતી હતી. તેના આંસુ મારા પાણીમાં મિશ્ર થતાં, તેથી મને દુખ થતું. પણ હું કઈ કરવામાં અસક્ષમ હતો. સિહણને માર્યા બાંદ દુકાળ આવ્યો. લોકો કહેતા કે પાણીમાં શિકારીની બલી આપવાથી આમ થયું, પણ હું તથ્યથી અપરિચિત છું. સૂયાનને તે લોકો તરછોડી નાસી ગયા. મારા જ આર - પાર નીરની તલાશમાં ઘેલો થયેલો સૂયાન પળીને મૃત્યુ પામ્યો. મારામાં નીર વહેતા જ મને સંતોષ થયો. પછી ૪૦૦ વર્ષ બાદ અહી એક યુવાન કન્યા આવી હતી. સરોવરને માણસની સુંદરતા ઓળખાઈ નહીં. પણ તે કન્યામાં કઈક અલગ જ તેજ હતું. તે દિવ્ય હતી. અને મારા નીર તેને જોઈનેજ પ્રીતિના બંધારણમાં બંધાઈ જતાં. મારા નીર મને ત્યજી તેની તરફ જવા લાગતાં. મારામાં સમાવેશ કર્તાજ, પાણીમાં લહેરકી ઉઠવા લાગતી. સ્થિર પાણી તેની પ્રજ્ઞા ત્યજી દે’તું હતું. તે જાણે કોઈ નદી હતી. અને હું સરોવર.’ 

‘એ દૈત્યા હતી ?’ સુધાએ પૂછ્યું. 

‘હજુ થઈ ન હતી. તે કન્યા સાથે ટૂંક સમય બાદ એક યુવાન પણ આવતો હતો. તએ બંનેની વય આશરે સરખી હતી. તે યુવાન મારા પાણીને દૂરથી નીરખ્યા કરે, અને કન્યા મારા પાણીમાં પગ ધોવે. ઉનાળા બાદ જયારે મારું નીર પહેલા વરસાદમાં પાછું ફર્યું, તએ જ દિવસે વવાઝોળૂ ફૂંકાયું. તે કન્યા અને યુવાન મસ્તીમાં મારા નીરને સ્પર્શ્યા.. પણ મારા નીરમાં વરસાદના નીર સાથે લોહી મળ્યું. યુવાને તે કન્યાની પગની પાની પર ચપ્પુથી વાર કર્યો અને મારા નીરમાં ડૂબાડી દીધી. મને ખબર પડી ગઈ કે મારી જોડે થયું હતું શું.’

‘શું થયું હતું?’

‘હું શ્રાપિત થયો હતો! હું શ્રાપિત જ છું!’

‘મતલબ?’

‘મારા નીર સુકાઈ ગયા.  સિહણનુ શરીર મારામાં દટાઈ ગયું, તેનામાં રહેલો સવિત્રદાનો અંશ મારામાં રહી ગયો. અને સૂયાનની મૃત્યુ મારા માં થઈ. હવે જ્યારે પણ તેમની આત્માઓ બીજા શરીરને ગ્રહણ કરતી, ત્યારે સમયનું ચક્ર પાછું ફરવા લાગતું હતું. સિહણની આત્મા પ્રમાદ, ગુસ્સા, ભૂખ, કે કામના કારણે સવિત્રદાનું શરીર મારી નાખતી, અને તેનો વધ કરવા સૂયાન મારા પાણીમાં આવી જતો. સૂયાન સિહણની આત્માને મારામાં જ મારી શકતો હતો. બાકી બધ્ધેજ તે નિષ્ફળ હતો. સવિત્રદાની મૃત્યુના ૧૨ દિવસની અંદર - અંદર સૂયાન સિહણને મારા નીરમાં મારવા આવતો હતો.’

‘તો પછી દૈત્યા કોણ છે? તે તો તમારી સંગિની છે ને?’

‘હા. તે મારી સંગિની છે. મે સવિત્રદાના ૮માં અવતાર સાથે વિવાહ રચ્યા હતા. તે સમયે મને પણ આ તથ્યની જાણ ન હતી.’

‘કેમ ૮માં જન્મે શું થયું હતું? અને હું કોણ છું?’

‘કોણ છે? અર્થ?’

‘જો અમેય સૂયાન છે, તો હું સવિત્રદા છું કે સિહણ?’

આધિપત્ય હસવા લાગ્યો, ‘તું નથી સિહણ, નથી સવિત્રદા. તું.. ‘   

  

 


 

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED