દૈત્યાધિપતિ II - ૧૨ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ II - ૧૨

બારણું ખોલી અમૃતા અંદર દાખલ થઈ. અહીં, આ ઘરમાં ઘણું અંધારું હતું. કોઈ લાઇટ પણ ચાલતી ન હોય તેમ લાગ્યું. અમૃતા ઘરની હાલત જોઈ આશ્ચર્ય પામી હતી. તે ઘર કોઈ અમીર વ્યક્તિનું વિકેન્ડ હોમ હોય તેવું લાગતું હતું. અહી બધુ વિખરેલું પળ્યું હતું. ઘણા બધા ફોટા હતા. પણ અમૃતાનું ધ્યાન તે ફોટામાં જાય તે પહેલા તેની નજર જમીન પર પડેલી પેલી ડાયરી પર પોહંચી. ડાયરીના બધા પેજ ફાટેલા હતા, પણ એક પેજ બાકી હતો. તે પેજ અને અમૃતાના હાથમાં જે પત્રો હતા, તેના કાગળ સરખા જ હતા. આ કાગળ જોઈ અમૃતા વિચાર કરવા લાગી. શું તેનો આ સો-કૉલ્ડ પ્રેમી અહી જ રહતો હતો?

ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો. ઘણો તેજી થી વરસાદ પળી રહ્યો હતો. આ સામાન્ય હોય તેમ ન હતું લાગતું. પણ હવે અમૃતા ક્યાં જશે? ઘરમાં કોઈ હોય નહીં તેમ લાગતું હતું, તો અમૃતા થોડીક અંદર ગઈ. અંદર ત્રણ ઝરૂખા હતા, એક કિચન હતું, અને કિચનમાં બહાર જવાનો રસ્તો ખુલ્લો હતો. અમૃતાને વરસતા વરસાદની સોડમ આવતી હતી. તે અંદર જઈ બધુ જોવા લાગી. લગ્નની વસ્તુઓ હોય તેવું લાગ્યું. આ બધુ ધૂળ ખાઈ રહ્યું હતું. ચોખા હતા, કંકુ, ડેકોરેશનનો સમાન, 

પણ અહી કોઈ રહતું તો નહીજ હોય. બાજુમાં સ્ટેપ્સ હતા. ઘર મોટું તો ન હતું લાગતું. હોય શકે તેનો પ્રેમી અહી છુપાઈને રહતો હોય. 

અમૃતાને થોડોક ડર લાગી રહ્યો હતો. સીડીની બાજુ માં જે બેનિસ્ટર પર હાથ મૂકી તે ઉપર ચઢતી હતી, તે હાથ ધ્રુજી રહ્યા હતા. 

ઉપરતો અંધારું હતું. અહી એક બા’રી હતી. તેને ઉઘાડી, તેની નજર ફોટા પર પળી. નીચે કદાચ અલગ ફોટા હતા. આ ફોટા તો ઘણા જૂના હતા. એક ફોટામાં સ્ત્રી હતી. સુંદર સ્ત્રી. નજરો ઠરે તેવી. અમૃતા તેને જોઈ કોઈ અજીબ શાંતિ અનુભવી રહી હતી. 

ધીમે ધીમે તેની આંખોમાં અમૃતાનું પ્રતિબિંબ વિલીન થઈ ગયું. 

અમૃતાની આંખો લાલ થઈ ગઈ હતી. તેના મુખ પર સ્મિત હતું. 

ધીરે ધીરે અમૃતા તે સુંદર સ્ત્રી જેવી લાગવા લાગી હતી. 

ટૂંક જ સમયમાં અમૃતા.. અમૃતાએ પોતાનો વેશ બદલી દીધો હતો. 

તે સુંદર સ્ત્રીનું વેશ ધારણ કરી અમૃતા પલડતા, પલડતા ગામ તરફ જવા લાગી. તે વખતે ગામના ઘણા લોકો મંદિરમાં ફસાઈ ગયા હતા. 

બધા મંદિરમાં રાહ જોતાં હતા, તે વખતે અમેયની આંખો લાલ થઈ ગઈ હતી. આછી લીલી..

અમેયને ખબર હતી. 

પણ અમેય કોઈને કહી શકે નહીં. 

અમેયને એ વાત પણ ખબર હતી, જે આધિપત્ય સુધા આગળ ન હતો બોલ્યો. 

આધિપત્યને દૈત્યા મેળવવી હતી. દૈત્યાની આત્મા અમેયમાં હતી. 

પણ અમેય સુધાને પ્રેમ કરતો હતો. 

અમૃતા વિશે તો અમેયને પણ ખબર ન હતી. 

અને હવે, પાળશે પણ નહીં. 

કારણકે અમૃતા તો ચાલી ગઈ હતી. સુધા તો કઈક બીજુ જ વિચારી રહી હતી. અમેય પોતાનું રૂપ ક્યારે બદલશે?શું તે રૂપ બદલી શકતો હતો? 

મંદિરની બહાર અવાજ આવવા લાગ્યો. ત્યાં એક સ્ત્રી પળી હતી. તેના વાળમાંથી લોહી નીકળતું હતું. તેને લઈ તેઓ મંદિરમાં પ્રવેશ્યા. ત્યાં ઘણી ઘરડી ડોશીઓ હતી. તેમાની એક કહે, ‘ઈ હૈ બાપ! ‘ઈ તો લોપા સે!’

લોપા? સૌ વિચાર કરતાં રહી ગયા. 

તે વખતે સુધાને યાદ આવ્યું. 

લોપા સુધા જેટલી જ હતી, ગામમાં જ્યારે રેહતા ત્યારે લોકો તેને “નોની હિતા” કહેતા હતા, કારણકે લોપા તેની માં, સીતા જેવી દેખાતી હતી. લોપા અને તેની વિધવા માં અમદાવાદ તેના નાનાના ઘરે રહવા જતાં રહ્યા હતા. 

પણ તે લોપા અહી કઈ રીતે પોહંચ? 

લોપાની આંખો ખૂલી. તે ચારે તરફ જોવા લાગી.