દૈત્યાધિપતિ II - ૧૧ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ II - ૧૧

સુધા હવે શું કરશે? તેને એક સપનું આવ્યું.. સપનામાં તે ભાગી રહી હતી. તેની પાછળ એક રાક્ષસ હતો. આધિપત્યના સરોવરમાં અજગર ન હતા રેહતા. પણ આ તો કોઈ ઘણો મોટો અજગર હતો. તેણી પૂછડી જ ફક્ત કોઈ બિલ્ડિંગ જેટલી મોટી હતી. અજગર તેના તરફ આવી રહ્યો હતો. સુધાના હાથમાં જે બેડું હતું, તે તૂટી ગયું. અને સુધા પણ નીચે પળી. તે અજગરની પુંછડી તેની પર.. 

સુધા તો ઝબકીને જાગી. સવારે બધા વેહલા ઉઠયા, અને ન્હાય લીધું, વહેલા શિરામણ પતાવ્યું. આજે ઘણા લોકો મંદિરમાં આરતી માટે આવ્યા હતા. પેલી સ્ત્રી પણ આવી હતી. તેને જોઈ સુધાને સવાલો પૂછવાની ઈચ્છા થતી હતી, પણ કઈ રીતે પૂછે તે પ્રશ્ન હતો. તે સ્ત્રી તેજસ્વી હતી. પણ સુધા તેને માળે તે પહેલા જ તે ફરાર થઈ ગઈ હતી. તે સ્ત્રી આધિપત્યના કિનારે પોહંચી. અમૃતા ત્યાં બેસી હતી. 

અમૃતાના મગજમાં તેના પ્રેમ પત્રની ગમગીની ચાલી રહી હતી. આ વખતે પત્રમાં એક એવી ઘટના વિશે લખ્યું હતું, જે ઘટના હજુ ઘટી જ ન હતી. ગિરક્ષા નદીમાં પૂર આવવાનું હતું. 

ગિરક્ષા નદી તો ક્યારનીએ સુકાઈ ગઈ હતી. પણ અમૃતા તે નદી વિશે કઈ ખબર ન હતી. હોય પણ કેમ? તેને થોડી આ સવિત્રદા અને સૂયાનને સિહણ વિશે ખબર હતી. પાસે ઊભી એક ગામડાંની સ્ત્રીને જોઈ અમૃતાને પૂછવાની ઈચ્છા થઈ, અને તૂટેલા ગુજરાતીમાં તેને પૂછ્યું, ‘ગિરક્ષા નદી ક્યાં જાય છે?’

તે સ્ત્રી એ અમૃતા સામે જોયું. અમૃતા કોણ હતી, તે વાતની એને ખબર હતી. પણ હાલ અમૃતાને આ બધી વાત કરવાનો સમય ન હતો. તેથી અંગ્રેજીમાં પ્રત્યુત્તર આપ્યો. આ ગામડાંની સ્ત્રીને આટલું સારું અંગ્રેજી આવડે છે, તે જાણી અમૃતા છક થઈ ગઈ. તે સ્ત્રી એ કહ્યું હતું, 

‘ઘણા વર્ષો પહેલા આ આધિપત્યના સરોવરથી એક નદી પસાર થતી હતી. ગિરક્ષા નદી શ્રાપિત થઈ ગઈ હતી, તેવું લોકોનું માનવું છે. લોક કથા તો બધુ માને, પણ હકીકત તો તે નદીની ખીણ લુપ્ત થઈ ગઈ હતી. સામાન્ય રીતે પૂર્ણ રીતે લૂપ થવું, તે અસંભવ છે, પણ પ્રકૃતિ એ ધાર્યું હોય તે કરવા તે સક્ષમ છે.’

અંગ્રેજીમાં અમૃતા એ પૂછ્યું, ‘કોઈ દંત કથા તે નદીનું પાછું જાગૃત થવા વિશે કહે છે?’

‘હા. અહી સમયનું ચક્ર ફરતું હોય તો પણ ફરતું નથી. એના એજ લોકો, એજ આત્માઓ અહી રહે છે. એ આત્માઓ જો મુક્ત થઈ ગઈ તો.. ગિરક્ષામાં પૂર આવશે, અને બધા મૃત્યુ પામશે. તે મૃત્યુ બાદ અહી બધે વડના જંગલ ઊભા થશે.’

અમૃતાના હ્રદયમાં ઉથ્થલ પાથલ થવા લાગી હતી. એને પણ કઈ અનુભૂતિ થઈ હોય તેમ લાગ્યું. તે આધિપત્યની સામે જોવા લાગી. તે સ્ત્રી શાંત ઊભી રહી હતી, જાણે તે અમૃતાની રક્ષા કરતી હોય. 

‘તમારું નામ શું છે?’

જવાબમાં કોઈ પ્રત્યુત્તર ન મળ્યો, તો થોડીક ક્ષણો બાદ અમૃતાએ ફરી તે જ પ્રશ્ન પૂછ્યો. તે સ્ત્રી ત્યાં ઊભી હતી, એને ફરી કોઈ જવાબ ન આપ્યો. અમૃતાને ડર લાગતો હતો. આ સ્ત્રી.. તે પછી ફરીને ગામ તરફ જવા લાગી. અમૃતાને આ કઈ ઠીક ન લાગ્યું. અમૃતા એ બૂમ પાડી, 

‘જિ! એક મિનિટ! તમે આ અક્ષરને ઓળખો છો?’

સ્ત્રીને અમૃતાએ જે સૌ પ્રથમ કાગળ મળ્યું હતું, તે આપ્યો. અને અમૃતાના હાથમાં આ પત્ર જોઈ તે સ્ત્રી ડઘાઈ ગઈ.. આ કેવી રીતે બની શકે. એક ક્ષણે તે આધિપત્ય સામે જુએ, અને બીજી ક્ષણે તે અમૃતા સામે.. ધીમે ધીમે બધુ સમઝાઈ ગયું. તેને અમૃતાને કહ્યું, ‘ના. નથી જાણતી.’

તેટલું કહી તે નાસી ગઈ. અને આધિપત્યનો અવાજ તેના કાનમાં વાગ્યો, 

‘મારી સંગિની..’

સંગિની મારી હતી.. સંગિની આધિપત્યની હતી. બીજી કોઈની નહીં. બીજી કોઈની નહીં... 

અમૃતાતે સ્ત્રીને જતાં જોઈ વિચારમાં પળી ગઈ. શું તે સ્ત્રી જુઠ્ઠું બોલતી હતી? આ શું ચાલી રહ્યું હતું? અમૃતાએ આધિપત્યના પાણીમાં પગ ઝપકોળ્યા. અને તે પાછળ ફરી સામે ઊભું ઘર જોવા લાગી. એકદમ શાંત, હોનટેડ હોય તેમ ત્યાં ઊભું હતું. ખબર નહીં કેમ, પણ અમૃતાને ઘરમાં જવાની ઈચ્છા થઈ. તેના પગ ધીમે ધીમે તે ઘર આગળ વધ્યા. પણ અમૃતાને જાણ ન હતી, તેના પગની પાની નીચે ખાડા થતાં હતા.. એક ખીણ બની રહી હતી. તે ઘરના દરવાજે પોહંચી. અમૃતાના પગ થોભ્યા. આધિપત્યના સરોવરથી આ ઘરના ઉંબર સુધી એક સાવ નજીવી તિરાડ હતી. એક ખીણ હતી. અમૃતા એ બારણું ખોલ્યું..