અમદાવાદનું 90 ના દાયકા પહેલાંનું લોકજીવન SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમદાવાદનું 90 ના દાયકા પહેલાંનું લોકજીવન

ગઈકાલે રી ડેવલપમેન્ટ માટે જૂના ફ્લેટમાં પૂજા કરી ચાવી આપી તેની પોસ્ટ મૂકી.
થયું કે 1991 માં એ વિસ્તાર, વાતાવરણ કેવુ હતું તે વિશે કંઈક લખું તો સહુને વાંચવાની મઝા આવશે.
ફલેટના એલોટમેન્ટ લેટર બાદ બંધાતા હતા ત્યારે ત્યાં રસ્તા ખૂબ તૂટેલા હતા. સીધી બસ ચિત્રકૂટ સુધી હતી જ નહિ. નારણપુરા બસસ્ટેન્ડ છેલ્લું હતું. જયમંગલ ફ્લેટ નવા થયેલા. દેવેન્દ્ર સો. ના બંગલાઓ આડી નાની તારની વાડો હતી જે ઊંચી કરી નવરંગ થી દેવેન્દ્ર જઈ શકાતું. હાઉસિંગ બોર્ડએ કદાચ 1987 આસપાસ પારસ નગર અને સૂર્યા વ. આપ્યાં.
મારો એલોટમેન્ટ લેટર હાયર ઈનકમ ગ્રુપ માટે મળ્યો 6.4.88.
અગ્રવાલ ટાવર ભૂયંગદેવ ગામની બાઉન્ડ્રી . એક બે બંગલા પછી બાવળની કાંટો વાળું વન.
વાસ્તુ કર્યું ઓગસ્ટ 88 માં. ત્યારે ભૂયંગદેવ થી પાછળ જવા મોટો ટેકરો ઉતરી વિશ્રામનગર જવાતું. તરુણ નગર સાવ નવા બનેલા જ્યાં બેંક ઓફ ઈન્ડીયા માં આવેલા પિયુષભાઈ છાયા રહેતા. મેમનગર ગુરુકુળ રોડ નું અસ્તિત્વ નહોતું.
કમળ આકારનું માનવ મંદિર બન્યું 1989 કે 90 માં. અખંડ આનંદ વગેરે માં તો તેના ' અદભૂત આર્કિટેક્ચર ' ના ફોટા પણ આવેલા! કોઈ ગણપતિ ઉત્સવમાં મુકેલી મોટી શિવજીની પ્રતિમા વિસર્જન ને બદલે આ મંદિરની પાછળ મૂકી દેવાઈ.
રહેવા આવ્યા 1991 જાન્યુ. માં. એ વખતે એક 65/3 બસ ચિત્રકૂટ થી લાલદરવાજા જતી. સવારે 9.25 માટે 9 વાગ્યાથી મોટી લાઇન બસ પકડવા થતી કેમ કે બીજી છેક 10.15 ની હતી. ભૂયંગદેવ થી સ્ટેશન જતી 67 શરૂ થઈ અને ગાંધીબ્રિજ તરફ જતી પબ્લિક થી એવી તો પેક જવા લાગી કે નેક્સટ દેરાસર ના સ્ટોપ પર પણ ન ઊભે. સ્કૂટર વિજય સુપર મારી પાસે રાજકોટથી, 1986 થી હતું પણ બહુ ઓછાં પાસે સ્કૂટર હતાં. ફોરેન એક્સચેન્જ સામે લીધેલાં સાત વર્ષ જૂના બજાજ ખરીદો એટલે તમને ભાગ્યશાળી સમજતા. વાસ્પા LML નવું આવેલું જે મોટા વેઇટિંગ બાદ મળતું. સારું થયું, બજાજ ઉદ્યોગપતિએ 30 વર્ષ ઉપર સારું એવું કમાઈ લેતાં મોનોપોલી તૂટી. બાકી લ્યુના મોપેડ ખૂબ ચાલતાં જે મોટે ભાગે વર્કિંગ વિમેન, જે પણ હજુ નવો કોન્સેપ્ટ હતો, તે વાપરતી.
અમે ક્યારેક ફરવા સોલા ભાગવત વિદ્યાપીઠ જતાં ત્યારે એક ખૂબ steep ઢાળ રેલવે ક્રોસિંગ પર આવતો જેના પર બે અમે ને બે છોકરાં સાથે ક્રોસિંગ બંધ થાય તો ઉભવું અશક્ય હતું. હું પ્રાર્થના કરતો કે ફાટક ખુલ્લો હોય.
1991 માં જ સરખેજ ગાંધીનગર હાઇવે બન્યો પણ રસ્તે એક પણ લાઈટ નહિ. એમાં મારાં મામી નાં માતુશ્રી નું અવસાન થતાં અમે એ રસ્તો પકડી સાંજે 7 વાગે ગાંધીનગર થી આ સોલા રોડ અમદાવાદ આવવા નીકળ્યાં. અડાલજ ફાટક પાસે કોઈએ લીમડાઓ કાપી ફેંકી દીધેલા તેની છાલ પર ઘોર અંધારામાં સ્કૂટર સ્લીપ થયું અને શ્રીમતી પડી. કોઈ ટ્રક બ્રક મળે નહિ. અમે હિંમતથી સોલા ભાગવત આવી પહોંચ્યાં એટલે ઘેર જઈ દીવો કર્યો.
નવનીત પ્રેસ વાળો સખત બિઝી ગુરુકુળ રોડ ત્યારે છુટા છવાયા રો હાઉસોની વસાહત હતી. એ રો હાઉસ વેચવાની જાહેરાતોમાં ફ્રી સિલીંગ ફેન અને ફ્રી બ્લેક વ્હાઈટ ટીવી ઇન્સ્ટોલ કરશે એમ લખાતું વસ્ત્રાપુર તળાવ પાસે તો મોટો રબારીવાસ હતો અને આજની સંજીવની હોસ્પિટલ પાસે આવીએ એટલે છાણ ની ગંધ આવતી. ખાટલાઓ પાથરી દેહઇઓ બેઠા રહેતા.
કદાચ 1993માં પાંડુરંગ જી ના સ્વાધ્યાય પરિવારની મોટી રેલી gmdc ગ્રાઉન્ડ ત્યારે કોઈ નામ નહોતું, ત્યાં થએલી અને આખા મેદાનમાં કદાચ ત્રીસ થી ચાલીસ હજાર લોકોએ એક સાથે દીવા પ્રગટાવી રોશની કરેલી. પછી પારસનગર તરફ જવાના રસ્તા હતા જ નહિ, મેમનગર ગામમાંથી કેડીઓ માંથી ડાયવર્ત કરી સ્વયંસેવકોએ મોટી લાઈનોમાં કાઢેલા.
એક બે મોદી એ 1994 માં થયેલ ચિત્રકૂટ પેટ્રોલ પંપ સામે હતા તે ત્યારના રિવાજ મુજબ લીસ્ટ આપીએ એટલે ઘેર માલ પહેલી તારીખે મૂકી જતા. ભૂયંગદેવ પંજાબ નેશનલ બેંક છે ત્યાં n. s.ટ્રેડર નામની મોટા ગાળા ની દુકાન ખુલી તેમાં અંદર જઈ જાતે માલ સિલેક્ટ કરી શકાતો એટલે એને બનાવ્યો મોદી. એણે અમને એનાં લગ્નમાં જમવા પણ બોલાવેલ.
1994 આસપાસ વિજય રેસ્ટો પાસે વી. રાવજી પહેલો ડિપાર્ટમેન્ટ સ્ટોર ખુલ્યો. દાઢી અને સફારી વાળા કાકા એક ખૂણે ઊભી લોકોને ગ્રીટ કરતા. ત્યાં દુકાનો માટે પહેલી વાર બિલ બનાવતું કોમ્પ્યુટર આવ્યું. ઝીણા અક્ષરે ટાઇપ બિલ હું લોકોને બતાવતો. એ લોકો બિલ બતાવો એટલે નાની ચાંદલાની ડબ્બી કે છોકરાં માટે ફુગ્ગા જેવી ગિફ્ટ પણ આપતા. એ સ્ટોર અલ્પજીવી નીવડ્યો. 2000 ની સાલ થી આજ સુધી સ્ટાર બજાર સેટેલાઇટ રોડ નાં ઘરાક છીએ. બોપલ માં હતી તે બંધ થઈ ગઈ.
હા. સવારે દૂધ કે શાકની લારીઓ પર સ્ત્રીઓ ગાઉન પહેરી ઉભતી. ઘરમાં સાડી પહેરે તે થોડી જૂની સ્ત્રી કહેવાતી અને ગાઉન ઇન થીંગ હતો. એમાં કાયાનાં દર્શન સારી રીતે થતાં. સોરી, પણ હકીકત હતી.
ઘરનાં ફર્નિચર માં ફ્લેટ હોય તો બે બાજુ L શેપ માં બે શેટી એટલે અઢી બાય સાડા પાંચ ના બેડ મૂકી વચ્ચે કોર્નર રાખો એ દીવાનખાના નું ફર્નિચર.
1993 માં દૂરદર્શન ની હરીફાઈમાં ઝી અને સ્ટાર ટીવી શરૂ થયાં. સ્ટાર ટીવી પર un censored કહીએ તેવી સિરિયલો આવતી. એક વાર મારો ઘાટી નવો પરણી આવ્યો. મારે છોકરા ન જુએ એટલે બંધ કરવું હતું ને એની નવી પરણેતર ડોકું ઘુસાડી રસ થી જોતી. આવું હતું એ વખતનું લોકજીવન.
મારીએ 35 વર્ષ પહેલાંના અમદાવાદ, સોલારોડ વિસ્તારની એક લટાર.