કૂતરીના બચ્ચા Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂતરીના બચ્ચા

કૂતરીના બચ્ચા

આજ ઘણા દિવસ પછી સૂરજ ઉગતો હોય એવું લાગી રહ્યું હતું. પાછળના પંદરેક દિવસો તો જાણે અમાસની અંધારી રાત જેવા જ હતા.વિસ્મયે ઘણી મુશ્કેલીથી આંખો ઉઘાડી. હજુય બેડ પર જ પડી રહેવાનું મન થતું હતું. સામેની ભીંત પર લગાડેલી ઘડિયાળમા હજુ 7:25 થઈ હતી. ભીંતની બરોબર વચ્ચે રાખેલી તસવીરમા વિસ્મય અને તેની પત્ની વિશ્વાનો ફોટો રાખેલો હતો.બન્નેના ચહેરા પર ખુશી સમાતી નહોતી. એ એમના લગ્ન વખતનો ફોટો હતો. એમના લગ્નને હજુ પાંચેક વર્ષ થયા હતાં પણ બન્નેનો પ્રેમ હજુ એવોને એવો જ અકબંધ હતો.

વિસ્મય એ ફોટા સામે તાકીને જોઈ રહ્યો હતો. કઈક વિચારમા ડુબેલો હતો. રોજસવારે તો વિશ્વા ચા ના કપ સાથે બેડરૂમમા આવતી અને વિસ્મયના કપાળ પર એક ગુડ મોર્નિંગ કિસ કરીને એને પથારીમાથી ઊભો કરતી.પણ આજે વિશ્વા ન હતી. એ એના પિયરમા થોડા દિવસ માટે ગઈ હતી.એમના જીવનની એક જ વ્યથા હતી. એ બન્નેએ લગભગ પોતાના શહેર તેમજ આજુબાજુના શહેરના નિષ્ણાંત ડોક્ટર્સને મળી ચૂક્યા હતાં કે જેથી આ વખતે વિશ્વાને ડિલિવરીમા કોઇ અડાચણ ન આવે. ગઈ વખતે આઠમા મહિને વિશ્વાને મિસ્ડકેરેજ થયું હતું ત્યારે એને સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી.પછીના ઘણા દિવસો સુધી તો એના ચહેરા પરથી જાણે પ્રાણ જ ઊડી ગયો હતો. બે વર્ષ પછી જ્યારે વિશ્વાની પ્રેગનન્શીના સમાચાર મળ્યા એટલે આખા ઘરમા ફરીથી ખુશીની લહેર પ્રસરી ગઈ. ફરીથી વિશ્વાના ચહેરા પર પ્રાણ આવી ગયા હોય એમ લાગતુ હતું.ફરીથી એક નવી આશા જાગી હતી. એવી આશા કે એમના જીવનમા કોઈક બીજી દુનિયામાથી આવશે. બંધ મુઠ્ઠીમા કોઈક બીજી દુનિયાના રંગો લઈને આવશે. પણ એક દિવસ અચાનક જ વિશ્વાના પેટમા અસહ્ય દુખાવો ઉપડી ગયો.હજુ તો છઠ્ઠો મહિનો ચાલતો હતો.એમના પ્રેમને આકાર મળે એ પેહલા જ એમાથી જીવ ચાલ્યો ગયો.ફરી એ જ વિષાદ ઘેરાય વળ્યો.પણ આ વખતે વિશ્વા બહુ શાંત હતી. અંદર જાણે દુખની જગ્યાએ કુદરત તરફનો રોષ ભરેલો હોય તેમ વર્તન કરવા લાગી.બારેક દિવસ હોસ્પિટલમા રાખ્યા પછી એને ઘરે લઇ આવ્યા અને જ્યારે એ પોતાના ઘરેથી થોડા દિવસ માટે પિયર જઈ રહી હતી ત્યારે ખબર નહિ કેમ પણ એ વિસ્મયને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

સતત વાગી રહેલા ડોરબેલના અવાજથી ઝબકીને વિસ્મય બેડમાથી ઊભો થયો.સ્લીપર પહેરીને દરવાજો ખોલવા બહાર આવ્યો.બહાર દૂધવાળો ઊભો હતો.એની પાસેથી દૂધની થેલી લઇને દરવાજો બંધ કર્યો.નીચે દરવાજા પાસે પડેલું છાપુ લીધું અને દૂધ રસોડામા મૂકીને એ અંદર બેડરૂમમા ગયો. ઘડિયાળમા જોયું તો 7:55 નો સમય બતાવતો હતો.એક મિનિટ પણ જો એ વેડફે તો ઓફિસ જવાંમા મોડુ થઈ જાય. ફટાફટ બ્રશ અને નાહ્વાનુ પતાવીને એ તૈયાર થઈ ગયો.આજે પોતાનો રૂમાલ, મોજા, શુઝ, બેલ્ટ બધું જાતે જ ઘરમાથી શોધવાનુ હતું.

રસોડામા રાખેલું દૂધ અને ફ્રિજમા રાખેલા ફળો લઈને એ બહાર નિકળ્યો.ત્વારાથી ઘરને તાળુ લગાવીને એ ગાડી પાસે આવ્યો. ગાડી ચાલું કરીને ઓફિસ જવાના રસ્તે ગાડી હંકારવા માંડી. આગળ જતા એક વળાંક પર એની નજર તાજા જન્મેલા ગલૂડિયાઓ પર પડી.એમાથી અમુક તાજા જન્મેલા ગલૂડિયાઓ એ કુતરીને વળગીને બેઠા હતા અને એ કૂતરી પોતાના બચ્ચાઓ ને ચાટી રહી હતી.કોણ જાણે વિસ્મયને શું થયું.... એણે ગાડી ત્યા જ ઊભી રાખી.ગાડીનો દરવાજો ખોલીને એ બહાર આવ્યો.ગાડીના પાછળના દરવાજાની બારીમાથી હાથ અંદર સરકાવીને પોતાની બેગ બહાર કાઢી.અને બેગમા રાખેલુ બધું જ દૂધ કૂતરી પાસે રાખેલા કટોરામા હળવેકથી ઠલવી દીધું.

કૂતરી અને તેના બચ્ચાઓનો સળવળાટ એ જોતો રહ્યો. વિસ્મયના ચહેરા પર હળવુ સ્મિત પથરાઈ ગયુ.કૂતરી જીભ લપલપાવતી દૂધ પીતી રહી.