બસ આ જ શહેરમાં ,આ જ અમદાવાદમાં!!! Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ આ જ શહેરમાં ,આ જ અમદાવાદમાં!!!

બસ આ જ શહેરમાં ,આ જ અમદાવાદમાં !!!!!!

Mobile : +91-9712600042

Mail Id : cevinpatel@gmail.com

અમે જયારે નાનાં હતા ત્યારે આ શહેર પણ નાનું હતું.જેમ શહેર મોટું થતું ગયું એમ અમે પણ મોટા થતાં ગયા .શહેરનાં રસ્તાઓ મોટા થતાં ગયા. વાકાંચુકાં થતા ગયા .સ્કૂલમાં હતા ત્યારનું અમદાવાદ અને આજનું અમદાવાદ ,બે રસ્તાઓ વચ્ચે બીઆરટીએસ આવી ગઇ એટલા વર્ષ નીકળી ગયા . સ્કૂલમાં હતાં ત્યારે ,ઉનાળાનાં વેકેશન માં એએમટીએસમાં પંદર રુપીયા વાળી ટીકીટમા આખું અમદાવાદ રખડતા. ફન રીપબ્લીક જતાં ,બાળકો માટેની ઘણી વીડીયો ગેમ્સ હતી .અમે લોકો ખાલી બીજા ને રમતા જોઈને ખુશ રહેતા.એ ખટારાં જેવી એમટીએસ આજે સીએનજીમાં ફેરવાઇ ગઇ .પછી કોલેજમાં આવ્યા ત્યારે આ જ ફન રીપબ્લીકમાં ફ઼ેશર્સ પાર્ટી ગોઠવી હતી ત્યારે લાગ્યું કે સાલી આપણે પણ જીવનમાં કઈકં પ્રગતિ કરી.આજે એ ફન રીપબ્લીક નથી રહી .એસજી હાઇવેની આજુબાજુની જમીન બંજર હતી ત્યાં આજે ઘણી હોટેલ્સ,શો રુમ અને મોલ્સ બની ચૂક્યા છે.એ જ રોડ પર આજ ઘણી જગ્યાએ અન્ડરપાસ બની ચૂક્યા છે જયાં આજે બાઈકનો સ્પીડ ટેસ્ટ કરવા ઘણી વાર જઇએ છીએ .શહેરનાં રસ્તાઓ નાનાં થતાં ગયા એટલે આ શહેર ઓવરબ્રીજ અને અને અન્ડરબ્રીજમાં વીંટાવાં માંડ્યું .સ્કુલમાં હતાં ત્યારે ટયુશન ક્લાસમાં જતી વખતે રસ્તામાં એક ઓવરબ્રીજ આવતો એ સાયકલ લઈને ચડતાં ,પેન્ડલ મારી મારીને ફીણ આવી જતાં અને એ જ ઓવરબ્રીજ ઊતરતી વખતે જબરજસ્ત મજા પડતી . એમાંય ઘણાં ભાઈબંધોની સાયકલમા બ્રેક ન હતી એટલે બ્રીજ ઊતરતી વખતે રોડ પર ચંપલ ઢસળતાં સાયકલ રોકવી પડતી ત્યારેય ઘણાંને ફીણ આવી જતાં.આજે એ જ બ્રીજ પરથી બાઇક પર સડસડાટ પસાર થઇએ ત્યારે બ્રીજ ઊતરવાની એવી મજા નથી આવતી .સ્કુલનાં સમયમાં સાબરમતી નદી ઘણી ગંદી અને સુકી રહેતી આજે એ જ નદી પહેલાં કરતાં ઘણી ચોખ્ખી છે.નદીનાં બંન્ને કિનારા પર રીવરફ્ર્ન્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. રાત્રે બ્રીજ પર ઝબકતી લાઈટોનું નદીના સ્થિર પાણી પર પડતું પ્રતિબિંબ નદીને ઘણું શોભે છે. એલીસબ્રીજ હજુ એવો જ ઉભો છે.પુલની રેલીંગ પર નવો કલર કરેલો છે. પહેલાં વહેલા પિત્ઝા પણ આ જ શહેરમાં ચાખ્યા હતાં . માણેકચોકમાં આજ પણ ખાણીપીણીની એ જ રમઝટ બોલે છે. પહેલાં વહેલો ભૂકંપનો અનુભવ પણ અહીં જ થયો હતો . પહેલાવહેલાં કોમી હુલ્લડો પણ આ જ શહેરમાં જોયાં હતાં .આ બધાંમા ભાંગેલુ તુટેલું અમદાવાદ પાછું ઊભું થયું છે.શહેરની સાયન્સ સીટીમાં સ્કૂલમાંથી પ્રવાસમાં લઇ ગયા હતા .બસમાં બેની સીટમાં ત્રણ લોકોને બેસાડીને લઈ ગયા હતાં . 3D મૂવીઝ પણ પહેલી વાર આ જ શહેરમાં જોયું હતું . સિનેમાઘર પણ વધતા ગયાં .કોલેજમાં લગભગ મોટા ભાગ નાં સિનેમાંઘરોની સીટો ઘસી નાંખી .મિત્રો પણ આ જ શહેરમાં બન્યાં .સાયકલ ચલાવતા પણ આ જ શહેરમાં શીખ્યાં. બાઈક ચલાવતા પણ અહીં જ શીખ્યા. હોર્મોન્સનાં પહેલાં વહેલા ઊછાળા અહીં જ આવ્યા હતાં .આ જ શહેરમાં બરફના ગોલા પહેલી વાર ખાધા હતાં .અહીં જ ચાલતા ,દોડતા ,રમતાં,કૂદતાં,નાચતાં,પડતાં ,રડતાં અને હસતાં શીખ્યા .
બસ આ જ શહેરમાં ,આ જ અમદાવાદમાં !!!!!!