પ્રવાસની ફી Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રવાસની ફી

પ્રવાસની ફી

ફૂટપાથ પર સાવરણીથી એણે કચરો સાફ કરવાનું ચાલુ કર્યું.બાજુમાં જ ચાર રસ્તા પડતા હતા .ફૂટપાથને અડકીને આવેલી દિવાલમાં પિપળાનાં ઝાડનું થડ અડધું દિવાલની અંદર હતું.એ જ પિપળાનાં ઝાડ નીચે પાંદડામાંથી ચળાઇને આવી રહેલો તડકો ફૂટપાથ પર પથરાયેલો હતો. ચડતાં દિવસની સાથે રોડ પર લોકોની અવરજવર વધતી જતી હતી.રસ્તાની સામેની તરફ એક ટ્રાફિક પોલીસ વાળો ઊભો હતો.એ વારંવાર ખભે લટકાવેલી સિસોટી મારીને ટ્રાફિક નિયંત્રણ કરી રહ્યો હતો.પેલાએ ફૂટપાથ ચોખ્ખો કરીને રોજની જેમ જ સામાન ગોઠવવાનું ચાલુ કર્યું.સામે લાકડાની નાની પેટીમાં બુટ પોલિશનો સામાન ગોઠવ્યો અને પેટી પર સોય દોરો મૂકયા.બાજુના પથ્થરની પાટ પર બાકીના બુટ ચપ્પલ ગોઠવ્યાં અને પાથરણું પાથરીને નીચે બેઠો .બાજુમાંથી એક કૂતરું પૂંછડી આમતેમ હલાવતું પસાર થયું.રોજની જેમ પેલાએ પિપળાના થડ પાસે પથ્થર પર મૂકેલી ગણેશજીની મૂર્તિ આગળ અગરબતી ઝલાવી ,બધા સામાન પર ધૂપ આપીને પછી પિપળનાં થડમાં ખોસી દીધી.અને બે હાથ જોડીને ગણેશજીની મૂર્તિને નમન કરી પોતાનું કામ ચાલુ કર્યું.
એ બુટ ચંપલ સાંધવાના પોતાના કામમાં મગ્ન થઇ ગયો હતો.
રોજની જેમ જ રહેમાન ચાચા બાજુની ચા ની કિટલી પરથી ચાની ગરમ પ્યાલી લઇને પેલાની બાજુમાં પથ્થર પર આવીને બેઠા.

"કિતના કામ મે ડૂબા રહેગા.? જરા ગરદન ઉઠાકર દુનિયા કી ઓર ભી દેખ લિયા કર..."રહેમાનચાચાએ આંખો પર ચડાવેલા જાડા કાચના ચશ્મામાંથી પેલાની સામે જોતાં કહ્યું.

"ક્યા કરે ચાચા..મજદૂરી તો કરની હી પડેગી..હમ કો તો પઢને કા મૌકા નહીં મિલા પર હમારે કિશન કો તો બહુત પઢા કર બડા ઇન્સાન બનાના હે..."..બુટમાં સોયાથી ટાંકા લેતા લેતા જ પેલાએ કહ્યું.

"વો બાત ભી તેરી સહી હે ..ઓર તેરા કિશન હે ભી બડા તેજ પઢાઇ મે.."રહેમાનચાચા એ ચાની ચુસ્કી લેતા કહ્યું.

ચા ની પ્યાલીમાં ચા ખતમ થવા આવી ત્યાં સુધી બંનેની વાતો એમ જ ચાલતી રહી.રોડની સામેની તરફ આવેલા સેન્ડવીચવાળાને ત્યાં એ કોમ્પલેક્ષમાં જ કામ કરતા ઓફિસનાં કર્મચારીઓની ભીડ વધતી જતી હતી.પોતાની સાથે લાવેલા ટિફિનમાંથી જમીને એ થોડી વાર ફૂટપાથ પર જ આરામ કરવા આડો પડયો.ત્યા જ એનો ૧૨ વર્ષનો દિકરો કિશન શાળાએથી આવ્યો.ફાટેલું સ્કુલ બેગ એમ જ પાથરણા પર ફંગોળ્યું અને એના પપ્પાની બાજુમાં આવીને એ બેઠો .ત્યાં પડેલા બુટ ચપ્પલ સાંધવાના સામાન સાથે રમવાનું ચાલુ કર્યું.એના પપ્પા ગુસ્સે થયા એટલે એણે સાધનો જયાં હતા ત્યાં જ મૂકી દીધા.થોડી વારમાં પાછું પેલાએ પોતાનું કામ ચાલુ કર્યું ."
પપ્પા....પપ્પા...."કિસને કહ્યું "
આગળ પણ કંઈક બોલ ..."
પપ્પા,અમારી શાળામાંથી અમને પ્ર્વાસમાં લઇ જવાના છે."
આપણે ક્યાંય પ્રવાસમાં જવાની જરુર નથી ...હજુ ગયા મહિને તો આપણે કાંકરિયા ગયા હતાં ."
પપ્પા ,પણ આ પ્રવાસ તો સાપુતારાનો છે...કાંકરિયાનો નથી ...અને ફી પણ માત્ર ૨૫૦ રુપિયા જ છે.."
ના એટલે ના.....હવે ચુપચાપ તું ઘરભેગો થઇ જા..."

કિશને બેગ લીધું અને રિસાયેલા મોઢે ઘર તરફ ચાલવા માંડ્યો.
સાંજે ઘરે પાછા ફરતા પહેલાં પેલાએ દિવસ ની કમાણી ગણી.કુલ મળીને ૫૦ રુપિયાની કમાણી થઇ હતી.એ ઘરે પાછો ફર્યો ત્યારે પણ હજુ કિશન રિસાયેલો જ હતો.એના પપ્પાએ મનાવીને એને જમાડયો અને સુવડાવી દીધો .

બીજા દિવસે સવારે રોજની જેમ કિશન શાળાએ ગયો અને પેલો ફૂટપાથ પર પોતાની જગ્યાએ ગયો.એ આજ શાંત શાંત હતો .રોજની જેમ રહેમાનચાચા બાજુમાં આવીને બેઠા.

"ક્યું ભાઈ ...આજ બહુત ફિકે ફિકે સે લગ રહો હો...ક્યા બાત હે...??"
કુછ નહી ચાચા..."
કુછ તો બાત જરુર હે..."
રહેમાનચાચા એ બહું આજીજી કરી ત્યારે પેલાએ કિશના પ્રવાસ વિશે વાત કરી.બંનેની વાતો પછી ચાલતી રહી.ચાની પ્યાલી પુરી થઇ પછી રહેમાન ચાચા ઊભા થઇને ઘરની દિશામાં ચાલવા લાગ્યા.

શાળામાંથી લગભગ દરેક વિધ્યાર્થી સાપુતારાના પ્રવાસમાં જવાનો હતો.કિસન આખો દિવસ ખુબ ઉદાસ રહ્યો.સાંજના છેલ્લા ક્લાસમાં શિક્ષકે આવીને પ્રવાસમાં જઇ રહેલા બધા જ વિધ્યાર્થીઓના નામની યાદી ક્લાસ સમક્ષ વાંચી સંભળાવી.એમાં સૌથી છેલ્લું નામ કિશનનું હતું .નામ સાંભળીને કિશનને ઘડીક તો પોતાનાં કાન પર વિશ્વાસ ન થયો .
શાળા છૂટી પછી કિશન એ શિક્ષકને મળવા ગયો ...."
મે તો પ્રવાસની ફી જ નથી ભરી..તો યાદીમાં મારું નામ કઇ રીતે આવ્યું ??"કિશને કૂતુહલવશ પૂછ્યું "
આજે રિસેષ વખતે તમારા દાદા આવ્યા હતા...એમણે જ તારી પ્રવાસની ફી ભરી.."શિક્ષકે કહ્યું .
કિશન ઘડીક વિચારતો જ રહ્યો કેમકે એના દાદા તો હયાત હતા જ નહિ...એ માથું ખંજવા ળખંજવાતો રહ્યો.શિક્ષક ખુરશીમાંથી ઊભા થઇને ચાલવા માંડયાં..

કિશન દોડતો દોડતો એના પપ્પા પાસે આવ્યો .રોજની જેમ પાથરણા પર એણે બેગ ફંગોળ્યું...અને પ્રવાસમાં જવાની ખુશી સમાતી ન હતી...એ જોરથી એના પપ્પાને ગળે વળગી ગયો..પછી અચાનક એને ફી વિશે યાદ આવ્યું"
પપ્પા ,પ્રવાસની ફી કોને ભરી??.."કિશને પૂછ્યું ..હજુ એના હાથ એના પપ્પાના ગળાની ફરતે જ વિંટડાયેલા હતા.
એના પપ્પાએ બાજુની ચાની કિટલી પર ચા પીતા રહેમાનચાચા તરફ જોયું...કિશન હજુ એના પપ્પા સામે જ જોઇ રહ્યો હતો...રહેમાનચાચા એ હળવું સ્મિત કર્યું ...પાછળથી પેલા ટ્રાફિક પોલિસવાળાની સિસોટીનો અવાજ સંભળાયો .રસ્તા પર અવરજવર કરતાં વાહનોના અવાજમાં એ સિસોટીનો અવાજ ભળી ગયો....