કંગના રાનાવત બોલીવૂડ ક્વિન Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંગના રાનાવત બોલીવૂડ ક્વિન

કંગના રાનાવત : બોલીવૂડ ક્વિન

Mobile : +91-9712600042

Mail id :

“દુનિયા મારા વિશે શું વિચારે છે એની મને કંઈ જ પડી નથી. ”
એક ઇંટરવ્યુમાં કંગના બોલી રહી છે.આ એ અભિમાનમાં નથી બોલી રહી.ચહેરા પર તો હજુ એ જ બાળકસહજ નિર્દોષતા છે જે એના અભિનયમા પણ ઝલકતી હોય છે. એ એવું એટલા માટે બોલે છે કેમકે એ એનો હક છે. એ મુકામ સુધી પહોચવા માટે એણે જે પરિશ્રમ કર્યો છે અને દુનિયાનુ સાંભળવાને બદલે પોતાના અંદરના અવાજને મહત્વ આપ્યું તેનું આ પરિણામ છે.એક ઝલક એની જીવનકથા પર……

એક મધ્યમ વર્ગમાથી આવતી છોકરી જેના ઘરમા લગભગ બધા જ સારુ ભણેલા છે. તેના દાદા પણ એ જમાનામાં આઇએએસ થયેલા એટલે નાનપણથી જ ભણવા માટેનુ પ્રેશર હતું પણ કંગના ને ભણવામા જરાય રસ ન હતો . ડોક્ટર કે ઇંજિનિયર બનવાના કોઇ સપના નહોતા . હજુ એને એ પણ ખબર ન હતી કે મોડલિંગ કે એકટિંગમા જવું છે. જીવનની કોઇ દિશા નક્કી ન હતી. એવામા એનુ ચંદિગઢ બોર્ડિંગ સ્કૂલમા એડમિશન કરાવામા આવ્યું.જે આઝાદી એને જોતી હતી એ મળવા લાગી. ઘરે કીધા વગર જ એણે હોસ્ટેલ છોડીને બહાર પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું ચાલું કર્યું. સ્કૂલના ક્લાસ બંક કરીને રખડવાનુ ચાલું કર્યું. સ્કૂલમાથી એના ઘરે ફરિયાદ થવા લાગી. માતા પિતા સાથે ઝઘડા થયા. ઘરેથી માતા પિતા એ રૂપિયા મોકલવાનુ બંધ કરી દીધું એટલે જિંદગીની વાસ્તવિકતા સમજાવા લાગી.પછી ચંદિગઢ છોડીને એ દિલ્હી આવી. ગમે તેમ કરીને પોતાનો પોર્ટફોલિયો બનાવીને મોડલિંગનુ કામ ચાલું કર્યું. નાની મોટી એડ્વર્ટાઇજિંગ એજન્સીમા જે નાના મોટા રોલ મળતા એ કરીને પોતાનું ગુજરાન ચલાવતી.એક દિવસ એક નાટક કંપનીમા જોબ માટે એ ગઈ… ત્યા એક્ટિન્ગ માટે તો કઈ ન મળ્યુ પણ ત્યા કામ કરતાં કલાકારોને સંભાળવાનુ કામ મળ્યુ અને એમાથી એક દિવસ એક પુરુષ નો રોલ કરવા મળ્યો. બસ ત્યા જ એને થયું કે એક્ટિન્ગ વિશે એને વિચારવું જોઇએ. પણ જોઇએ એવુ પ્લેટફોર્મ હજુ મળતું ન હતું. એ દરમ્યાન એને દિલ્હીની કોઇ એડ એજ્ન્શી તરફથી સાડીની એડ માટે મુંબઇ આવવાનું થયું અને પોતાની કિસ્મત અજમાવવા માટે એ મુંબઇ જ રોકાઈ ગઈ.ત્યાથી વળી પાછો એ જ સંઘર્ષ ચાલું થયો… પાછું એ જ ડિપ્રેશન…. એ જ નિરાશા….. પણ એ બધાંની સામે ઝઝૂમતી રહી.ગેંગસ્ટાર ના મુવી માટે ઓડિશન આપ્યું પણ મુવી માટે કોઇ 28 વર્ષની સ્ત્રીનો રોલ કરી શકે એવી એક્ટ્રેસની જરૂર હતી અને કંગના હતી માત્ર 18 વર્ષની… મુવી માટે સિલેક્શન ન થયું..પણ એણે પોતાનો સંઘર્ષ ચાલું રાખ્યો. થોડા વખત પછી જે મુવી માટે એનુ સિલેક્શન ન હતું થયું એ જ મુવી માટે એને પાછી ઓફર થઈ.અને એ મૂવીમાં ઈમરાન હાશ્મિ હોવાથી કંગનાના ઘરેથી પાછો હોબાળો થયો. હજુ પણ એને એવો રોલ મળ્યો ન હતો પણ માત્ર મુંબઇમા ટકી રહેવા માટે એ જેવા રોલ મળતા ગયા એવા રોલ એ મુવીમા કરતી ગઈ. પોતાના દમ પર એ બેસ્ટ પર્ફોર્મેન્સ આપતી ગઈ. પોતાની એક અલગ ઇમેજ એને ઊભી કરી.પોતાના જ દમ પર આખી સ્ટોરી એ ખેંચી જાય એવુ કામ એણે કરી બતાવ્યુ. એક્ટિન્ગ અને માણસ કેવો દેખાય છે એનો કોઇ સંબંધ નથી એવુ એ દ્રઢપણે માને છે અને એટલે જ એણે ફેરનેશ ક્રીમની એડ કરવાની પણ સાફ ના પાડી દીધી. એની પોતાની સગી બહેન પર એસિડ એટેક થયો એની સામે પણ એ લડી… અને આજે ખરેખર એવુ કહી શકાય કે “she is the queen of Bollywood and she deserves this ”

એક કલાકાર હોય કે સાયન્ટિસ્ટ હોય કે કોઇ પણ પ્રકારનો સર્જક હોય એની પોતાની એક ધૂન હોય છે… જે દિલના કોઈક ખૂણામાથી પ્રગટીને એની નસમા વહે છે… એ જ્યારે ધૂની બને ત્યારે દુનિયા એનો પ્રતિકાર કરશે અને જ્યારે એ જ માણસ એ ધૂનમાથી કઈક સર્જન કરે ત્યારે દુનિયા જ એને તાળીઓથી વધાવી લેશે અને એ તાળીઓના ગડગડાટમા એક ધૂનીની જીત હોય છે અને “આવુ ન થઈ શકે” એમ કહેનાર દુનિયાની હાર…..