પિત્ઝાનો ટુકડો Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પિત્ઝાનો ટુકડો


પિઝાનો ટુકડો

* કેવીન પટેલ *




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પિઝાનો ટુકડો

ઘણા દિવસ પછી ખાસ મિત્ર સાથે પિઝા ખાવાનો મેળ પડયો. અલગ અલગ મિત્રો સાથે પિઝાનો સ્વાદ પણ અલગ-અલગ આવતો હોય છે. રાત્રીના લગભગ દસેક વાગ્યા હતા. કાઉન્ટરપર ઓડર્ર આપીને અમે ખુરશી પર ગોઠવાયા. મોટા ભાગના ટેબલ ખાલી હતા. ટીવી સ્ક્રીન પર ખુબ જ ધીમા વોલ્યુમ પર ફિલ્મી ગીતો વાગી રહૃાાં હતા. અમે લોકો પણ ઘણા દિવસ પછી મલ્યાં હતા એટલે વાતોનો મોટો ખજાનો ભેગો થયો હતો. વાતોમાં અમે મશગુલ હતા. બહાર કાચમાથી નીચે દેખાતા રોડ પર અવર-જવર ઘણી ઓછી હતી. હમણા થોડીવાર પહલાં પડેલા વરસાદને લીધે રસ્તા ભીના હતા. રસ્તા પરની લાઈટસનો આછો પીળો કેસરી પ્રકાશ રોડ ઉપર પથરાયેલો હતો.

સામેના ટેબલ પર એક છોકરો અને છોકરી એકબીજાને પિઝા ખવડાવતા વાતોમાં મશગુલ હતા. છોકરીનાં હાથમાં કોલ્ડ ડ્રિંકસનું કેન હતું. હાથથી એણે પિઝાનો એક ટુકડો છોકરાના મોઢામાં મુકયો. અમારા પિઝા હજુ આવ્યા ન હતા. હજુ સામેના ટેબલ પર એ છોકરો અને છોકરી પિઝા ઝાપટી રહૃાાં હતા. અમને પણ કકડીને ભુખ લાગી હતી. સામેના ટેબલ પર બેઠેલુ કપલ પિઝા ઠુંસી-ઠુંસીને હવે ધરા ગિયું હોય એવું લાગી રહૃાું હતું.

હજુય ટેબલ પર પિઝાનો એક મોટો ટુકડો બાકી હતો.

" એક્સ ઝમી" છોકરાએ વેઇટર તરફ ઈશારો કરીને કહૃાુંં.

વેઇટર ટેબલ પાસે આવ્યો.

"આ વધેલો પિઝાનો ટુકડો જરા પેક કરી આપશો?" છોકરાએ પુછયું. "હા, પણ પેકીંગનો અલગ ચાર્જ થશે "વેઇટરે કહૃાુંં.

"વાધો નહીં. પેક કરી આપો. "છોકરીએ ઉત્સુકતાથી કહૃાુંં.

વેઇટર પિઝા લઇને કાઉન્ટર તરફ ચાલવા લાગ્યો. પાછળ-પાછળ એ બને પણ કાઉન્ટર તરફ ચાલવા લાગ્યા. એટલી વારમાં અમારા પિઝા પણ આવી ચુક્યાં હતાં. ગરમ-ગરમ પિઝાની સુગંધ નાક વાટે સીધી જ પેટમાં ઊતરતી હોય એવું લાગ્યું. ફટાફટ પિઝા પર મસાલો છાંટીને અમે ખાવાનુ ચાલુ કયર્ું. અમારી વાતો પિઝાની સુગંધમાં ભળતી રહી. અચાનક ધ્યાન નીચે રોડ તરફ ગયું. અહીંથી હજુ હમણા જ પિઝા પેક કરાવીને ગયેલાં છોકરો અને છોકરી રોડ પર ઉભેલા એક ગરીબ બાળકને પિઝાનો ટુકડો આપી રહૃાાં હતાં.

* કેવીન પટેલ *