કૃષ્ણ Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ

દ્વારિકાધીશના મંદિરના દરવાજા ખૂલી ગયા.
મીરાબાઈએ મંદિરની અંદર પ્રવેશ કર્યો અને મંદિરના દરવાજા બંધ થયા. જ્યારે મંદિરના દરવાજા પાછા ખૂલ્યા ત્યારે અંદર મીરાબાઇ નહોતા.માત્ર એ દિવ્ય કૃષ્ણમૂર્તિ હતી અને એ મૂર્તિને ફરતે વીંટળાયેલી મીરાબાઈની સાડી હતી. સદેહ ભગવાન લેવા આવે એવો આ એક જ દાખલો મે વાંચલો છે અને હું માનુ પણ છું કે એ વખતે આવું બન્યું હતું કેમ કે ભગવાનને તર્ક પર શોધવો શક્ય નથી એને તો શરત વગરના પ્રેમ વગર જ અનુભવ કરી શકાય.

કૃષ્ણ વિશે જેટલું પણ વાંચ્યું છે, વિચાર્યું છે કે અનુભવ કર્યો છે એટલું જ તારણ નિકળ્યુ છે કે કૃષ્ણને જેણે જેવા સંબધમા પણ માન્યો છે એવા સંબધમા એ મળ્યો છે.માતા યશોધાને પુત્રના સ્વરૂપમા એમનો પ્રેમ જોતો હતો તો પુત્ર બનીને પ્રેમ આપ્યો. રાધા અને બીજી ગોપીઓને એક પ્રેમીના સ્વરૂપમા જોઇતા હતા તો બની ગયા બોયફ્રેન્ડ. અને એ જ ખાસિયત કૃષ્ણની કે કે ગોપીઓને કે રાધાને ગીતાજ્ઞાન આપવા નથી બેસતા કેમ કે એમને તો કૃષ્ણનો પ્રેમ જોઇએ, રાસ રમવા જોઇએ. એવી જ રીતે અર્જુન જેવા મિત્રને ગીતાજ્ઞાનની જરૂર છે રણસંગ્રામમા. તો ત્યા રાસ રમવા કે પ્રેમની ફિલોસોફી સમજાવવા નથી બેસતા.માત્ર ધનુષ પકડીને અધર્મ સામે લડવાનું શીખવાડે છે. અને અર્જુનને આટલી બધી સલાહ સૂચન આપ્યા પછી પણ છેલ્લે બોલે છે "યાથેચ્છિ તથા કરુ"... તને યોગ્ય લાગે તેમ કર. ગોપીઓના કપડા ચોરીને ઝાડ પર ચડી જતા કૃષ્ણ જ ભરીસભામા એમની સખી દ્રોપદીની લાજ બચાવવા સાડીનો ઢગલો કરી આપે છે.પોતાના જ અધર્મી મામાનો પોતાના હાથે જ વધ કરે છે અને મથુરાનુ રાજ પિતા વાસુદેવના હાથમા આપીને પોતે સાંદિપની ઋષિના આશ્રમમા વિદ્યાભ્યાસ માટે ઊપડી જાય છે. રુકમણિનો માત્ર પ્રેમપત્ર વાંચીને જ લગ્નકરવાની પ્રાસ્થાવનાનો સ્વીકાર કરે છે .મિત્ર સુદામાને ઘણા વર્ષો પછી મળે છે ત્યારે ભેટીને ચોધાર આસુંએ રડે છે અને મિત્રની કફોડી હાલતની ખબર પડતા જ ઝુપડીમાંથી મહેલ બનાવી આપે છે.ભાઇ
બલરામને જ્યારે મનમા કોઈક ખુણે એવુ ખૂંચે છે કે કૃષ્ણને જ આખુ દ્વારિકા માને છે અને એ રાજા છે તો પોતાનું સ્થાન દ્વારીકામા ક્યા ત્યારે બલરામના મનના સમાધાન માટે પોતાના દમ પર ઊભી કરેલી આખી દ્વારિકા બલરામને આપવા તૈયાર થઈ જાય છે.બાણાસુર નામના રાક્ષસની પુત્રી ઊમા સાથે કૃષ્ણના પૌત્રને પ્રેમ થાય છે. બાણાસુર શિવભક્ત હોય છે. તેથી કૃષ્ણ બાણાસુરની મરજી વિરુધ્ધ પૌત્ર અનિરૂધના પ્રેમલગ્ન કરાવવા જાય છે તો વચ્ચે ભગવાન શંકર આવે છે અને એમની સામે પણ યુધ્ધ કરવું પડે છે.દ્વારિકાની પ્રજા અને એમનો પોતાનો જ યાદવકુળ અધર્મના માર્ગે વળી ગયો પછી એમની આંખો સામે જ એમનો નાશ થતો જોયો.અને છેલ્લે એક શિકારીના તીરથી ઘાયલ થઈને શરીર છોડવું પડ્યું.

આજ પણ કૃષ્ણને જો સિદ્દ્ત અને સાચા દિલથી બોલવામા આવે તો એ કાનુડો આજ પણ આવે છે. નરસિંહના પુત્રના લગ્ન કરાવવા અને પુત્રીનુ મામેરુ કરવા આવ્યા. નરસિંહ મહેતા એ જ્યારે પણ બોલાવ્યા ત્યારે આવ્યા. બોડા ભગત દર પુનમે ગાડુ લઈને દ્વારિકા જતા અને જ્યારે વૃધ્ધાવસ્થામાં બોડા ભગતે દ્વારિકા નહિ આવી શકવાની ફરિયાદ કરી ત્યારે ખુદ કૃષ્ણ દ્વારિકા મૂકીને ગાડામા બેસીને ડાકોર આવી ગયા.મીરાબાઇને આવીને લઇ ગયા. ચૈતન્ય મહાપ્રભુ માટે પણ આવ્યા.

રાધાને તો કૃષ્ણનો પ્લુટોનિક લવ જોઇતો હતો તો અનંતકાળ માટે પોતાનુ નામ બદલીને કૃષ્ણની જગ્યાએ રાધાકૃષ્ણ કરી દીધું.

"મારે કોઇ સ્વર્ગના સુખ કે મોક્ષ નથી જોઇતો કેમ કે ત્યા પછી કૃષ્ણ નહિ હોય. મારે તો દરેક વખતે અહી, આ જ ધરતી પર આવવું છે ભલેને અહી અસહ્ય દુ:ખ અને પીડા હોય. મને તો કૃષ્ણ અહી જ મળ્યો છે. અને જ્યા મારો કૃષ્ણ ત્યા જ સ્વર્ગ અને એ જ મારો મોક્ષ. - નરસિંહ મહેતા "