ઓપરેશન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી જનરલ વોર્ડમાંથી ઓપરેશન થિયેટરમાં લઈ જવા માટે નર્સિંગ સ્ટાફ તરત જ વિભાને સમજાવે છે કે હવે વૈભવ ને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો સમય થઈ ગયો છે વિભા અને વૈભવ બંને પોતાના આજીવનના સમણાઓ પર જાણે પાણી ફરી રહ્યું છે કે કંઈક એવું થઈ રહ્યું છે કે જે બે અનુભવી શકે છે પણ કંઈ નથી શકતા.. જાણે હવે વિખુટા પડવાનો સમય આવી ગયો છે વિભા એવું અનુભવે છે તો વૈભવ નાં મનમાં પણ આ જ વિચાર પ્રસરી રહ્યો હોય છે અને બંને આસપાસનું વાતાવરણ પણ ભૂલી જાય છે અને બસ એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે વૈભવના હાથમાં રહેલી વોચ નું ટીક ટીક થતો સમય વિભા સાંભળી શકે છે એટલી શાંતિ ત્યારે થઈ જાય છે કે જ્યારે વૈભવ ને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનું સમય હોય છે નર્સિંગ સ્ટાફ પણ બંનેને જ નિહાળી રહ્યો હોય છે અને વૈભવ અને વિભા બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હોય છે વિભા પોતાના આંસુઓને રોકી રાખે છે તેમ છતાં તેની આંખો માં ગમે ત્યારે આંસુઓના મોજા આવી શકવાની સંભાવનાઓ વૈભવ અનુભવી રહ્યો હોય છે વૈભવ ને વિભા ને ઘણું બધું કહેવું હોય છે પણ તે કંઈ કહી નથી શકતો..
પણ પાછળથી નર્સ વિભાને સમજાવે છે કે ડોક્ટર રાહ જોઈ રહ્યા છે ઓપરેશન નો સમય થઈ રહ્યો છે ત્યારે વિભા કંઈ જ કહેતી નથી અને આંખોના ઇશારાથી જ વૈભવ ને સમજાવે છે કે તે હવે ઓપરેશન થિયેટરમાં જવા માટે તૈયાર થઈ જાય પણ વૈભવ નર્સિંગ સ્ટાફને કહે છે કે પ્લીઝ બે મિનિટ બે મિનિટ મને આપો. હું જાતે ચાલીને ઓપરેશન થિયેટરમાં પહોંચી જઈશ ત્યારે નર્સિંગ સ્ટાફ કહે છે કે નહીં ઉપરથી ડોક્ટરનો આદેશ છે માટે તમારે અમારી આ સુચના પ્રમાણે વર્તવાનું રહેશે ,કશો વાંધો નહીં તમે લોકો બે મિનિટ વાત કરી શકો છો અને આમ કહીને નર્સિંગ સ્ટાફ બહાર જતો રહે છે અને વૈભવ પોતાના બંને હાથોની આંગળીઓમાં વિભાની આંગળીઓને ફોરવી દે છે એને કહે છે કે શું કહું તને કઈ રીતે કહું કશું સમજાતું નથી હું તને જીવનમાં ક્યારેય કોઈ સુખ ન આપી શક્યો કે તારી નાની નાની ઈચ્છાઓની માન ના આપી શક્યો એના માટે હું તને હૃદયથી છેલ્લી વાર સોરી કહેવા માગું છું હું નથી જાણતો કે ઓપરેશન સફળ થશે કે નહીં કે આપણે ફરીથી મળશું કે નહીં પણ સાચું કહું ને વિભા તો હું તને ખૂબ જ ચાહું છું ખૂબ જ તને કહી નથી શકતો કે તારા મારા જીવનમાં આગમન પછી મેં મારા જીવનમાં કેટલાક બદલાવ લાવ્યા પણ મારા ગુસ્સા પર હું ક્યારેક કાબુ ન રાખી શક્યો એના માટે હું તને હૃદયથી સોરી કહેવા માગું છું કે કદાચ આ ભવમાં તો મેં તારું હૃદય ખૂબ જ દુભાવ્યું હશે પણ જો આવતો ભવ મળે ને વિભા તો તું મારી ફ્રેન્ડ બનજે એક પત્ની નહીં કારણ કે હું તને મારા જીવનમાં એક મિત્ર તરીકે જોવા માગું છું કે જે સદેવ સાથે રહે અને હંમેશા હસતા જ રહે પતિ પત્નીના સંબંધમાં તો તને ખબર છે ને મીઠો ખટરાગ કે ઝઘડાઓ થતા જ રહે છે..
માંડ માંડ રોકી રાખેલા આંસુઓ પણ વિભા રોકવા માટે પ્રયત્ન કરતી હોય છે અને કહે છે કે બસ કરને વૈભવ તને કશું જ નથી થવાનું થોડી જ વારમાં ઓપરેશન થઈ જશે અને ઓપરેશન સક્સેસ પણ થશે અને ફરીથી આપણે આપણી નોર્મલ જિંદગી જીવશું. બસ તું કશું જ વિચારમાં હું ખૂબ જ મજબૂત છું તું મારી કોઈ ચિંતા કરમાં આપણે સાથે જ રહેવાનું છે આપણા સપનાઓની પૂર્ણ કરવાના છે( છેલ્લી ક્ષણોમાં માણસ કેટલું ખોટું બોલે છે એટલું એ તો બસ વિભા જ જાણે છે )કે અગાઉથી જ ડોક્ટરે કહી દીધેલું હતું કે વૈભવ પાસે હવે ખૂબ જ ઓછું જીવન છે તેમ છતાં વિભા પોતાના મનને મનાવે છે કે મારે મારા વૈભવ પાસે કમજોર નથી થાવ હું એને તૂટતો નહીં જોઈ શકું.. અને વિભા વૈભવ ને સમજાવીને ઓપરેશન થિયેટર માટે લઈ જવા તૈયાર થાય છે અને વૈભવના કાંડા ઘડિયાળ ને પોતાના હાથમાં લે છે અને ઓપરેશન થિયેટરમાં જલતા જતા કોણ જાણે ક્યારે વિભાના હાથમાંથી એ કાંદા ઘડિયાળ પડી જાય છે અને તે બંધ થઈ જાય છે...
બે માસ પછી
વિભા જ્યારે ઘડિયાળ ની દુકાને જઈ ઘડિયાળ સમી કરાવવા જાય છે ત્યારે દુકાનદાર કહે છે કે બેન ઘડિયાળમાં જ વાંધો છે હવે ફરીથી આ ઘડિયાળ શરૂ નહીં થઈ શકે વિભા પોતાના દુપટ્ટાથી પોતાના આંસુઓને રોકવા પ્રયત્ન કરી રહી હોય છે કે સાચે જ એક વાર જીવનમાં થી શ્વાસ જુટવાઈ જાય ફરીથી ત્યારે કોઈ તેને પૂરી નથી શકતું તેવું જ કદાચ આ મારી બંધ ઘડિયાળમાં પણ હશે આઈ મિસ યુ વૈભવ એન્ડ આઈ લવ યુ સો મચ ... જય દ્વારકાધીશ 🙏🏻
૨૧/૦૧/૨૩
૦૬:૦૬ PM