નાનકડા નથુ ની દુનિયા Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાનકડા નથુ ની દુનિયા

સૌને પોતાની એક નાનકડી દુનિયા હોય છે મોટાભાગે તો પતિ પત્ની બે બાળકો હસતો ખેલતો પરિવાર જ બધાની દુનિયા હોય છે તો વળી ઘણાને પોતાના મિત્ર વર્તુળ કે સગા વાલાઓ પણ પોતાની દુનિયા હોય છે


પણ નાનકડા નથુ માટે તો તેની દુનિયા હતી તેના વહાલા શિક્ષિકા બહેન તે તેના શિક્ષિકા બહેન માટે થઈને જ રોજ શાળાએ જવા આતુર રહેતો અને રવિવાર તો જાણે તેના માટે એક વર્ષની જેમ કપાતો મેલા ઘેલા કપડાં બગલ થેલામાં પાટી અને પેન તૂટેલી એક બે ચોપડીઓ અને એક નાનકડી ટીનની ડીશ કે જેમાં તે શાળાએ જઈ મધ્યાહન ભોજન ખૂબ જ પ્રેમથી આરોગ તો નથુ લગભગ કોઈનો વ્હાલો ન હતો કારણ કે તે જનમ્યો અને તેની માતાનું મૃત્યુ થાય છે અને તેના પિતા બીજી સ્ત્રી સાથે પોતાનું ઘર સંસાર માંડે છે અને નવી આવેલી માં નથુને જોઈને જ ચીસાચીસ કરવા માંડે છે નથુ તો આખા દિવસ ઘરનું કામ કરે ત્યારે માંડ આગલા દિવસનો ટાઢો રોટલો તેને ખાવા મળે પણ ગામમાં નવા શિક્ષિકા બહેનના આવવાથી તે ઘરે ઘરે જઈ બધા જ બાળકોને શાળાએ આવવા માટે આગ્રહ કરે છે અને નથ્થુના પણ નસીબ તેમાં ચમકે છે તે પણ શાળાએ જાવા આતુર થાય છે અને ત્યાં જ તેની આ દુનિયા તેને પ્રાપ્ત થાય છે
નથુના આ નવા શિક્ષિકા બહેન નથુ નું ખૂબ જ ધ્યાન રાખે છે પોતાના હાથેથી જ મધ્યહન ભોજન પણ પીરસે છે નથુ માટે તો આ મધ્યાહન ભોજન ક્યારેક વઘારેલા ભાત તો ક્યારે ફાડા લાપસી તો ક્યારે દાળ ઢોકળી તો ક્યારેય વઘારેલા ઢોકળા જાણે 32 ભાતના ભોજન તેને પ્રાપ્ત થતા અને નથુ એટલા આરામથી મધ્યાન ભોજન ખાતો કે તેને જોઈને જ બીજા લોકો તેના ઉપર હસતા પણ નથુ માટે તો આ એક સ્વર્ગ હતું તેના શિક્ષિકા બહેન કહે અને નથુ તો દોડી દોડીને કામ કરે નથુને હાથમાં પેન લઈને એકડો ઘુટાવતા પણ બેન શીખવાડે અને વ્યવસ્થિત કપડાં પહેરીને કેમ શાળાએ આવું તે પણ તેને તેના બેન શીખવાડે નથુ ક્યારેય પોતાના ઘરની સમસ્યાઓ બેનને કહે નહીં અને નથુ ના બહેન પણ ક્યારેય કશું પૂછે નહીં પણ નથુ શાળાના બેલ પહેલા જ શાળામાં હાજર થઈ જાય અને શાળાનું છૂટવાના બેલ સમયે નથુ માટે એ સમય આકરો થઈ જાય નથુ કોઈને કહી ન શકે પણ મનમાં અને મનમાં મૂંઝાયા કરે તેને ઘરે જવાનું મન જ ન થાય તેને થાય કે જો તેના શિક્ષિકા બહેન કહેને તો એ અહીં શાળામાં જ રોકાઈ જાય કોઈને કોઈ જ ફરિયાદ પણ ન કરે અને શાળામાં સૂતો રહે જેથી શાળા સવારે શરૂ થાય ..તો આવું તો કેટલુંય નથુ વિચારી લે


નથુના મનની વેદના તો માત્ર નથુ જ જાણે શાળાએ આવવાના સમયે જેટલો ખુશ ખુશાલ હોય નથુ તેટલો શાળાએથી જતા દુઃખી ઘણા દિવસના નિરીક્ષણ પછી નથુના બહેન નથુની આ મનની વેદના ને જાણે સમજી લે છે તે ક્યારેક ક્યારેક નથુ માટે ઘણું બધું વિચારે છે પણ પોતે પણ એક સાધારણ શિક્ષક તો વળી શું કરી શકવાના અને તે નક્કી કરે છે કે નથુ ની આ મનોવ્યાથાનું કારણ તો મારે જાણવું જ છે એક દિવસ છૂટવાના સમયે નથુનો ઉતરેલો ચહેરો જોઈ તે તેને પૂછી લે છે કે હે નથુ શાળાએ આવા સમયે તો તું ખૂબ જ ઉત્સાહમાં હોય છે અને ઘરે જવામાં તને શું બળ પડે છે ત્યારે નથુ તો જાણે તેની આંખો દરિયાની જેમ છલકાઈ જાય છે અને રડી પડે છે અને કહે છે કે બેન મને ઘરે જાવું નથી ગમતું. મારી મા નથી હા મારી સાવકી માં છે પણ એ મારી માં જેવી નથી નથુની બસ આટલી જ વાતથી તો તેની શિક્ષિકા બહેન ની આંખો પણ છલકાઈ જાય છે તે નથુને કહે છે કે કોણે કહ્યું તારી માં નથી હું છું ને અરે બસ આટલું જ તો સાંભળવું હતું નાના નથુ ને હવે તો તેની આંખો છલકાય છે પણ હર્ષના આંસુ થી અને શિક્ષિકા બહેન તે દિવસથી જ નક્કી કરે છે કે નથુ હવે તેનો વિદ્યાર્થી નથી પણ તેનો દીકરો જ છે અને નથુ ની આ દુનિયા બસ તેના જીવનમાં એક નવું અજવાળું લઈ આવે છે નથુની દુનિયા બધાથી અલગ પણ ખુબ જ સરસ... જય દ્વારકાધીશ 🙏🏻